Not Set/ J&K: કાશ્મીરના બાદીપોરા એન્કાઉન્ટરમાં 1 આતંકાદી ઠાર, 3 જવાન શહીદ

નવી દિલ્હીઃ પશ્ચિમ કાશ્મીરમાં ચાલી રહેલા આતંકવાદી અને જવાનો વચ્ચેનું એન્કાઉન્ટર સમાપ્ત થઇ ગયું છે. આ એન્કાઉન્ટરમાં 3 જવાનો શહીદ થયા છે. જ્યારે 1 LeTના આતંકવાદને ઠાર કરવામાં આવ્યુ છે. તેની પાસેથી હેન્ડ ગ્રેનેડ, ભારતીય ચરણી નોટ, ટેબ્લેટ (દવાઓ) સેવિંગ મશીન, અને ગોળીઓ મળી આવી હતી. જમ્મુ-કાશ્મીરના બાદીપોરા જિલ્લામાં આજે સવાર સુરક્ષા બળો સાથે અથડામણમાં […]

India
kashmir 14 02 2017 1487038808 storyimage J&K: કાશ્મીરના બાદીપોરા એન્કાઉન્ટરમાં 1 આતંકાદી ઠાર, 3 જવાન શહીદ

નવી દિલ્હીઃ પશ્ચિમ કાશ્મીરમાં ચાલી રહેલા આતંકવાદી અને જવાનો વચ્ચેનું એન્કાઉન્ટર સમાપ્ત થઇ ગયું છે. આ એન્કાઉન્ટરમાં 3 જવાનો શહીદ થયા છે. જ્યારે 1 LeTના આતંકવાદને ઠાર કરવામાં આવ્યુ છે. તેની પાસેથી હેન્ડ ગ્રેનેડ, ભારતીય ચરણી નોટ, ટેબ્લેટ (દવાઓ) સેવિંગ મશીન, અને ગોળીઓ મળી આવી હતી.

જમ્મુ-કાશ્મીરના બાદીપોરા જિલ્લામાં આજે સવાર સુરક્ષા બળો સાથે અથડામણમાં બે આતંકવાદીને ઠાર કરવામાં આવ્યા હતા. આ અથડામણમાં સુરક્ષા બળોના 9 જવાન ઘાયલ થયા હતા. આધારભૂત સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ તેમને આતંકવાદીઓની છુપાયેલા હોવાની ખાનગી માહિતી મળી હતી તેના આધારે સુરક્ષા બળો અને જમ્મુ-કાશ્મીર પોલીસના વિશેષ અભિયાનમાં દળના જવાનોએ બાદીપોરાના હાજનમાં તપાસ અભિયાન ચલાવ્યું હતું.

સુરક્ષા બળોના જવાન જ્યારે આતંકવાદીઓના છુપાયેલા હોવાની વિસ્તારમાં તરફ આગળ વધી રહ્યા હતા. ત્યારે આતંકવાદીઓએ ગોળીબારી શરૂ કરી દીધી હતી. જનો સુરક્ષા બળોએ જવાબ આપ્યો હતો.

સૂત્રોએ જણાવ્યું હતું કે, અંધારાને કારણે તપાસ અભિયાન થોડી વાર માટે અટકાવી દેવામાં આવ્યું હતું. અને આતંકવાદીઓના ભાગવાના તમામ રસ્તા બંધ કરી દેવામાં આવ્યા હતા. સુરજની પહેલી કિરણ સાથે જ ફરી તપાસ હાથ ધરવામાં આવી હતી.

કાર્યવાહી શરૂ કરતાની સાથે જ આતંકવાદીઓએ સુરક્ષા બળોના જવાનો પર અંધાધુધઈ ગોળીબારી શરૂ કરી દીધી હતી. જવાનોએ સામે કાર્યવાહી બે આતંકવાદી માર્યા ગયા હતા. અથડામણ દરમિયાન જવાન પણ ઘાયલ થયા હતા.