Not Set/ ઓસ્ટ્રેલિયા સામેની બે ટેસ્ટ મેચ માટેની ટીમની પસંદગી, કોણ થયુ બહાર જાણો

નવી દિલ્હીઃ ઑસ્ટ્રેલિયા વિરુદ્ધ ચાર ટેસ્ટ મેચની સિરીઝની પહેલી બે મેચો માટે ભારતીય ટીમની જાહેરાત થઈ ગઈ છે. ટીમ એજ રાખવામાં આવી છે. જે બાંગ્લાદેશ વિરુદ્ધ એકમાત્ર ટેસ્ટ મેચ માટે પસંદગી કરવામાં આવી હતી. મોહમ્મદ શમીને ટીમમાં સ્થાન મળી શક્યું નથી. તે હજી પણ પોતાની ઈજાથી બહાર આવી શક્યો નથી. ઑસ્ટ્રેલિયા અને ભારતની વચ્ચે ટેસ્ટ […]

India Sports
kohli shami 14 02 2017 1487044591 storyimage ઓસ્ટ્રેલિયા સામેની બે ટેસ્ટ મેચ માટેની ટીમની પસંદગી, કોણ થયુ બહાર જાણો

નવી દિલ્હીઃ ઑસ્ટ્રેલિયા વિરુદ્ધ ચાર ટેસ્ટ મેચની સિરીઝની પહેલી બે મેચો માટે ભારતીય ટીમની જાહેરાત થઈ ગઈ છે. ટીમ એજ રાખવામાં આવી છે. જે બાંગ્લાદેશ વિરુદ્ધ એકમાત્ર ટેસ્ટ મેચ માટે પસંદગી કરવામાં આવી હતી. મોહમ્મદ શમીને ટીમમાં સ્થાન મળી શક્યું નથી. તે હજી પણ પોતાની ઈજાથી બહાર આવી શક્યો નથી. ઑસ્ટ્રેલિયા અને ભારતની વચ્ચે ટેસ્ટ સીરિઝની શરૂઆત 23 ફેબ્રુઆરીથી પુણેથી થશે.

ટીમ આ પ્રકારે છે.
વિરાટ કોહલી(કેપ્ટન), આર. અશ્વિન, રવીંદ્ર જાડેજા. અજિંક્ય રહાણે, ચેતેશ્વર પુજારા, હાર્દિક પંડ્યા, કરૂણ નાયર, જયંત યાદવ, મુરલી વિજય, ઈશાંત શર્મા, ઉમેશ યાદવ, કુલદીપ યાદવ, અભિનવ મુકુંદ, કે.એલ રાહુલ, ઋદ્ધિમાન સાહા અને ભુવનેશ્વર કુમાર..

બોર્ડર-ગાવસ્કર સીરિઝ પહેલી ટેસ્ટ 23 ફેબ્રુઆરીથી પુણેમાં રમાશે.  જ્યારે બાકીના ત્રણ ટેસ્ટ 4 થતી 8 માર્ચ બેંગ્લુરુ, 16 થી 20 માર્ચ રાંચી, અને 25 થી 29 માર્ચ સુધી ધર્મશાલામાં રમાડવામાં આવશે.

ઑસ્ટ્રેલિયાની ટીમ સ્ટીવ સ્મિથની આગેવાનીમાં મુંબઇ પહોંચી ગઇ છે. ચાર ટેસ્ટની સીરિઝ પહેલા હાર્દિક પંડ્યાની કેપ્ટનશીપ વાળી ભારત ‘એ’ વિરુદ્ધ 17 થી 19 સુધી અભ્યાસ મેચ રમશે.