Kutch News : કચ્છના અંજારમાં પાણીના ટાંકામાં ડૂબી જતા બે બાળકોના મોત નીપજ્યા હતા. બન્ને બાળકો પાણીના ખુલ્લા ટાંકામાં પડી જતા મોતને ભેટ્યા હતા. આ બનાવ અંજારની કર્મચારી કોલોનીમાં બની હતી. રહેણાંકની બાજુમાં નવા મકાનનું નિર્માણ કાર્ય ચાલી રહ્યું છે જ્યાં આ દુર્ઘટના બની હતી.
જેમાં અંદાજે 6 અને 7 વર્ષના બાળકો ટાંકામાં પડતા તેમના મોત નિપજ્યા હતા. તપાસમાં બાળકોના નામ 6 વર્ષના અંકુશ તિવારી અને 7 વર્ષના અભિનંદન તિવારી હોવાનું બહાર આવ્યું છે.
આ પણ વાંચો:અમદાવાદમાં મોડી રાતથી વરસાદી વાતાવરણ,શહેરના ઘણા વિસ્તારોમાં ભારે વરસાદ
આ પણ વાંચો:અમદાવાદમાં આપઘાત કરનાર વ્યક્તિ કેહતી હતી આના કરતા મરી જવું સારૂ, બિમારીથી કંટાળ્યા હતા
આ પણ વાંચો:અમદાવાદ શહેર પોલીસની નંબર પ્લેટ વગરના વાહન અંગે ઝુંબેશ
