New Delhi News: વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Prime Minister) આજે 29 જાન્યુઆરીએ ‘પરીક્ષા પે ચર્ચા’ (Pariksha Pe Charcha)કાર્યક્રમની (Program) યજમાની (Host)કરશે. કેન્દ્રીય શિક્ષણ મંત્રાલય (Education Ministry) દ્વારા છેલ્લા 6 વર્ષથી આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે. આ વર્ષે સાતમી આવૃતિનું (7th Edition) આયોજન નવી દિલ્હી (New Delhi)ખાતે કરવામાં આવ્યું છે. જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિદ્યાર્થીઓ (Students), શિક્ષકો (Teachers) સાથે બોર્ડની પરીક્ષાઓને (Board Exams) લઈ સતાવતી ચિંતાઓ, તણાવ (Strress) અંગે મુક્ત મને ચર્ચા કરે છે. વિદ્યાર્થીઓ પરીક્ષાને અતિ ગંભીરતાથી ન લઈ હસતા મુખે પરીક્ષાઓ આપે તે હેતુથી પી.એમ. વાતચીત કરશે.
કાર્યક્રમનો મુખ્ય હેતુ
આ કાર્યક્રમનો મુખ્ય હેતુ દરેક બાળકના અદ્વિતીય વ્યક્તિત્વને બહાર લાવવાનો છે અને તેની ખુશી ઉજવી પ્રોત્સાહિત કરવાનો છે. આ ઈન્ટરેક્ટિવ કાર્યક્રમ પી.એમ. મોદીની પરિકલ્પના દ્વારા પરીક્ષાઓની સાથે તેમજ શાળા જીવન બાદના થતાં ફેરફારો પર ચર્ચા કરવા શરૂ કરવામાં આવ્યો હતો.
ક્યારે અને કેટલા વાગે શરૂ થશે કાર્યક્રમ
છેલ્લા 6 વર્ષથી શિક્ષણ મંત્રાલય અને સાક્ષરતા વિભાગ દ્વારા સફળતા પૂર્વક આયોજન કરવામાં આવે છે. ‘પરીક્ષા પે ચર્ચા’નું આયોજન નવી દિલ્હીના, આઈટીપીઓ, ભારત મંડપમ ખાતે કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં દેશ અને વિદેશના વિદ્યાર્થીઓ, શિક્ષકો વર્ચ્યુઅલી ભાગ લેશે. આ કાર્યક્રમ સવારે 11 વાગ્યે શરૂ થશે. જ્યાં પરીક્ષાને લઈ તણાવ ઉત્પન્ન થતા મુદ્દાઓ પર ચર્ચાઓ કરાશે.
વડાપ્રધાને કર્યું ટ્વીટ
પી.એમ.એ ટ્વીટ કરીને સૌ વિદ્યાર્થીઓને કાર્યક્રમમાં ભાગ લેવા આમંત્રણ પાઠવ્યું છે. તેમણે લખ્યું છે કે તેઓ આ કાર્યક્રમની ઘણા સમયથી રાહ જોઈ રહ્યાં હતા. જેથી એક સાથે મળીને સ્ટ્રેસને દૂર કરી શકાય. આપણે મળીને તણાવને મજામાં બદલી નાંખીશું અને નવીન તકો વિશે પણ વાત કરીશું. મળતી માહિતી પ્રમાણે આ વર્ષે પરીક્ષા પે ચર્ચા માટે માય ગર્વમેન્ટ પોર્ટલ પર 2.26 કરોડથી વધુ લોકોએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે.
ક્યાં જોઈ શકાશે?
તેનું લાઈવ ટેલિકાસ્ટ ડીડી નેશનલ, ડીડી ન્યૂઝ, ડીડી ઈન્ડિયા પર જોઈ શકાશે. ઓલ ઈન્ડિયા રેડિયો પર પણ સાંભળી શકાશે. અહીં વિદ્યાર્થીઓ, શિક્ષકો અને વાલીઓ ભાગ લઈ સવાલો પણ પૂછી શકશે.
આ પણ વાંચો:કચ્છમાં વધુ એક વખત ધરા ધ્રુજી, મોરબીમાં પણ આંચકા અનુભવાયા
આ પણ વાંચો:પીપાવાવ પાસેથી પેટ્રોલ, ડીઝલનો જથ્થો પકડાતા રેકેટનો પર્દાફાશ
આ પણ વાંચો:મોરબીમાં પફમાંથી એક ઇંચ જેટલો લોખંડનો સ્ક્રુ નીકળ્યો