Gujrat Crime/ બોગસ બિલિંગ મામલે સ્ટેટ જીએસટી વિભાગ અને ભાવનગર પોલીસે આધાર કૌભાંડનો કર્યો પર્દાફાશ, 20 શખ્સ સામે ફરિયાદ નોંધાઈ

ભાવનગરમાંથી આધાર કૌભાંડનો પર્દાફાશ થયો છે. બોગસ બિલિંગ મામલે સ્ટેટ જીએસટી વિભાગ અને ભાવનગર પોલીસે આધાર કૌભાંડમાં મોટી કાર્યવાહી કરતા 20 શખ્સ સામે ફરિયાદ નોંધી છે, જ્યારે 141 લોકોની ધરપકડ કરવામાં આવી છે.

Top Stories Gujarat Others
YouTube Thumbnail 2024 02 21T153657.797 બોગસ બિલિંગ મામલે સ્ટેટ જીએસટી વિભાગ અને ભાવનગર પોલીસે આધાર કૌભાંડનો કર્યો પર્દાફાશ, 20 શખ્સ સામે ફરિયાદ નોંધાઈ

ભાવનગરમાંથી આધાર કૌભાંડનો પર્દાફાશ થયો છે. બોગસ બિલિંગ મામલે સ્ટેટ જીએસટી વિભાગ અને ભાવનગર પોલીસે આધાર કૌભાંડમાં મોટી કાર્યવાહી કરતા 20 શખ્સ સામે ફરિયાદ નોંધી છે, જ્યારે 141 લોકોની ધરપકડ કરવામાં આવી છે. સ્ટેટ જીએસટી વિભાગ દ્વારા આધાર 1.0 (ફેબ્રુઆરી-2023)માં અને આધાર 2.0 (ફેબ્રુઆરી-2024)માં એમ બે મોટા કૌભાંડનો ઘટસ્ફોટ થયો છે. આધાર કૌભાંડ મામલે કરવામાં આવતી તપાસમાં સામે આવ્યું કે ગેરરીતિ આચરનારાઓ દ્વારા ગરીબ અને જરૂરીયાતમંદ લોકોને નાણાંકીય પ્રલોભન આપી નજીકના આધાર કેન્દ્રમાં લઈ જવામાં આવે છે, બાદમાં આધાર કેન્દ્ર ખાતે તેમના બાયોમેટ્રિકના આધારે આધાર સાથે લિંક કરેલ મોબાઈલ નંબરો બદલી નાખવામાં આવતા હતા. આધાર કાંડમાં આ પ્રકારની ગેરરીરિત આચરી કહેવાતા લોકો આ આધારકાર્ડનો ઉપયોગ PAN અને GSTIN મેળવવા કરતા હતા. જણાવી દઈએ કે આધાર 1.0 (ફેબ્રુઆરી-2023)માં 20 શખ્સ અને આધાર 2.0 (ફેબ્રુઆરી-2024)માં 5 શખ્સની સંડોવણી હોવાનું સામે આવતા કાનૂની કાર્યવાહી હાથ ધરવામાં આવી.

 

Capture 8 બોગસ બિલિંગ મામલે સ્ટેટ જીએસટી વિભાગ અને ભાવનગર પોલીસે આધાર કૌભાંડનો કર્યો પર્દાફાશ, 20 શખ્સ સામે ફરિયાદ નોંધાઈ

Capture 1 2 બોગસ બિલિંગ મામલે સ્ટેટ જીએસટી વિભાગ અને ભાવનગર પોલીસે આધાર કૌભાંડનો કર્યો પર્દાફાશ, 20 શખ્સ સામે ફરિયાદ નોંધાઈ

આધાર કૌભાંડ ઝડપાયું

વિભાગ દ્વારા આધાર બોગસ જીએસટી નંબર કૌભાંડ મામલે તપાસ હાથ ધરવામાં આવી ત્યારે સમગ્ર દેશમાંથી આવા 13345 બોગસ GST નંબરની ઓળખ કરવામાં આવી છે. આ પ્રકારના બોગસ નંબરોમાંથી 4308 જેટલા નંબરો ગુજરાત અને 9037 દેશના અન્ય રાજ્યો ખાતે નોંધાયેલા હોવાનું સામે આવ્યું છે. આધારનું બોગસ નંબર કૌભાંડ સામે આવ્યા બાદ ગુજરાતમાં નોંધાયેલ જીએસટી નંબરો રદ કરવાની કામગીરી ચાલુ કરવામાં આવી છે. જ્યારે અન્ય રાજ્યોમાં બોગસ જીએસટી નંબર રદ કરવા સંબંધિત વિભાગને નકલી નંબરોની તમામ માહિતી પૂરી પાડવામાં આવી છે.

આરોપીઓની ધરપકડ કરાઈ

આધાર બોગસ જીએસટી નંબર કૌભાંડ મામલે અત્યાર સુધીમાં 141 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. આ મામલે પાંચ FIR નોંધવામાં આવી છે. કૌભાંડમાં સંડોવાયેલા આરોપીઓ અન્ય ગુનાહિત પ્રવૃત્તિમાં પણ સામેલ છે. આથી ભાવનગર પોલીસે લોકલ ક્રાઈમ બ્રાન્ચનો સંપર્ક કરી મુખ્ય આરોપી યુનુસુ કિટાવાલા અને અન્ય 19 લોકો વિરુદ્ધ ફરિયાદમાં GUJCTOC એક્ટ-2015ની કલમ-3(1), 3(2), 3(3), 3(4) અને 3(5)નો ઉમેરો કરી તેને લાગુ કરવા અરજી કરી હતી. જેનો 17 ફેબ્રુઆરીનો રોજ સ્વીકાર કરતા આરોપીઓ વિરુદ્ધ કાયદાકીય તપાસ કરવામાં આવશે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચોઃધમકી/ભારત-ઈંગ્લેન્ડ ટેસ્ટ પર આતંકનો પડછાયો, પન્નુએ આપી મેચ રદ્દ કરવાની ધમકી

આ પણ વાંચોઃAmerica/ભારતના ડ્રાઇવિંગ લાઇસન્સ પર અમેરિકામાં પણ વાહન ચલાવી શકો છો,જાણો નિયમ

આ પણ વાંચોઃઉમેદવારની યાદી/સમાજવાદી પાર્ટીએ લોકસભાની ત્રીજી ઉમેદવારની યાદી જાહેર કરી,શિવપાલ યાદવ આ બેઠક પર ચૂંટણી લડશે