Food/ મુસાફરી કરતા આ વાનગીઓ આરોગો અને સ્વસ્થ રહો…

આરોગ્યપ્રદ કહી શકાય તે માટે ઘરે જ બનાવેલી ડીશને વધારે મહત્વ આપણે આપીએ છીએ. પ્રવાસ કરતી વખતે નાના મોટા બધા જ સ્વાદિષ્ટ ખોરાક ખાવાનું પસંદ કરે છે. તો અહીં તમારા માટે….

Lifestyle Food Health & Fitness
YouTube Thumbnail 2024 02 21T151232.811 મુસાફરી કરતા આ વાનગીઓ આરોગો અને સ્વસ્થ રહો...

Food Recipe: મુસાફરી કરતી વખતે આપણે બહારનું ખાવાનું પસંદ કરતા હોઈએ છીએ, એ સાથે જ આપણે ઘરે બનાવેલી વાનગીઓ ખાવાનું પણ ચુકતા નથી. સ્વાસ્થ્ય માટે આરોગ્યપ્રદ કહી શકાય તે માટે ઘરે જ બનાવેલી ડીશને વધારે મહત્વ આપણે આપીએ છીએ. પ્રવાસ કરતી વખતે નાના મોટા બધા જ સ્વાદિષ્ટ ખોરાક ખાવાનું પસંદ કરે છે. તો અહીં તમારા માટે ત્રણ એવી વાનગીઓ વિશે જણાવીશું જે તમારા બાળકો અથવા તમારા પોતાના માટે પણ તે હેલ્ધી રહેશે.

Soft Gujarati Thepla Recipe + Video - Sanjana.Feasts - Gujarati Cooking

  1. થેપલાં

દૂધી, મેથી, લીલીભાજીનાં થેપલાં ઘર ઘરમાં જાણીતા છે. સામાન્ય મસાલાઓનો ઉપયોગ કરીને કેટલાય દિવસો સુધી તેને આરોગી શકાય છે. તેને અથાણાં, મરચા સાથે પણ ખાઈ શકાયછે. ઘઉં, બાજરીના લોટથી પણ થેપલાં બનાવી શકાય છે.

Baked Palak Methi Puri | Recipe

  1. પાલક મેથી પુરી

પારંપરિક રીતે પુરીઓની શેલ્ફલાઈફ ઘણી સારી હોય છે તેવું આપણે જાણીએ છીએ. પુરીઓને વિવિધ પ્રકારના લોટમાં, વિવિધ લીલીભાજીઓ સાથે પણ બનાવી શકાય છે. આ જ રીતે પાલક મેથીને બેકડ કરીને પુરી બનાવવા માટે ઘઉં કે મેદાના લોટ (આટા)માં ઉમેરવામાં આવે છે. જેથી તે સુપર હેલ્ધી બને છે. ઉપરાંત તેમાં જો થોડાક મસાલા નાખવામાં આવે તો પાલક મેથીની પુરીઓ સ્વાદિષ્ટ બને છે.

Soft Idli Recipe | How to make Batter for Soft Idli | Idli Recipe +Video » Maayeka

  1. ઈડલી

ઈડલીની શેલ્ફલાઈફ સારી હોય છે.  તેથી તેને બાળકોને શાળામાં નાસ્તામાં આપી શકાય છે તેમજ મુસાફરીમાં પણ પોતાની નાસ્તાની બેગમાં સામેલ કરી શકાય છે. તેને પેક કરવું સરળ હોય છે. તેનું પહેલાથી જ બેટર બનાવી દઈ, આથો આવે ત્યારે ઈડલીને સ્ટીમ કરી દેવું. ઈડલી ઠંડી થયા બાદ તેને તેલથી કોટ કરી દેવું અને ડબ્બામાં પેક કરી દેવી.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:પશ્ચિમ કચ્છમાં આવેલા ભુજમાં બે દિવસ CNG ગેસ વિતરણ વ્યવસ્થા બંધ રખાશે…

આ પણ વાંચો:ભરથાણા ટોલનાકા પાસેથી જંગી કિંમતનો વિદેશી દારૂ ઝડપાયો

આ પણ વાંચો:રાજ્યના 12 જિલ્લામાં બ્લડ બેન્ક જ નથી