વલસાડ,
વલસાડના માલવણ અગર ફળિયામાં રહેતા એક યુવકે ફાંસો ખાઇને આપઘાત કર્યા હતો. આ મામલે પરિવારજનોએ વલસાડ ડીવાયએસપીને આવેદનપત્ર આપીને જણાવ્યું કે આત્મહત્યા નહિ પરંતુ મર્ડર થયું હોવાનો આક્ષેપ કર્યો હતો.
વલસાડનાં માલવણ આગર ફળીયામાં રહેતા અપરણિત યુવાને મોડી સાંજે ફાંસો ખાઈ આત્મહત્યા કરી જીવન ટૂંકાવી દેતા ચકચાર મચી જવા પામી હતી. પરિવારને શંકા જતા લાશને સુરત ખાતે પીએમ કરાવવા માટે રવાના કરી હતી. માલવણ આગર ફળીયામાં રહેતાં ધર્મેશભાઈ પટેલ (ઉ.વ 34) સાંજે અગમ્ય કારણોસર પોતાની ઘરની સામે આવેલ કોઢારની છતના લોખંડના એંગલમાં નાઈલોનની દોરડી વડે ગળેફાંસો ખાઈ લીધો હતો.
પરંતુ સમગ્ર બાબત માં સરપંચ અને તેન સાગરીતો દ્વારા ધમકાવવાના અનેક કિસ્સા બન્યો હતો જેને લઈને ડુંગરી પોલીસ દ્વારા કોઈ પણ કાર્યવાહી ના કરતા પરિવારજનો આખરે વલસાડ પોલીસ અધિક્ષક ની કચેરી આવી ડીવાયએસપી વીએન પટેલ ને રજુઆત કરી યોગ્ય કાર્યવાહી કરવા માટે જણાવ્યું હતું
આ સાથે જ પરિવારજનોએ ડુંગરી પોલીસની કામગીરી પણ શંકાના ડાયરામાં હોય તેવા નિષ્પક્ષ તપાસની માંગ કરી હતી. તો બીજી તરફ સમગ્ર મામલે સરપંચ અને તેના સાગરીતો દ્વારા ધમકાવવાના અનેક કિસ્સા સામે આયા હતા. પરંતુ ડુંગરી પોલીસે હજુ સુધી કોઇ તપાસ હાથધરી નથી.
