uttarpradesh news/ BSP ધારાસભ્ય ઉમાશંકર સિંહના ઘરે IT રેડ, ફિલ્મી સ્ટાઈલમાં પાડ્યા દરોડા, 10 કરોડ કેશ જપ્ત

બીએસપી ધારાસભ્ય ઉમાશંકર સિંહ (Umashankar Singh) અને તેમના સાથીઓના 30 ઠેકાણાઓ પર IT ના દરોડા. 10 કરોડની રોકડ મળી. લગ્નના સ્ટીકર વાળી ગાડીમાં આવ્યા હતા અધિકારીઓ.

NATIONAL Top Stories India
Umashankar Singh IT Raid Latest News

Umashankar Singh IT Raid Latest News: ઉત્તર પ્રદેશમાં બહુજન સમાજ પાર્ટી (BSP) ના એકમાત્ર ધારાસભ્ય ઉમાશંકર સિંહ અને તેમના નજીકના સાથીઓના ઠેકાણા પર આવકવેરા વિભાગ (Income Tax) ના દરોડામાં મોટો ખુલાસો થયો છે. લખનૌ સ્થિત તેમના નિવાસસ્થાને કાર્યવાહી પૂર્ણ થઈ છે, જેમાં અત્યાર સુધીમાં અંદાજે રૂ. 10 કરોડની રોકડ મળી આવી છે. જોકે, હજુ પણ તેમના ઓફિસ અને અન્ય સ્થળો પર તપાસ ચાલુ છે.

અધિકારીઓ ‘બરાતી’ બનીને પહોંચ્યા

આ રેડની સૌથી રસપ્રદ વાત એ છે કે આઈટી વિભાગના અધિકારીઓએ કોઈને શંકા ન જાય તે માટે ફિલ્મી અંદાજ અપનાવ્યો હતો. અધિકારીઓ સરકારી ગાડીઓને બદલે ખાનગી વાહનોમાં આવ્યા હતા, જેના પર ‘મહેન્દ્ર સંગ સંગીતા’ જેવા લગ્નના સ્ટીકરો લગાડેલા હતા. બરાતી બનીને આવેલા આ અધિકારીઓએ સીધા જ ધારાસભ્યના નિવાસસ્થાને પહોંચીને દરોડા પાડ્યા હતા.

30 થી વધુ સ્થળો પર એકસાથે સર્ચ ઓપરેશન

બલિયાની રસડા બેઠક પરથી ધારાસભ્ય ઉમાશંકર સિંહના લખનૌ, બલિયા, સોનભદ્ર, કૌશામ્બી, મિર્ઝાપુર અને પ્રયાગરાજ સહિતના 30 થી વધુ ઠેકાણાઓ પર એકસાથે કાર્યવાહી કરવામાં આવી હતી. 50 થી વધુ અધિકારીઓની ટીમ છેલ્લા 24 કલાકથી વધુ સમયથી તપાસમાં લાગેલી છે. લખનૌના વિપુલખંડ સ્થિત તેમના આવાસ પર તપાસ પૂરી થઈ ગઈ છે, પરંતુ ઓફિસ અને અન્ય લોકેશન પર હજુ સર્ચ ચાલુ છે.

Umashankar Singh IT Raid Latest News

Umashankar Singh: શા માટે પાડવામાં આવ્યા દરોડા?

ઉમાશંકર સિંહ ‘છાત્રશક્તિ કન્સ્ટ્રક્શન’ અને ‘સાઈ રામ એન્ટરપ્રાઈઝ’ ના નામે રસ્તા બાંધકામ અને ખનન (Mining) ના વ્યવસાય સાથે સંકળાયેલા છે, જેમના પર હાલમાં તપાસનો ગાળિયો કસાયો છે. અગાઉ CAG એ પોતાના રિપોર્ટમાં સોનભદ્રમાં થયેલા ગેરકાયદે ખનન દ્વારા અંદાજે 60 કરોડ રૂપિયાના મહેસૂલ નુકસાનની ગંભીર નોંધ લીધી હતી. આ મામલે પાડવામાં આવેલા દરોડા દરમિયાન સોનભદ્ર અને મિર્ઝાપુરમાં થયેલા ગેરકાયદે ખનનના મહત્વના દસ્તાવેજો હાથ લાગ્યા છે, જેમાં ઘણા મોટા બ્યુરોક્રેટ્સ અને અધિકારીઓના નામ તેમજ તેમને પહોંચાડવામાં આવેલી રકમનો સ્પષ્ટ ઉલ્લેખ હોવાની પ્રબળ ચર્ચાઓ જાગી છે, જે આગામી સમયમાં મોટા ખુલાસાઓ તરફ ઈશારો કરે છે.

ટેક્સ ચોરી અને બેનામી સંપત્તિના પુરાવા

સૂત્રોના જણાવ્યા અનુસાર, અત્યાર સુધીની તપાસમાં મોટા પાયે ટેક્સ ચોરી અને બેનામી સંપત્તિના મહત્વના પુરાવા હાથ લાગ્યા છે. IT વિભાગને આશંકા છે કે ખનન વ્યવસાયમાં અનેક અધિકારીઓની કાળી કમાણી રોકવામાં આવી છે, જેની અત્યારે ઝીણવટભરી તપાસ ચાલી રહી છે.


આ પણ વાંચો: સોનુ સૂદ અને તેમના સહયોગીઓએ 20 કરોડ રૂપિયાની કરી ટેક્સ ચોરી

આ પણ વાંચો: ટેક્સ ચોરીના આરોપો બાદ સોનુ સૂદનું પહેલું ટ્વીટ, જાણો શું કહ્યું અભિનેતાએ…

આ પણ વાંચો: મોરબી-અમદાવાદમાં GSTએ ઝડપી 22.49 કરોડની ટેક્સ ચોરી, તપાસનો ધમધમાટ શરુ