આ વખતે સ્વતંત્રતા દિવસ, 15 ઓગસ્ટના પ્રસંગે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ખાસ મહેમાન તરીકે લાલ કિલ્લા પર દેશની ઓલિમ્પિક ટીમોને આમંત્રિત કરવાનો નિર્ણય કર્યો છે. ભારતીય રમતવીરોની પ્રશંસા કરતા વડાપ્રધાન મોદીએ કહ્યું કે તેમનો ઉત્સાહ, જુસ્સો અને ભાવના આજે ઉચ્ચતમ સ્તરે છે. આપને જણાવી દઈએ કે લાલ કિલ્લા પર મહેમાન તરીકે સ્વતંત્રતા દિવસની ઉજવણીમાં ભાગ લેનાર ઓલિમ્પિક ટીમના સભ્યો પણ વડાપ્રધાનના નિવાસસ્થાને જશે. અહીં વડાપ્રધાન મોદી વ્યક્તિગત રીતે તેમને મળશે અને તેમની સાથે વાત કરશે.
There is a rising spirit of self-confidence in India and we are seeing glimpses of this at #Tokyo2020, where our athletes are putting up spirited performances and making 130 crore Indians proud. pic.twitter.com/Djcyhx8eey
— Narendra Modi (@narendramodi) August 3, 2021
વડાપ્રધાને કહ્યું, ‘આ વખતે ભારતના સૌથી વધુ ખેલાડીઓ ઓલિમ્પિકમાં અત્યાર સુધી ક્વોલિફાય થયા છે.’ મહામારી કોવિડ -19 ને 100 વર્ષની સૌથી મોટી આપત્તિ ગણાવતા પ્રધાનમંત્રીએ કહ્યું કે, ‘આ તમામ સફળ ખેલાડીઓએ આટલી મોટી આફતનો સામનો કરીને આ સ્થાન પ્રાપ્ત કર્યું છે. એવી ઘણી રમતો છે જેમાં અમે પ્રથમ વખત લાયકાત મેળવી છે. માત્ર લાયક જ નહીં પણ અઘરી સ્પર્ધા પણ આપી છે.
અમારા ખેલાડીઓ દરેક રમતમાં પોતાનું શ્રેષ્ઠ પ્રદર્શન કરી રહ્યા છે: પીએમ
ખેલાડીઓના આત્મવિશ્વાસનો ઉલ્લેખ કરતા પ્રધાનમંત્રીએ કહ્યું, “આ આત્મવિશ્વાસ ત્યારે આવે છે જ્યારે યોગ્ય પ્રતિભાની ઓળખ થાય છે, તેને પ્રોત્સાહિત કરવામાં આવે છે. આ વિશ્વાસ ત્યારે આવે છે જ્યારે સિસ્ટમો બદલાય છે અને પારદર્શિતા હોય છે. અમારા ખેલાડીઓ દરેક રમતમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરી રહ્યા છે. આ ઓલિમ્પિકમાં દરેક રમતમાં ન્યૂ ઇન્ડિયાનો આત્મવિશ્વાસ દેખાય છે.
સાવધાન! / ઝેરી દારૂથી થયુ મોત તો દોષીને થશે આજીવન કેદની સજાઃ શિવરાજ સિંહ ચૌહાણ
મધુનો બફાટ / ભાજપ MLA મધુ શ્રીવાસ્તવનું વિવાદીત નિવેદન, કહ્યુ- કામ નહી કરો તો…
