New Delhi News/ સુપ્રીમ કોર્ટે NCERT ની ધોરણ 8 ની નવી ચોપડી પર લગાવ્યો પ્રતિબંધ, પુસ્તકો જપ્ત કરવાનો આદેશ

NCERT ની ધોરણ 8 ની નવી ચોપડીમાં ‘ન્યાયતંત્રમાં ભ્રષ્ટાચાર’ નો ઉલ્લેખ કરવા બદલ સુપ્રીમ કોર્ટે (Supreme Court) 2.25 લાખ પુસ્તકો જપ્ત કરવા અને અધિકારીઓ સામે કડક કાર્યવાહીના આદેશ આપ્યા છે.

NATIONAL Top Stories India
Supreme Court Slams NCERT Over Class 8 Book

Supreme Court Slams NCERT Over Class 8 Book: દેશની સર્વોચ્ચ અદાલત (Supreme Court) અત્યારે શિક્ષણ બોર્ડ NCERT પર ભારોભાર રોષે ભરાઈ છે. નવી શિક્ષણ નીતિ (NEP) અંતર્ગત તૈયાર કરવામાં આવેલી ધોરણ 8 ની સામાજિક વિજ્ઞાનની નવી ચોપડીમાં “ન્યાયતંત્રમાં ભ્રષ્ટાચાર” (Corruption in Judiciary) નામનો એક ફકરો સામેલ કરવામાં આવ્યો હતો. આ બાબતે સુપ્રીમ કોર્ટે તેને એક ‘ગંભીર કાવતરું’ ગણાવીને NCERT સામે કડક એક્શન લીધા છે.

શું છે આખો વિવાદ?

24 ફેબ્રુઆરીએ જારી કરવામાં આવેલી ધોરણ 8 ની નવી ચોપડીમાં ‘આપણા સમાજમાં ન્યાયતંત્રની ભૂમિકા’ નામના પ્રકરણમાં જજોની અછત અને કેસોના ભારણની સાથે-સાથે ન્યાયતંત્રમાં ભ્રષ્ટાચારનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. વરિષ્ઠ વકીલ કપિલ સિબ્બલે આ બાબત કોર્ટના ધ્યાન પર લાવતા જ મુખ્ય ન્યાયાધીશ (CJI) સૂર્યકાંતે આ મામલે સ્વનિર્ધારિત (Suo Motu) સંજ્ઞાન લીધું હતું.

Supreme Court Slams NCERT Over Class 8 Book

Supreme Courtના 5 કડક આદેશો

મુખ્ય ન્યાયાધીશે આ બાબતને અત્યંત ગંભીર ગણાવતા કડક આદેશો જારી કર્યા છે, જે મુજબ નવી ચોપડીની તમામ હાર્ડ કોપી અને ડિજિટલ કોપી દરેક પ્લેટફોર્મ તેમજ શાળાઓમાંથી તુરંત હટાવી લેવા જણાવ્યું છે અને અત્યાર સુધી છપાયેલા 2.25 લાખ પુસ્તકોને જપ્ત કરવાનો આદેશ આપ્યો છે. તપાસનો ગાળિયો કસતા અદાલતે નેશનલ સિલેબી બોર્ડના સભ્યોના નામ અને મંજૂરી આપનાર બેઠકોની વિગતો પણ માંગી છે.

સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે આ વિવાદિત ચેપ્ટરનું કોઈ પણ સંસ્કરણ શાળાઓમાં ભણાવવામાં ન આવે, સાથે જ NCERT ના ડાયરેક્ટર અને શિક્ષણ વિભાગના સચિવને ‘કારણ બતાવો’ નોટિસ ફટકારીને પૂછવામાં આવ્યું છે કે તેમની સામે કોર્ટની અવમાનનાની કાર્યવાહી કેમ ન કરવી? આ મામલે કઠોર ટીપ્પણી કરતા CJI સૂર્યકાંતે જણાવ્યું કે આ કોઈ અજાણતા થયેલી ભૂલ નથી પણ સંસ્થાને બદનામ કરવાનું કાવતરું લાગે છે અને આ માટે જવાબદાર દોષિતો સામે ચોક્કસપણે કડક કાર્યવાહી (Heads must roll) કરવામાં આવશે.

Supreme Court Slams NCERT Over Class 8 Book

NCERT ની માફી અને સરકારનો પક્ષ

NCERT એ પોતાની ભૂલ સ્વીકારીને માફી માંગી છે અને જણાવ્યું છે કે આ ભૂલ અજાણતા થઈ છે. કેન્દ્ર સરકાર તરફથી સોલિસિટર જનરલ તુષાર મહેતાએ ખાતરી આપી છે કે આ ચેપ્ટર તૈયાર કરનાર અધિકારીઓ ભવિષ્યમાં કોઈ પણ સરકારી વિભાગમાં કામ નહીં કરી શકે.

કોર્ટે આ બાબતની ગંભીરતા જોતા આગામી સુનાવણી 4 અઠવાડિયા પછી રાખી છે. ત્યાં સુધી આ પુસ્તકોના વેચાણ અને વિતરણ પર સંપૂર્ણ પ્રતિબંધ રહેશે.


આ પણ વાંચો:સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો! નાડું ખેંચવું અને બ્રેસ્ટ પકડવા એ ‘રેપનો પ્રયાસ’ જ ગણાશે

આ પણ વાંચો:‘લગ્ન પહેલાં સેક્સ કેવી રીતે કરી શકાય?’ સુપ્રીમ કોર્ટે લિવ-ઇન રિલેશનશિપને ફટકાર લગાવી

આ પણ વાંચો:વિદ્યાર્થીએ શિક્ષકો અંગે મીમ્સ શેર કર્યા,સુપ્રીમ કોર્ટે પરીક્ષા માટે આપી મંજૂરી!