Blood Bank/ રાજ્યના 12 જિલ્લામાં બ્લડ બેન્ક જ નથી

મંગળવારે ગુજરાત વિધાનસભામાં એક પ્રશ્નના જવાબમાં , સરકારે જણાવ્યું હતું કે રાજ્યના 12 જિલ્લાઓમાં હજુ પણ સરકાર સંચાલિત બ્લડ બેંકો નથી.

Top Stories Gandhinagar Gujarat
YouTube Thumbnail 2024 02 14T143824.196 રાજ્યના 12 જિલ્લામાં બ્લડ બેન્ક જ નથી

ગાંધીનગર : મંગળવારે ગુજરાત વિધાનસભામાં એક પ્રશ્નના જવાબમાં , સરકારે જણાવ્યું હતું કે રાજ્યના 12 જિલ્લાઓમાં હજુ પણ સરકાર સંચાલિત બ્લડ બેંકો નથી. ધારાસભ્ય ગુલાબસિંહ ચૌહાણના પ્રશ્નના જવાબમાં સરકારે જણાવ્યું હતું કે, અમરેલી, આણંદ, બોટાદ, ગીર સોમનાથ, નર્મદા અને નવસારી જિલ્લાઓ માટે બ્લડ બેંક શરૂ કરવા માટે એનઓસી મેળવવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે, જ્યારે સાધનો ખરીદવાની પ્રક્રિયા ચાલુ છે. અરવલ્લી, છોટા ઉદેપુર, ડાંગ, મહિસાગર, તાપી અને દાહોમાં બ્લડ બેંકોની પ્રક્રિયા જારી છે.

રાજ્ય સરકારનું લક્ષ્ય છે કે રાજ્યના બધા જ જિલ્લામાં બ્લડ બેન્ક હોય. આના પગલે હાલમાં જે જિલ્લામાં બ્લડ બેન્ક નથી ત્યાં પણ તેને સ્થાપવાની કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે. આગામી સમયમાં રાજ્યના બધા જ જિલ્લામાં બ્લડ બેન્ક જોવા મળશે. આ માટે ઇન્ફ્રાસ્ટ્રકચર ઊભું કરવાની કાર્યવાહી ચાલી રહી છે. રાજ્યમાં બ્લડ બેન્કના મોરચે જોઈએ તો અમદાવાદ અને સુરત સૌથી આગળ છે અને તેના પછી રાજકોટ તથા સુરત આવે છે. તેનાથી વિપરીત નાના શહેરોમાં મોટાપાયા પર તેની અછત જોવા મળે છે. નાના શહેરોની સરકારી હોસ્પિટલોમાં પણ વિવિધ પ્રકારના બ્લડ ગ્રુપોની અછત જોવા મળે છે. તેના લઈને કેટલીય વખત ઓપરેશન વખતે જટિલતાએ નડે છે.


આ પણ વાંચોઃ 

આ પણ વાંચોઃ

આ પણ વાંચોઃ