Gandhinagar News/ ‘તેરા તુજકો અર્પણ’ કાર્યક્રમ અંતર્ગત ૪૩૦ મોબાઈલ સહિત રૂ.૧.૨૦ કરોડનો મુદ્દામાલ મુળ માલિકોને પરત કરાયો

Gandhinagar News : આજે ગાંધીનગર પોલીસ દ્વારા ટાઉનહોલ ખાતે ૧૦૦ મો ‘તેરા તુજકો અર્પણ’ કાર્યક્રમ ગૃહમંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં યોજવામાં આવ્યો હતો. જેમાં ૪૩૦ મોબાઈલ સહિતનો રૂ.૧.૨૦ કરોડનો મુદ્દામાલ મુળ માલિકોને પરત કરવામાં આવ્યો હતો.

Gujarat Gandhinagar Breaking News

Gandhinagar News : ગાંધીનગર(Gandhinagar) જિલ્લામાં થતી મોબાઈલ ચોરીના મહત્તમ ડિટેક્શન માટે ગાંધીનગર (Gandhinagar) પોલીસ સક્રિયપણે બારીકાઈથી તપાસ કરે છે. તેની સાથે સાથે કેન્દ્ર સરકારની વેબસાઈટ ‘સેન્ટ્રલ ઇક્વિપમેન્ટ આઈડેન્ટિટી રજીસ્ટર એટલે કે સી. ઈ. આઈ. આર (CEIR) પોર્ટલના માધ્યમથી પોલીસ દ્વારા ચોરીના મોબાઈલની શોધખોળ કરવામાં આવે છે. જે અંતર્ગત શોધી કઢાયેલા મોબાઈલ સહિતના મુદ્દામાલને તેના મૂળ માલિકને ‘તેરા તુજકો અર્પણ’ કાર્યક્રમ અંતર્ગત સુપ્રત કરવામાં આવ્યા છે.

પહેલાની વાત કરવામાં આવે તો ચોરાયેલો કે ખોવાયેલો મુદ્દામાલ મળવો ખૂબ મુશ્કેલ હતો. જો ચોરને પકડવામાં આવે તો પણ પૂરેપૂરો સામાન ક્યારેય પાછો મળી શકતો ન હતો. પણ હવે આજનો સમય બદલાયો છે, પોલીસ હાથો હાથ સ્ટેજ પર માનભેર માલિકને તેમનો માલસામાન પરત કરે છે. તે વાતનું ગર્વ હોવાનું કહી અત્યાર સુધીમાં ગાંધીનગર (Gandhinagar) જિલ્લા પોલીસ દ્વારા ૮૬૦ મોબાઈલ તથા ચોરીનો મુદ્દામાલ મળી કુલ કિંમત રૂ.૫.૬૧ કરોડનો મુદ્દામાલ માલિકોને પરત કરવામાં આવ્યા છે. આ કામગીરી બદલ મંત્રીશ્રીએ ગાંધીનગર (Gandhinagar) એસ.પી તથા સમગ્ર જિલ્લાની પોલીસને અભિનંદન પાઠવ્યા હતા.

ગાંધીનગર(Gandhinagar) ના કોઈપણ ખૂણે આ દુષણ પ્રસરે નહીં તે જોવાની જવાબદારી પણ પોલીસની છે, અને આ માટે તેમણે કટિબદ્ધતાથી કાર્ય કરવાનું છે. માત્ર ચોરી અટકાવી કે ચોરી કરેલો સામાન પાછો મેળવવો એ જ કાર્ય પોલીસનું નથી, પરંતુ કોઈપણ ગુનો ફરી બને નહીં અને નાગરિકોમાં વિશ્વાસ જાગે તે પણ આપણી જવાબદારી છે. લોક સહયોગ અને લોકોની સુરક્ષા માટે નાનામાં નાના વિષયો સાથે સુરક્ષાની દિશામાં સફળતાપૂર્વક કામગીરી કરી બદલાવ લાવવા બદલ મંત્રીશ્રીએ રાજ્યના ડી.જી.પી શ્રી વિકાસ સહાયને અભિનંદન પાઠવ્યા હતા.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીનો કડક આદેશ, ગુનેગારોને સાચવતા પોલીસકર્મીઓ દંડાશે

આ પણ વાંચો: વિધાનસભામાં પોલીસતંત્ર માટેની હર્ષ સંઘવીની જાહેરાત

આ પણ વાંચો: સુરતમાં સૈયદપુરા નજીક ગણપતિ પંડાલ પર પથ્થરમારો, પોલીસે શરૂ કર્યુ સઘન કોમ્બિંગ, હર્ષ સંઘવી ઘટનાસ્થળે પહોંચ્યા