Not Set/ સરસવના પીળા ફૂલ સામે નકામા છે હજારો રૂપિયાના ક્રીમ અને લોશન, ટૂંક સમયમાં તમે જોઈ શકશો ચમત્કાર

માત્ર સરસવનું તેલ કે ભાજી જ  નહીં, તેના ફૂલો પણ સ્વાસ્થ્ય માટે રામબાણ છે અને તે સૌંદર્યમાં સુંદરતા ઉમેરવામાં મદદ કરી શકે છે. ચાલો તમને જણાવીએ તેનો ઉપયોગ કેવી રીતે કરવો.

Health & Fitness Lifestyle
અફઘાન 13 સરસવના પીળા ફૂલ સામે નકામા છે હજારો રૂપિયાના ક્રીમ અને લોશન, ટૂંક સમયમાં તમે જોઈ શકશો ચમત્કાર

કડવું તેલ અથવા સરસવનું તેલ તેની અસર અને ગુણધર્મોને કારણે ઉત્તર ભારતમાં બહુ જ લોકપ્રિય છે. પરંતુ આપણાં ગુજરાતમાં તેનો ઉપયોગ બહુ ઓછો થાય છે. ગુજરાતી ગૃહિણી માત્ર અથાણાં બનાવવા પૂરતો જ તેનો ઉપયોગ કરે છે. જો કે  ખાવાની સાથે તેનો ઉપયોગ અનેક રોગોમાં દવા તરીકે થાય છે. શિયાળામાં શાકભાજીમાં સરસવના તેલનો ઉપયોગ કરવાની સલાહ આપવામાં આવે છે. આ સિવાય તેની ભાજી પણ શિયાળામાં ખૂબ ખાવામાં આવે છે. તેમજ તેના બીજ જેને આપણે રાઈ કહીએ છીએ તેનો ઉપયોગ પણ લગભગ દરેક ઘરમાં વઘાર માટે થાય છે.  પરંતુ શું તમે તેના ફૂલોના ગુણો વિશે જાણો છો? જો નહીં, તો ચાલો આજે તમને જણાવીએ સરસવના ફૂલના ફાયદા અને તેનાથી ત્વચામાં થતા ચમત્કારો વિશે.

સરસવના ફૂલમાં રહેલા પોષક તત્વો
સરસવના ફૂલમાં વિટામિન A, C અને K મળી આવે છે. તે પ્રોટીન, કાર્બોહાઇડ્રેટ, આયર્ન, મેગ્નેશિયમ, કેલ્શિયમ, ઝિંક, કોપર, પોટેશિયમ, સેલેનિયમ, મેંગેનીઝ, ફોલેટ અને ફાઇબરનો પણ સારો સ્ત્રોત છે. સરસવના ફૂલ એન્ટીબેક્ટેરિયલ ગુણોથી ભરપૂર હોય છે અને તે ચેપને ઓછો કરવામાં મદદ કરે છે. આ ઉપરાંત, તેના બળતરા વિરોધી ગુણધર્મો પણ બળતરા ઘટાડવામાં મદદરૂપ છે. આ સિવાય તે એન્ટિસેપ્ટિક પણ છે, જે તમને ઘણા ફાયદા આપે છે.

સરસવના ફૂલ ત્વચા માટે રામબાણ છે
સરસવના ફૂલ ત્વચા સંબંધિત સમસ્યાઓ માટે ખૂબ જ ફાયદાકારક છે. આ તમારી ત્વચાને હાઇડ્રેટ કરવામાં મદદ કરી શકે છે. તે ચહેરાની અશુદ્ધિઓને પણ દૂર કરે છે, તમારી ત્વચાને ગોરી અને ખીલ-મુક્ત બનાવે છે. મસ્ટર્ડ ફ્લાવર ફેસ પેક એક ઉત્તમ એક્સ્ફોલિયેટર તરીકે કામ કરે છે, જે ચહેરા પરથી તમામ બ્લેકહેડ્સ દૂર કરવામાં મદદ કરે છે. આટલું જ નહીં, તે ટેનિંગ ઘટાડવા, ઈન્ફેક્શન દૂર કરવા અને કરચલીઓ ઘટાડવામાં પણ ફાયદાકારક છે.

તેનો આ રીતે ઉપયોગ કરો
ચહેરા પર સરસવના ફૂલનો ઉપયોગ કરવા માટે, તમે તેનાથી સરળતાથી ફેસ પેક બનાવી શકો છો. આ માટે સૌ પ્રથમ સરસવના તાજા ફૂલ લો અને તેને સારી રીતે ધોઈ લો. હવે આ ફૂલોમાં ચણાનો લોટ અને ગુલાબજળ મિક્સ કરીને ઘટ્ટ પેસ્ટ બનાવો. હવે તેમાં એલોવેરા જેલ ઉમેરો અને તેને તમારા ચહેરા પર 10-12 મિનિટ માટે લગાવો. પછી ઠંડા પાણીથી ચહેરો સાફ કરો. અઠવાડિયામાં 2 દિવસ આવું કરવાથી તમને ચમત્કારી ફાયદા જોવા મળશે.