police transfer/ IPSની બદલીઓ વિલંબમાં મુકાય તેવી શક્યતા

લોકસભાની ચૂંટણીને લઈને બદલીઓ થવાની હતી

Gujarat

 

gujarat news : લોકસભાની ચૂંટણીને લઈને આઈપીએસ અધિકારીઓની બદલીઓ થવાની પ્રબળ શક્યતા હતી. જોકે કોઈ કારણસર આ બદલીઓ વિલંબમાં મુકાશે, એવું સુત્રોએ જણાવ્યું હતું. ચૂટણી કમિશન તરફથી લીલીઝંડી મળ્યા બાદ આ બદલીઓ થશે, એવી ચર્ચા ચાલી રહી છે. અમદાવાદના મોટાભાગના ડીસીપીની બદલીઓની શક્યતા વ્યક્ત થઈ રહી હતી.  તે સિવાય મોટાભાગના જીલ્લાના એસપીની બદલીની પણ શક્યતા છે.

અગાઉ ચૂંટણીને ધ્યાનમાં લઈને આઠ આઈપીએસ અધિકારીઓની વિવિધ ઠેકાણે બદલી કરવામાં આવી હતી. તે સિવાય હૈદરાબાદ પોલીસ એકેડેમી ખાતે તાલિમ પુરી કરનારા 65 ડીવાયએસપીને વિવિધ જીલ્લાઓમાં નિમણૂક આપવામાં આવી હતી. જોકે પાંચ ડીવીયએસપી પ્રતિક્ષા  હેઠળ રખાયા હતા.

આમ લોકસભાની ચૂંટણીને પગલે આઈપીએસ અધિકારીઓની બદલીઓ સંદર્ભે જે આતુરતાપુર્વક રાહ જોવામાં આવી રહી હતી તે હાલ પુરતી કોઈ કારણસર વિલંબમાં મુકાઈ છે.

 


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચોઃએપ્રિલ અને મે મહિનામાં પડશે કાળઝાળ ગરમી, બેવડી ઋતુનો સામનો કરવો પડશે

આ પણ વાંચોઃ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાત પ્રવાસે, હનુમાનના દર્શન કરી પ્રચાર શરૂ કરશે

આ પણ વાંચોઃ ભાવનગર મનપામાં મહિલા કર્મીએ ખોટું મેડિકલ સર્ટિ. રજૂ કરતા ભાંડો ફૂટ્યો