Amreli/ પીપાવાવ પાસેથી પેટ્રોલ, ડીઝલનો જથ્થો પકડાતા રેકેટનો પર્દાફાશ

સ્ટેટ મેનિટરિંગ સેલએ અમરેલીમાંથી એક મોટા રેકેટને ઝડપવામાં સફળતા પ્રાપ્ત કરી છે. SMCએ અમરેલી- પીપાવાવ ચોકડી પાસે રાજસ્થાની હૉટલ ગ્રાઉન્ડ નજીક દરોડા પાડી પેટ્રૉલ, ડિઝલ, ડામરનો મોટો જથ્થો ઝડપી બે આરોપીઓને જેલના સળિયાં પાછળ ધકેલી દીધા છે. એટલું જ નહીં, આ મામલે કુલ 6 આરોપીઓ વિરૂદ્ધ પીપાવાવ મરીન પોલીસ સ્ટેશનમાં ગુનો….

Top Stories Gujarat
YouTube Thumbnail 2024 01 28T172546.231 પીપાવાવ પાસેથી પેટ્રોલ, ડીઝલનો જથ્થો પકડાતા રેકેટનો પર્દાફાશ

Amreli News: ગુજરાત સ્ટેટ મેનિટરિંગ સેલ (State Monitoring Cell)એ અમરેલી (Amreli)માંથી એક મોટા રેકેટ (Racket)ને ઝડપવામાં સફળતા પ્રાપ્ત કરી છે. SMCએ અમરેલી- પીપાવાવ ચોકડી પાસે રાજસ્થાની હૉટલ ગ્રાઉન્ડ નજીક દરોડા પાડી પેટ્રૉલ, ડિઝલ, ડામરનો મોટો જથ્થો ઝડપી બે આરોપીઓને જેલના સળિયાં પાછળ ધકેલી દીધા છે. એટલું જ નહીં, આ મામલે કુલ 6 આરોપીઓ વિરૂદ્ધ પીપાવાવ મરીન પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી તપાસના ચક્રો ગતિમાન કરાયા છે.

મળતી માહિતી મુજબ, અમરેલીમાંથી વધુ એક મસમોટા રેકેટનો પર્દાફાશ થયો છે. અમરેલી- પીપાવાવ ચોકડી પાસે રાજસ્થાની હૉટલ ગ્રાઉન્ડ ઉપર SMCએ અચાનક દરોડાની કાર્યવાહી હાથ ધરી હતી. આ ડામર રાજસ્થાનમાં સપ્લાય કરાતો હતો. પીપાવાવ પોર્ટમાંથી આવતા ટેન્કરમાંથી ગેરકાયદેસર ચોરી કરીને ડીઝલ પેટ્રોલ ડામરનો જથ્થાની ચોરી કરવામાં આવતી હતી. આ ઘટનામાં SMCએ પકડાયેલા આરોપીઓ પાસેથી (ડીઝલ) 12,550 લીટરનું ટેન્કર જપ્ત કર્યું છે. જેની સાથે 300 લીટર પેટ્રોલ, 19 ટન ડામર તેમજ ફૉરવીલ કાર સહિતનો લાખોનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.

SMCના દરોડામાં ઇલેક્ટ્રિક વૉટર મૉટર, બ્લૉઅર, પાઇપ સહિતની સામગ્રી જપ્ત કરાઇ છે. જેમાં કુલ રૂપિયા 34,17,920નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. સ્ટેટ મૉનિટરિંગ સેલના દરોડામાં આરોપી દિગ્વિજય ખુમાણ, સલીમ પઠાણ એમ 2 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. અને મુખ્ય આરોપી જયરાજ વાળા સહિત અન્ય 3 આરોપીઓ ફરાર છે. જ્યારે 6 આરોપીઓ સામે પીપાવાવ મરીન પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

ગુજરાતમાં અસામાજીક તત્વો અને અનૈતિક પ્રવૃતિઓનો વ્યાપ એટલી હદે વધી ચૂક્યો છે કે જો સ્ટેટ મોનિટરિંગ સેલની જેમ જ દરેક જીલ્લાની પોલીસ આવા તત્વો સામે લાલ આંખ કરે તો આવી બદીઓ સમગ્ર ગુજરાતમાંથી નેસ્ત નાબૂદ થઈ શકે છે. અને ત્યારે જ આપણે આપણા ગુજરાત માટે ગર્વભેર કહી શકે, મારા ગુજરાતમાં સાચા અર્થમાં રામ રાજ્ય છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:મોરબીમાં પફમાંથી એક ઇંચ જેટલો લોખંડનો સ્ક્રુ નીકળ્યો

આ પણ વાંચો:સુરતમાં યુવાનને ટામેટું માંગવું પડ્યું મોંઘુ, બદલામાં મળ્યું મોત

આ પણ વાંચો:વડોદરા હરણી હોનારતમાં સૌથી મોટો ખુલાસો,શાળાએ પ્રવાસની મંજૂરી જ નહોતી લીધી