Vadodara News: વડોદરા હરણી તળાવ દુર્ઘટના (Harni Boat Accident ) મામલે અત્યાર સુધીનો સૌથી મોટો ખુલાસો થયો છે. ન્યૂ સનરાઈઝ સ્કૂલના (New Sunrize School) સંચાલકોએ બાળકોને પ્રવાસે (Picnic) લઇ જવા માટે ડીઇઓની (DEO) કોઇ જ મંજૂરી (Permission) લીધી ન હતી અને આ વાતને ખુદ શાળાના સંચાલકોએ કબુલી (Accept) પોતાની ભૂલ પણ સ્વીકારી છે. ડીઇઓ કચેરીએ શાળા સંચાલકોએ ભૂલ કબૂલતા તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે અને શિક્ષકોની પૂછપરછ હાથ ધરી છે.
વડોદરાના હરણી તળાવ બોટ દુર્ઘટનામાં 12 બાળકો અને 2 શિક્ષકોના મોત બાદ શાળા સંચાલકો વિરૂદ્ધ તપાસ શરૂ કરવામાં આવી હતી. આખરે સઘન પોલીસ તપાસ (Police Inquiry)બાદ ન્યૂ સનરાઈઝ શાળાના સંચાલકો (School Management)એ પોતે ભૂલ કર્યું હોવાનું સ્વીકાર્યું છે. બાળકોને પ્રવાસ લઈ જવા માટે જિલ્લા શિક્ષણ અધિકારી પાસેથી કોઈ પણ જાતની પરવાનગી લીધી નહોતી અને બેદરકારી દાખવ્યું હોવાનું કબૂલ્યું હતું.
શાળાના સંચાલકોએ ભૂલ સ્વીકારતા આખરે તંત્ર દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરાયો છે. ડીઈઓ દ્વારા હવે પ્રવાસની મંજૂરી મામલે શિક્ષકોની પણ પૂછપરછ કરવામાં આવશે. વધુમાં, આવી અન્ય શાળાઓનું પણ ક્રોસ વેરિફિકેશન (Cross Verification) શરૂ કરવામાં આવશે અને રિપોર્ટ કલેક્ટરને સોંપવામાં આવશે..
ઉલ્લેખનીય છે કે કેટલીય વખત શાળાઓ દ્વારા આવી ઘોર અને ગંભીર બેદરકારી સામે આવતી હોય છે. જેમાં તંત્રની પણ બેદરકારી છતી થાય છે. મળતી માહિતી મુજબ વડોદરા (Vadodara)માં પાંચ વર્ષમાં પ્રવાસ માટે માત્ર 419 જેટલી જ મંજૂરીઓ માંગવામાં આવી છે. શહેરમાં 500થી પણ વધુ શાળાઓ છે તેમ છતાં શાળાઓ પિકનિક માટે ડીઈઓની મંજૂરી જ લેતા નથી.
આ કરૂણાંતિકા બાદ તંત્ર સ્કૂલોના સંચાલકો વિરૂદ્ધ કાર્યવાહી કરવા જઈ રહ્યું છે ત્યારે લોકો ડીઈઓ કચેરી કાર્યપદ્ધતિ સામે જ સવાલો ઉઠાવી રહ્યાં છે.
આ પણ વાંચો:UP-Seat Deal/યુપીમાં સપા-કોંગ્રેસ વચ્ચે ડીલ ફાઇનલ, કોંગ્રેસ 11 બેઠક પર લડશે
આ પણ વાંચો:Ayodhya Aastha Special Trains/રામ ભક્તોને રેલવેની ભેટ, દેશના ખૂણે-ખૂણેથી દોડશે અયોધ્યા સુધી આસ્થા સ્પેશિયલ ટ્રેન