પ્રહાર/ અનુરાગ ઠાકુરે રોહિંગ્યા મુદ્દે CM અરવિંદ કેજરીવાલ પર લગાવ્યા અનેક આરોપ

દિલ્હીમાં રોહિંગ્યાઓને લઈને શરૂ થયેલો વિવાદ અટકવાનું નામ નથી લઈ રહ્યો. હવે કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રી અનુરાગ ઠાકુરે આ અંગે દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલ પર પ્રહારો કર્યા છે

Top Stories India

દિલ્હીમાં રોહિંગ્યાઓને લઈને શરૂ થયેલો વિવાદ અટકવાનું નામ નથી લઈ રહ્યો. હવે કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રી અનુરાગ ઠાકુરે આ અંગે દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલ પર પ્રહારો કર્યા છે. ઠાકુરે કેજરીવાલ પર તુષ્ટિકરણનો આરોપ લગાવતા અનેક સવાલો ઉભા કર્યા છે. તેમણે પૂછ્યું કે કેજરીવાલની શું મજબૂરી છે કે કેજરીવાલ સરકાર રોહિંગ્યા ઘૂસણખોરોના વસવાટ અને બચાવવા માટે કામ કરી રહી છે.

તેમણે કહ્યું કે અરવિંદ કેજરીવાલ મુખ્યમંત્રી ઓછા અને જુઠ્ઠાણું બોલનાર વધુ છે.  અને તેમના તમામ મંત્રીઓ આ લાઇન પર કામ કરી રહ્યા છે. તેમણે કહ્યું કે કેજરીવાલ  એક્સાઇઝ મંત્રીમાંથી એસ્ક્યૂઝ મંત્રી બની ગયા છે અને હેલ્થ મિનિસ્ટર યાદશક્તિ ગુમાવી ચૂક્યા છે.

અનુરાગ ઠાકુરે રોહિંગ્યા ઘૂસણખોરો પર નિશાન સાધતા કહ્યું કે અરવિંદ કેજરીવાલની પાર્ટીના ધારાસભ્યો પણ રોહિંગ્યા ઘૂસણખોરોને મફત પાણી, વીજળી અને રાશન આપે છે. થોડા દિવસ પહેલા જ કેજરીવાલ પણ તેમને ફ્રીમાં ફ્લેટ આપવા ગયા હતા. કેજરીવાલ જી ઘૂસણખોરોને રેવડી વહેચી રહ્યા છે.

કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે વધુમાં કહ્યું કે કેજરીવાલ અને AAPની સરકાર વોટ બેંકની રાજનીતિ માટે રાષ્ટ્રીય સુરક્ષા સાથે સમાધાન કરવા તૈયાર છે, પરંતુ ભાજપ માટે રાષ્ટ્રીય સુરક્ષા વધુ મહત્વની છે. એક દસ્તાવેજ બતાવતા અનુરાગ ઠાકુરે લખ્યું કે 23/06/2021ના આ પત્રમાં દિલ્હી સરકારના અધિકારીઓએ સ્પષ્ટ લખ્યું છે કે ફક્કરવાલામાં EWS ફ્લેટ રોહિંગ્યા ઘૂસણખોરોને આપવામાં આવે.

કેન્દ્રીય મંત્રીએ વધુમાં કહ્યું કે અમારા ગૃહમંત્રીએ ગૃહના ફ્લોર પર સ્પષ્ટતા કરી છે કે આ રોહિંગ્યા ઘૂસણખોરી છે અને તેમને કોઈપણ સંજોગોમાં ભારતીય નાગરિકતા ન આપવી જોઈએ અને જ્યારે સમય આવશે ત્યારે તેમને તેમના દેશમાં પાછા મોકલી દેવામાં આવશે.

અનુરાગ ઠાકુરે પૂછ્યું કે દિલ્હી સરકારને ડિટેન્શન સેન્ટર બનાવવાનું કામ સોંપવામાં આવ્યું હતું પરંતુ તેમણે છેલ્લા 1-2 વર્ષમાં તે પણ કર્યું નથી. આખરે તેમની એવી શું મજબૂરી છે કે કેજરીવાલ જી હજુ સુધી ડિટેન્શન સેન્ટર નક્કી કરી શક્યા નથી.