Not Set/ શશિકલાને સુપ્રિમ કોર્ટે દોષી જાહેર કરી ચાર વર્ષની સજા ફટકારી,10 વર્ષ સુધી નહી બની શકે મુખ્યમંત્રી

નવી દિલ્હીઃ આવક કરતા વધુ સંપતિના કેસમાં સુપ્રિમ કોર્ટે AIADMK નેતા શશિકલાને આવક કરતા વધુ સંપતિના કેસમાં દોષી જાહેર કરી છે. આ મામલે સવારે 10:30 વાગે કોર્ટની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી જેમા શશિકલાને દોષી જાહેર કરીને ચાર વર્ષની સજા ફટકારવામાં આવી હતી. તેમજ 10 કરોડ રૂપિયાનો દંડ પણ ભરવો પડશે. તમિલનાડુમાં મુખ્યમંત્રી પદની દાવેદારી […]

India
sashikala 1486699243 શશિકલાને સુપ્રિમ કોર્ટે દોષી જાહેર કરી ચાર વર્ષની સજા ફટકારી,10 વર્ષ સુધી નહી બની શકે મુખ્યમંત્રી

નવી દિલ્હીઃ આવક કરતા વધુ સંપતિના કેસમાં સુપ્રિમ કોર્ટે AIADMK નેતા શશિકલાને આવક કરતા વધુ સંપતિના કેસમાં દોષી જાહેર કરી છે. આ મામલે સવારે 10:30 વાગે કોર્ટની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી જેમા શશિકલાને દોષી જાહેર કરીને ચાર વર્ષની સજા ફટકારવામાં આવી હતી. તેમજ 10 કરોડ રૂપિયાનો દંડ પણ ભરવો પડશે.

તમિલનાડુમાં મુખ્યમંત્રી પદની દાવેદારી કરનારા શશિકલા સામે આવક કરતાં વધુ સંપત્તિના કેસમાં સુપ્રિમ કોર્ટના નિર્ણય બાદ શશિકલા આવનારા 10 વર્ષ સુધી મુખ્યમંત્રી નહી બની શકે. તેમજ શશિકલાને કર્ણટકાની જેલમા રાખવામાં આવશે.

સમગ્ર મામલાની જો વાત કરીએ તો, 1991-1996 વચ્ચે તમિલનાડુમાં જયલલિતા મુખ્યમંત્રી હતા. અને તેમની સામે આવક કરતાં વધુ સંપત્તિનો કેસ નોંધાયો હતો. કુલ 66 કરોડ રૂપિયાની સંપત્તિના કેસમાં સપ્ટેમ્બર 2014માં તમિલનાડુના તત્કાલિન મુખ્યમંત્રી જયલલિતાને જેલ જવુ પડ્યું હતું.

બેંગાલુરુની સ્પેશ્યિલ કોર્ટે જયલલિતા, શશિકલા અને તેમના બે સાથીઓને 4 વર્ષની સજા અને 100 કરોડ રૂપિયાના દંડની સજા ફટકારી હતી. આ કેસમાં શશિકલા સામે જયલલિતાને ઉકસાવવા અને ષડયંત્ર ઘડવાના આરોપ હેઠળ મુખ્ય દોષીત જાહેર કર્યાં હતા. પરંતું મે 2015માં કર્ણાટક હાઈકોર્ટે જયલલિતા અને શશિકલા સહિતના આરોપીઓને બરી કરી દીધા હતા.

ત્યાર બાદ કર્ણાટક સરકાર, ડીએમકે અને સુબ્રમણ્મ સ્વામીએ હાઈકોર્ટના નિર્ણયને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો. સુપ્રીમ કોર્ટે 4 મહિનાની સુનાવણી બાદ વર્ષ 2016માં નિર્ણય સુરક્ષિત રાખી લીધો હતો. હવે આજે આ સમગ્ર મામલે નિર્ણય આવશે. સ્થિતિ વણસે નહીં તે માટે તમિલનાડુમાં મોડી રાતથી જ સુરક્ષા વધારી દેવામાં આવી છે.