Vadodara News/ વડોદરા મ્યુનિ.ના ફૂડ વિભાગે અખાદ્ય મીઠાઈનો જંગી જથ્થો ઝડપ્યો

અખાદ્ય મીઠાઇઓ જાણે ગુજરાતીઓના લમણે જ લખાઈ ગઈ લાગે છે. વડોદરા મ્યુનિ.ના ફૂડ વિભાગે પાડેલા દરોડામાં અખાદ્ય મીઠાઇનો જંગી જથ્થો હાથ લાગતા તંત્ર ચોંકી ઉઠ્યું છે.

Top Stories Gujarat Vadodara Breaking News
વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશને અખાદ્ય મીઠાઇનો જંગી જથ્થો ઝડપ્યો છે.

Vadodara News: ગુજરાત જાણે અખાદ્ય મીઠાઈઓનું ભંડાર બની ગયુ લાગે છે. ગુજરાતમાં અને તેમા પણ ખાસ કરીને વડોદરાના મ્યુનિસિપલ કોર્પોરેશનની ટીમને અચાનક જ શું જ્ઞાન લાદ્યુ કે તેણે તેના ઇતિહાસમાં કદાચ પહેલીં વખત તહેવારો સિવાય દરોડા પાડ્યા.

વડોદરા ફૂડ ટીમ પાણીપુરીની ચકાસણી કરવા ગઈ હતી

સુરતની પાણીપુરીનો કિસ્સો બહાર આવવાના પગલે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના ફૂડ વિભાગની ટુકડીએ પાણીપુરી સેન્ટરો પર દરોડા પાડ્યા હતા.

અખાદ્ય મીઠાઈનો જંગી જથ્થો ઝડપાયો

આશ્ચર્યની વાત તો એ હતી કે ફૂડ ટીમ ગઈ હતી પાણીપુરી સંલગ્ન વસ્તુઓના દરોડા પાડવા અને તેને મોટા પ્રમાણમાં અખાદ્ય મીઠાઈનો જથ્થો મળી આવ્યો. આટલા મોટા પ્રમાણમાં અખાદ્ય મીઠાઇનો જથ્થો મળી આવતા વડોદરા ફૂડ વિભાગના અધિકારીઓ પણ ચોંકી ઉઠ્યા છે.

લવલી સ્વીટ્સના ત્યાંથી જથ્થો ઝડપાયો

વડોદરા કોર્પોરેશનની ફૂડ વિભાગની ટુકડી ખોડિયારનગર તપાસ માટે ગઈ ત્યારે તેમણે લવલી સ્વીટ્સના વેરહાઉસ પર દરોડા પાડ્યા. તપાસ દરમિયાન, વેરહાઉસમાં સંગ્રહિત અખાદ્ય અને વાસી મીઠાઈનો મોટો જથ્થો જોઈને અધિકારીઓ પણ ચોંકી ગયા. આ દરોડામાં કુલ 13,200 કિલોગ્રામ અખાદ્ય મીઠાઈ મળી આવી હતી, જેના કારણે શહેરના ખાદ્ય બજારમાં ગભરાટ ફેલાયો હતો. લોકોના સ્વાસ્થ્ય સાથે રમત રમી રહેલા આ વેપારીઓ પ્રત્યે તંત્રએ આંખ આડા કાન કર્યા છે.

8,000 કિલો પેંડા, 2,500 કિલો બરફી, 700 કિલો લાડુ, કાજુકતરી ઝડપાઈ

વડોદરા કોર્પોરેશનની ફૂડ બ્રાન્ચ ટીમ દ્વારા જપ્ત કરાયેલા જથ્થાનું વિભાજન નીચે મુજબ છે, જેની કિંમત આશરે ₹7.0 લાખ છે. જેમાં 8,000 કિલો પેડા, 2,500  કિલો બરફી, 700 કિલો કાજુ કતરી, ૭૦૦ કિલો લાડુ અને 1,300 કિલો અન્ય મીઠાઈઓ જપ્ત કરવામાં આવી હતી. મળી આવેલી મીઠાઈઓનો વિશાળ જથ્થો નિકાલ કરવો પણ તંત્ર માટે એક પડકાર હતો. વડોદરા કોર્પોરેશનની ફૂડ શાખાની ટીમને આ વિશાળ અખાદ્ય જથ્થાનો નાશ કરવામાં 10 કલાક લાગ્યા. બધી બગડેલી મીઠાઈઓને ટ્રેક્ટરમાં ભરીને જાંબુઆ લેન્ડફિલ સાઇટ પર લઈ જવામાં આવી હતી, જ્યાં JCB ની મદદથી ખાડો ખોદીને તેનો સંપૂર્ણ નાશ કરવામાં આવ્યો હતો.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: Vadodara મહાનગર પાલિકાનું ડોર-ટુ-ડોર કલેક્શન વાહન જાહેરમાં ગંદકી કરતા ઝડપાયું

આ પણ વાંચો: શહેરની એક હોસ્ટેલમાંથી દારૂની મહેફિલ માણતા 12 યુગલો ઝડપાયા

આ પણ વાંચો: વડોદરામાં ડમ્પરે વૃદ્ધ સાયકલ સવારને મારી ટક્કર, ઘટનાસ્થળે જ નીપજયું મોત