મહારાષ્ટ્રમાં કોરોનાના કેસો ઝડપથી વધી રહ્યા છે. કોરોનાના કેસોમાં તીવ્ર ઉછાળાને પગલે મહારાષ્ટ્ર સરકારે મોટો નિર્ણય લીધો છે. રાજ્યમાં રવિવાર (28 માર્ચ) થી નાઇટ કર્ફ્યૂની જાહેરાત કરવામાં આવી છે. સીએમ ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે ખતરો સમાપ્ત થવાના બદલે વધી ગયો છે. લોકોએ સમજવાની જરુર છે. હવે સખત પગલા ભરવાનો સમય આવી ગયો છે. જિલ્લાના ડીએમ સ્થિતિના આધારે લોકડાઉન લગાવી શકે છે.

હકીકતમાં મહારાષ્ટ્રમાં કોરોના બેકાબૂ બની ગયો છે. જેના કારણે રાજ્ય સરકારને કર્ફ્યૂ લગાવવાની ફરજ પડી રહી છે. આ સમયગાળા દરમિયાન મૉલ વગેરે રાતે 8થી સવારે 7 વાગ્યા સુધી બંધ રહેશે. સીએમે લોકોને કોરોના ગાઇડલાઇન્સનું પાલન કરવાની અપીલ કરી છે.
સીએમ ઉદ્ધવ ઠાકરેએ ચેતવણી આપી કે જો દર્દીઓની સંખ્યા નહીં ઘટે તો નિયમોને વધારે સખત કરી દેવામા આવશે. સાથે જ તેમણે મૉલ્સ, બાર અને હોટલ્સ માટે બનાવેલા નિયમોનું યોગ્ય રીતે પાલન કરવામાં આવે છે કે નહીં તેની કડકાઇથી તપાસ કરવાનો આદેશ આપ્યો છે.
