નિવેદન/ વિધાનસભામાં પોલીસતંત્ર માટેની હર્ષ સંઘવીની જાહેરાત

હર્ષ સંઘવીએ જણાવ્યું કે, રાજ્યના તમામ પોલીસ સ્ટેશનને PSI કક્ષા થી PI કક્ષાના કરવામાં આવશે. ચાલુ વર્ષે જ 200 જેટલા પોલીસ સ્ટેશનને PSI થી PI કક્ષાએ અપગ્રેડ કરાશે.

Top Stories Gandhinagar Gujarat Breaking News
YouTube Thumbnail 8 2 વિધાનસભામાં પોલીસતંત્ર માટેની હર્ષ સંઘવીની જાહેરાત

Gandhinagar News: ગુજરાત વિધાનસભામાં હાલ બજેટ સત્ર ચાલી રહ્યું છે, ત્યારે વિવિધ પ્રશ્નોતરી પર રાજ્ય સરકારના મંત્રીઓ જવાબ આપી રહ્યા છે. ગૃહ વિભાગની બજેટ માંગણીઓ પર જવાબ આપતા ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ વિધાનસભા ગૃહમાં મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે.  તેમણે કહ્યું કે, રાજ્યના તમામ પોલીસ સ્ટેશનને PSI કક્ષા થી PI કક્ષાના કરવામાં આવશે. ચાલુ વર્ષે જ 200 જેટલા પોલીસ સ્ટેશનને PSI થી PI કક્ષાએ અપગ્રેડ કરાશે.

હાલની પરિસ્થિતિમાં તાલુકા કક્ષાના પોલીસ સ્ટેશનમાં પીએસઆઈ કક્ષાના સિનિયર અધિકારીની નિમણૂક કરવામાં આવી હતી અને તેમના પછી સર્કલ પોલીસ ઈન્સ્પેક્ટરની જવાબદારી આવી હતી. આજે ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ રાજ્યની પોલીસિંગ સિસ્ટમમાં મહત્વના ફેરફારની જાહેરાત કરતા જણાવ્યું હતું કે રાજ્યના તમામ પોલીસ સ્ટેશનોને PSI કક્ષાથી PI સ્તર સુધી અપગ્રેડ કરવામાં આવશે. તેમણે કહ્યું કે આ વર્ષે જ 200 જેટલા પોલીસ સ્ટેશનોને PSI થી PI સ્તર સુધી અપગ્રેડ કરવામાં આવશે.

તેમણે કહ્યું કે દરેક પોલીસ સ્ટેશનમાં એક આઈટી એક્સપર્ટની નિમણૂક કરવામાં આવશે. આઇટી નિષ્ણાતોની નિમણૂક માટે 650 નિષ્ણાતોની ભરતી કરવામાં આવશે. આ ઉપરાંત રાજ્યમાં જે 200 જગ્યાઓ હેડ કોન્સ્ટેબલ દ્વારા સંચાલિત હતી ત્યાં પણ PSIની નિમણૂક કરવામાં આવશે. જિલ્લાઓમાં પોલીસ દળની ફાળવણી હવે પીપીઆરના આધારે થશે.

ગુજરાતના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ આજે ફરી એકવાર લોકોને ન્યૂડ કોલથી સાવચેત રહેવા અપીલ કરી છે. હર્ષ સંઘવીએ કહ્યું કે, કોઈના ઉપર ન્યૂડ કોલ આવે તો ગભરાવવાની જરૂર નથી. ન્યૂડ કોલ જેવી ટ્રેપના કારણે આત્મહત્યા કરવા માટેના પગલાંઓ ભરાય છે પણ હવે આવી ઘટનાઓમા જરાપણ ગભરાવવાની જરૂર નથી. હર્ષ સંઘવીએ જનતાને અપીલ કરી કે, ન્યૂડ કોલ બાદ તરત જ પોલીસ ફરિયાદ કરો, અમે આવું કૃત્ય કરનારને પકડવા માટે કટિબંધ છીએ.

હર્ષ સંઘવીએ જનતાની સુરક્ષા વિશે ગૃહમાં વાત કરતા જણાવ્યું હતું કે હવેથી રાજ્યના ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાં માત્ર એક ફોનથી પોલીસ તાત્કાલિક પહોંચશે. પોલીસનો ગુના સ્થળે પહોંચવાના રિસ્પોશન ટાઈમ ઘટાડવામાં આવશે. આ સિવાય રાજ્ય સરકારની સ્પેશ્યલ એક્શન ફોર્સ SAFની રચના કરાશે. આ સિવાય રાજ્ય સરકાર નવી ફોર્સ ઉભી કરશે.

હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, આગામી સમયમાં પોલીસ ગુના સ્થળે પહોંચવાના રિસ્પોશન ટાઈમ ઘટાડવામાં આવશે. જી હા… હવે 112 ટોલ ફ્રી નંબરની સેવા શરૂ કરાશે, જેના કારણે ગુના સ્થળે કોઈ પણ વ્યક્તિ ફોન કરશે તો રાજ્યના ગ્રામ્ય વિસ્તારોમાં પોલીસ માત્ર 20 મિનિટમાં પહોંચી જશે, જ્યારે શહેરી વિસ્તારોમાં 10 મિનિટમાં પહોંચશે. એટલે કે શહેરી વિસ્તારમાં માત્ર એક ફોન કોલથી માત્ર 10 મિનિટમાં ગુના સ્થળે પોલીસ પહોંચી જશે. જ્યારે ગ્રામીણ વિસ્તારમાં ગુના સ્થળે પોલીસ 20 મિનિટમાં પહોંચી જશે.

ગુજરાતમાં નવા પોલીસ સ્ટેશનો ઊભા થયા છે, તેના માટે પણ વાહનોની ખરીદી કરવામાં આવનાર છે, જે પેટે બજેટમાં 8.83 કરોડની જોગવાઈ કરાઈ છે. રાજ્ય સરકાર નવા 1100 વાહનો ખરીદશે. રાજ્યના પોલીસ વિભાગમાં કેન્દ્ર સરકારની વાહન સ્ક્રેપિંગની નીતિને અનુસરીને સ્ક્રેપ થયેલા વાહનોની સામે નવા વાહનો ખરીદવાનું નક્કી કરવામાં આવ્યું છે, જે માટે નાણાંકીય વર્ષ 2024-25માં 24.82 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.

દેશમાં સરેરાશ ક્રાઈમ રેન્ટ 258.8 છે. ક્રાઈમ રેટમાં ગુજરાતનો રેન્ક 189.8 છે. ભૂતકાળમાં ગુજરાતના શહેરો ભાઈલોગો ના નામે ઓળખાતા હતા. તેમણે કહ્યું કે રાજ્યમા એક વર્ષમા નાસતા ફરતા 2789 આરોપી પકડાયા છે જ્યારે 20 વર્ષ કરતા વધુ સમયથી નાસતા ફરતા 78 લોકો પકડાયા છે અને 15 વર્ષથી ભાગતા 87 આરોપી જ્યારે 10 વર્ષથી ભાગતા 159 આરોપી અને 5 વર્ષથી ભાગતા 286 આરોપી પકડાયા છે. 1-2 વર્ષથી નાસતા ફરતા 800 થી વધુ આરોપી પકડાયા છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:ખેડામાં ચાલું શાળાએ શિક્ષકોએ મારી ગુલ્લી, જુઓ વીડિયો

આ પણ વાંચો:સુરતમાં મોડેલ તાન્યાના આપઘાત કેસમાં IPLના ખેલાડીનું નામ આવ્યું સામે

આ પણ વાંચો:વીડિયો બનવા પર કાકા અને કાકી કરતા હતા ગંદી કોમેન્ટ, પતિએ માર્યો માર… મહિલા ઈન્ફ્લુએન્સરે નોંધાયો કેસ

આ પણ વાંચો:ગુજરાતમાંથી રાજ્યસભામાં માટે બિનહરીફ ચૂંટાયા જેપી નડ્ડા, ભાજપે જીતી ચારેય બેઠકો