Not Set/ ઝેરી પ્રદુષણથી બચવા માટે આટલું કરી શકાય છે, અહીં વાંચો

એ વાતમાં કોઇ શંકા નથી કે, ભારતની રાજધાની દિલ્હીમાં પ્રદુષણમાં વધારો થઇ રહ્યો છે. પ્રદુષણમાં ઘટાડો કરવા માટે સરકાર તરફથી પ્રયાસો હાથ ધરવામાં આવ્યો છે. પરંતુ દિલ્હીની હવામાં જે ઝેર ભળી ગયું છે તે ઓછુ કરવાનો કોઇ ખાસ ઉપાય નથી. ઉલ્લેખનીય છે કે, સુપ્રિમ કોર્ટના આદેશ બાદ સીએનજી વાહનોનો ઉપયોગ વધવાથી વાતાવરણમાં પ્રદુષણનું પ્રમાણ ઓછુ […]

Health & Fitness India Lifestyle
6374410 4x3 ઝેરી પ્રદુષણથી બચવા માટે આટલું કરી શકાય છે, અહીં વાંચો

એ વાતમાં કોઇ શંકા નથી કે, ભારતની રાજધાની દિલ્હીમાં પ્રદુષણમાં વધારો થઇ રહ્યો છે. પ્રદુષણમાં ઘટાડો કરવા માટે સરકાર તરફથી પ્રયાસો હાથ ધરવામાં આવ્યો છે. પરંતુ દિલ્હીની હવામાં જે ઝેર ભળી ગયું છે તે ઓછુ કરવાનો કોઇ ખાસ ઉપાય નથી.

ઉલ્લેખનીય છે કે, સુપ્રિમ કોર્ટના આદેશ બાદ સીએનજી વાહનોનો ઉપયોગ વધવાથી વાતાવરણમાં પ્રદુષણનું પ્રમાણ ઓછુ થયું છે. જો આદર્શ રીતે જોવામાં આવે તો આ સમસ્યાનો એકમાત્ર ઉપાય એ છે કે, સાર્વજનિક વાહન વ્યવહારને સસ્તો અને સુવિધાજનક બનાવવામાં આવે, જેથી ભારતમાં ડિઝલથી ચાલતી ગાડીઓ પ્રત્યેનો લોકોનો લગાવ ઓછો કરી શકાય.  આઇઆઇટી કાનપુરના સિવિલ એન્જિનિયર મુકેશ શર્માએ એક અભ્યાસ બાદ જણાવ્યું હતું કે, હવામાં પ્રદુષણ માટેનું મુખ્ય કારણ વાહનો નહી પરંતુ તેનું મુખ્ય કારણ ધુળ છે.

રસ્તાઓ અને બિલ્ડીંગ નિર્માણ દ્વારા ઉડતી ધૂળ પ્રદુષણનું મુખ્ય કારણ છે. 10 માઇક્રોનથી નાના આકારવાળા અથવા પીએમ-10ના અલગ પડેલા ઘટક પદાર્થોની બે-તૃતિયાંશ સંખ્યા ધૂળના કારણે છે. અને પીએમ 2.5નો લગભગ 40 ટકા ભાગ તો રસ્તાઓના નિર્માણ કાર્યને કારણે છે. પીએમ-10 અને પીએમ-2.5ના સ્તરમાં વાહનોનું પ્રમાણ 9 થી 20 ટકા જ છે.

દિલ્હીના પ્રદુષણમાં મુખ્ય ફાળો ટ્રકોનો છે. જેનો ભાગ લગભગ 50 ટકા જેટલુ છે. ત્યાર બાદ ત્રણ અને બે પૈડા વાળા વાહનોનો ફાળો છે. ફોર વ્હીલ વાહનો દ્વારા પ્રદુષણમાં ફાળો માત્ર 10 ટકા છે. પરંતુ પ્રદુષણનો મુખ્ય કારણ વાહનો જ નથી ત્યારે સમ-વિષમ કે વાહનો પર રોક લગાવવાથી  હવા શુદ્વ થવાની આશા રાખવી નકામી છે. પ્રદુષણનું મુખ્ય કારણ ધૂળ છે. ત્યારે સરકારે આ ધૂળને હવામાં ભળતી અટકાવવા માટે સખત પગલા લેવા જોઇએ.