સચિન પીઠવા સુરેન્દ્રનગર
અઢી માસનો બાળક સ્પાઈન મસ્કુલર એટ્રોફી નામની બિમારીથી પીડાય છે
કોડીનારના આલીદર ગામનો અઢી માસનો બાળક વિવાન અશોકભાઈ વાઢેર સ્પાઈન મસ્કુલર એટ્રોફી નામની બિમારીથી પીડાઈ રહ્યો છે. માસૂમ બાળકની સારવાર માટે રૂ.16 કરોડ જેવી માતબર રકમની જરૂરિયાત છે. વિવાનના માતા-પિતાએ લોકો પાસે મદદની ગુહાર લગાવી હતી.

સારવાર માટે રૂ.16 કરોડની જરૂર અત્યાર સુધીમાં 2 કરોડ ભેગા થયા
સુરેન્દ્રનગરના અમૃતભાઈ મકવાણા, બી.કે.પરમાર, અમૃત વાણીયા, હરી સોલંકી, ડી.એન.રાઠોડ, મોહિન્દર મોર્ય, અર્જુન સોલંકી, રાકેશ સિંધવ, અલ્પેશ વાણીયા, વિશાલ ચૌહાણ સહિતે ટીમે સુરેન્દ્રનગર 80 ફૂટના રોડ સહિત જગ્યાએ ઊભા રહી લોક ફાળો એકત્રીત કર્યો હતો.
અશોકભાઈ વાઢેર બિમાર પુત્ર વિવાન અને પત્ની સાથે અમદાવાદ જઈ રહ્યા હતા ત્યારે સુરેન્દ્રનગરના શિક્ષકોની ટીમે લીંબડી રાણાદાદાના મેલડીમાંના મંદિરે વિવાનના પિતાના હાથમાં રૂ.85,000 અર્પણ કર્યાં હતા.

