Not Set/ શું તમે જાણો છે? ઊંઘની ગુણવત્તા, સમય મર્યાદા, આદત અને અસરો વિશે

ઊંઘની ગુણવત્તા , તેની સમય મર્યાદા, અને તેની આદત દરેક દેશમાં અલગ હોઈ શકે છે. પરંતુ એક વાત સ્પષ્ટ છે કે દરેક દેશમાં ઘણા લોકો હજી પણ એવા છે જે પર્યાપ્ત માત્રામાં ઊંઘ નથી લઈ રહ્યા. તે તેમની ક્ષમતાથી વધારે તો કમા કરે છે, પરંતુ જરૂરૂયાત પ્રમાણે અને પર્યાપ્ત માત્રામાં ઊંઘતા નથી. 2019નાં સ્લિપ સર્વેનો […]

Health & Fitness Lifestyle
sleap.jpg2 શું તમે જાણો છે? ઊંઘની ગુણવત્તા, સમય મર્યાદા, આદત અને અસરો વિશે

ઊંઘની ગુણવત્તા , તેની સમય મર્યાદા, અને તેની આદત દરેક દેશમાં અલગ હોઈ શકે છે. પરંતુ એક વાત સ્પષ્ટ છે કે દરેક દેશમાં ઘણા લોકો હજી પણ એવા છે જે પર્યાપ્ત માત્રામાં ઊંઘ નથી લઈ રહ્યા. તે તેમની ક્ષમતાથી વધારે તો કમા કરે છે, પરંતુ જરૂરૂયાત પ્રમાણે અને પર્યાપ્ત માત્રામાં ઊંઘતા નથી. 2019નાં સ્લિપ સર્વેનો રિપોર્ટ બહાર પાડવામાં આવ્યો. જેમાં 12 દેશોના 11 હજારથી વધુ લોકોનો સર્વે કરવામાં આવ્યો હતો.આ સર્વેમાં જાણવા મળ્યુ છે કે વિશ્વભરમાં લગભગ 62% પુખ્ત વયનાં લોકોને લાગે છે કે જ્યારે તેઓ સૂતા હોય ત્યારે તેઓ સારી રીતે સૂતા નથી.આવા લોકો રાત્રે 1થી 2 કલાકની ઊંઘ ગુમાવી બેસે છે. અને પુરતી ઊંઘ ન લેવાથી શરીર અને મગજ પર ગંભીર અસર થાય છે.

sleap.jpg6 શું તમે જાણો છે? ઊંઘની ગુણવત્તા, સમય મર્યાદા, આદત અને અસરો વિશે

રોજે સાડા સાત કલાકની ઊંઘ અનિવાર્ય

કેટલાક નિષ્ણાંતોએ જણાવ્યુ છે કે સારી ઊંઘની સારી ટેવ વિકસાવવાથી આપણી શારીરિક, માનસિક અને ભાવનાત્મક સુખાકારી જાળવવામાં મદદ મળી શકે છે. ઊંઘની અછતનાં કારણે ગંભીર, લાંબા ગાળાની આરોગ્યની સમસ્યા થઈ શકે છે. પ્રતિદિન સાડા સાત કલાકથી ઓછી ઊંઘ લેવાથી પણ હ્ર્દય રોગ થવાનો ખતરો ઉભો થાય છે. ખાસ કરીને બ્લડ પ્રેસરની બિમારીવાળા લોકોને આનો ખતરો વધુ રહે છે. આ સાથે અનેક બિમારીઓ છે, જે એછી ઊંઘના કારણે થઈ શકે છે.

sleap શું તમે જાણો છે? ઊંઘની ગુણવત્તા, સમય મર્યાદા, આદત અને અસરો વિશે

એછી ઊંઘના કારણે થતી ગંભીર બિમારી

હૃદય રોગ
નબળી રોગપ્રતિકારક શક્તિ
હાઈ બ્લડ પ્રેશર
કિડની રોગ
હતાશા
ડાયાબિટીસ
મેદસ્વીપણું

વિશ્વમાં થતા અકસ્માતોમાં સૌથી મોટી જવાબદાર છે ઉંઘ

દર વર્ષે આશરે 100,000 કાર અકસ્માતોમાં સુસ્તી એ એક નોંધપાત્ર પરિબળ છે, જેમાં અંદાજે 1,500 લોકો મૃત્યુ પામે છે. ઊંઘની અછતને ઘણા સમસ્યાઓ અને અકસ્માતો સાથે જોડવામાં આવ્યુ છે. જેમ કે વિમાન અને બોટ અકસ્માત જેવી અનેક આફતોને ઊંઘની અછત સાથે સરખાવવામાં આવી છે. કહેવામાં આવે છે વાહન ચલાવતા લોકો કે વિમાન અથવા અન્ય વાહન ચલાતા વહન ચાલક જો પર્યાપ્ત માત્રામાં ઊંઘ નથી લેતો તો તેની અસર તેના કામ પર પડે છે. અને તે તેઓ એકાગ્રતા ગુમાવી બેસે છે. જેના લીધે આવા મોટા અકસ્માતો સર્જાવવાનો ભય હોય છે.

sleap.jpg8 શું તમે જાણો છે? ઊંઘની ગુણવત્તા, સમય મર્યાદા, આદત અને અસરો વિશે

ઊંઘ અને શરીર આંતરિક ઘડિયાળ

ઊંઘને વૈજ્ઞાનિક દૃષ્ટીએ જોઈએ તો મનુષ્યનું શરીર આંતરિક ઘડિયાળ તરીકે કાર્યરત 24-કલાકની પુનરાવર્તિત લયને અનુસરે છે. અને આ ઘડિયાળને બે સંકેતો દ્વારા નિયંત્રિત કરવામાં આવે છે. બાહ્ય સંકેતો જેવા કે પ્રકાશ અને અંધકાર અને આતંરીક સંકેતો જે આપણી ઊંઘની ક્ષમતાને જાળવવામાં મદદ કરે છે.

sleap.jpg1 શું તમે જાણો છે? ઊંઘની ગુણવત્તા, સમય મર્યાદા, આદત અને અસરો વિશે

ઊંઘને જાળવવા માટે આ પરિબળો મહત્વ પુર્ણ

આપણી ઊંઘને જાળવવા માટે ઘણા પરિબળો મહત્વ પુર્ણ હોય છે. જેમાં વાતવરણ પણ મહત્વનુ હય છે.જ્યાં આપણે દરરોજ ઊંઘતા હોઈે એ જગ્યા પણ આપણી ઊંઘની ગુણવત્તા અને અવધિમાં મોટી ભૂમિકા ભજવે છે. લગભગ 35% વયસ્ક લોકો દર વખત તેમના પલંગ સિવાય બીજે ક્યાંક સૂઈ જાય છે. પરંતુ જ્યારે મનુષ્યને દરરોજ એક જ જગ્યા ઊંઘવાનું ટેવ હોય, અને ત્યારે તેની જગ્યા બદલવામાં આવે તો તેને અને ઊંઘવામાં સમસ્યમાં સમસ્યા થાય છે. તે બીજી જગ્યા પર પુરતા માત્રામાં ઊંઘ લઈ શકતા નથી. કા તો દરરોજના સમય કરતા તે ખુબ જ મોડા ઊંઘતા હોય છે.

sleap.jpg7 શું તમે જાણો છે? ઊંઘની ગુણવત્તા, સમય મર્યાદા, આદત અને અસરો વિશે

કયા લોકો ઊંઘ બાબતે શું અનુભવે છે

આપને જણાવી દઈએ કે આ બાબતે ચાઇનીઝ પુખ્ત વયના લોકો સૂતા સમયે ઓછામાં ઓછા આરામ અનુભવે હોય છે, જ્યારે જાપાનીઝ પુખ્ત વયના લોકો સૌથી વધુ આરામદાયક અનુભવ કરતા હોય છે.અને ત્રણ ચતુર્થાંશ પુખ્ત વયના લોકો અનિદ્રા, સ્લીપ એપનિઆ ના કારણે એક અસ્વસ્થ્ય સ્થિતિનો અનુભવ કરે છે જે તેમની ઊંઘને વધુ અસર કરે છે. આવી સ્થિતિ યુ.એસ.ના આશરે 22 મિલિયન લોકોને અસર કરે છે

sleap.jpg3 શું તમે જાણો છે? ઊંઘની ગુણવત્તા, સમય મર્યાદા, આદત અને અસરો વિશે

નબળી ઊંઘથી થતી ઊંધી એસરો

નબળી ઉંઘથી બીજા દિવસે વધુ તણાવનો અનુભવ થાય છે. ઉંઘ પર કરવામાં આવેલ બે અધ્યયનમાં આઇટી કામદારોના નમૂનાનો ઉપયોગ કરવામાં આવ્યો. જે ઉચ્ચ આવક, વ્યાવસાયિક-સ્તરના કર્મચારીઓનું પ્રતિનિધિત્વ કરે છે. આ વ્યવસાયિક ક્ષેત્રના કામદારો ઘણા કલાકો સુધી કામ કરે છે, તે તેમના કાર્ય અને વ્યક્તિગત જીવન વચ્ચે અભેદ્ય સીમા અનુભવે છે. વધારે સમય કામ કરવું, કામના કલાકો પછી અવારનવાર ફોન કોલ્સ, કામ સાથે સંબંધિત ઇમેઇલ્સ અને વહેલી મીટિંગ્સ, જેમ કે સવારે 7 વાગે અથવા સવારે 8 વાગેની મીટિંગ્સ કામદારોની નિંદ્રામાં ખલેલ પહોંચાડે છે.

sleap.jpg4 શું તમે જાણો છે? ઊંઘની ગુણવત્તા, સમય મર્યાદા, આદત અને અસરો વિશે

આવો છે ઊંઘઅને કામદારો વચ્ચો સંબઘ

રિપોર્ટ મુજબ કામદારોની ઊંઘ અનેક રીતે નોકરીના પ્રભાવને અસર કરે છે. જેમાં કોઈ નિર્ણય લેવાના વિચારો સામેલ હોય છે. ઊંઘની ફરિયાદો વયસ્કોની વસ્તીમાં વધુ જોવા મળે છે, એ પણ ખાસ કરીને કામદારોમાં વધઉ ફરીયાદો જોવા મળે છે. આશરે 40 ટકા અમેરિકાના કામદારો અનિદ્રાના લક્ષણોની જાણ કરે છે. આ લક્ષણો મધ્યમ આયુના શ્રમિકોના રોજિંદા કામકાજમાં ખરાબ રીતે અસર કરે છે. આમ, સફળ કાર્યકારી જીવન માટે પણ ઊંઘની તંદુરસ્તી પર ધ્યાન આપવું ખુબજ મહત્વપૂર્ણ છે. આ તમામ રિપોર્ટસને ધ્યાનમાં લઈને કંપનીના માલિકોને પણ કર્મચારીઓની પુરતી ઊંઘ પર ધ્યાન આપવાની જરૂર છે. એક સ્વસ્થ્ય કર્મચારી કંપનીમાં સારી રીતે અને વધુ કામ કરી શકશે. સાથે જ તેના પુરતા પ્રમાણમાં ઊંઘ ઉત્પાદકતાને પ્રોત્સાહન આપશે. અને કંપની પણ ઓછા તણાવપૂર્ણ સ્થળ બની શકશે.

sleap.jpg5 શું તમે જાણો છે? ઊંઘની ગુણવત્તા, સમય મર્યાદા, આદત અને અસરો વિશે

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન