Viral Video/ BJP ધારાસભ્યની કોરોનાથી બચવા સલાહ, ઠંડા પાણીમાં પીવો ગૌમૂત્ર

ઉત્તર પ્રદેશનાં બલિયા જિલ્લાનાં બેરિયાથી ભાજપનાં ધારાસભ્ય સુરેન્દ્રસિંહે એક વિચિત્ર દાવો ક્યો છે. તેમણે ઘી માં ગૌમૂત્ર અને હળદર ભેળવી નિયમિતપણે લેવાથી કોવિડ સંક્રમણ ન હોવાનો દાવો કર્યો છે.

Top Stories Trending
123 162 BJP ધારાસભ્યની કોરોનાથી બચવા સલાહ, ઠંડા પાણીમાં પીવો ગૌમૂત્ર

ઉત્તર પ્રદેશનાં બલિયા જિલ્લાનાં બેરિયાથી ભાજપનાં ધારાસભ્ય સુરેન્દ્રસિંહે એક વિચિત્ર દાવો ક્યો છે. તેમણે ઘી માં ગૌમૂત્ર અને હળદર ભેળવી નિયમિતપણે લેવાથી કોવિડ સંક્રમણ ન હોવાનો દાવો કર્યો છે. સુરેન્દ્ર સિંહનો એક વીડિયો સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવી રહ્યો છે, જેમાં તેઓ દાવો કરી રહ્યા છે કે તેઓ દરરોજ ગૌમૂત્રનું સેવન કરે છે, તેથી તેઓ કોવિડથી બચી ગયા છે.

ગોળીબાર / ન્યૂયોર્કનાં ટાઇમ્સ સ્ક્વેરમાં ફાયરિંગ, એક બાળકી સહિત 3 લોકો ઈજાગ્રસ્ત

ભારતીય જનતા પાર્ટીનાં ધારાસભ્ય, જે તેમના વિવાદાસ્પદ નિવેદનો અંગે વારંવાર ચર્ચામાં રહે છે, તે ફરી એકવાર પોતાના વિચિત્ર નિવેદનને કારણે ચર્ચામાં આવ્યા છે. કોરોના વાયરસનાં કેરની વચ્ચે ભાજપનાં ધારાસભ્ય સુરેન્દ્ર સિંહે એક વિચિત્ર દાવો કર્યો છે. તેઓ માને છે કે ગૌમૂત્રનું સેવન કરવાથી કોરોના થતો નથી. તેમણે આનો એક વીડિયો પણ બનાવ્યો છે અને લોકોને ગૌમૂત્ર પીવાની અપીલ પણ કરી છે. સોશિયલ મીડિયા પર વાયરલ થતા આ વીડિયોમાં ભાજપનાં ધારાસભ્ય સુરેન્દ્રસિંહ પોતે પણ ગૌમૂત્ર પીતા જોવા મળે છે. તેમનો દાવો છે કે તે નિયમિતરૂપે ગૌમૂત્રનું સેવન કરે છે, જેના કારણે તે કોરોનાથી બચી ગયા છે અને આજ સુધી સંપૂર્ણ સ્વસ્થ રહે છે. તેમનો દાવો છે કે ગૌમૂત્રનાં નિયમિત સેવનથી કોરોના રોગચાળાને નિયંત્રિત કરી શકાય છે. વાયરલ થયેલા વીડિયોમાં સુરેન્દ્ર સિંહે કહ્યું છે કે, ‘હું બેરીયા વિધાનસભાની સંપૂર્ણ જનતાને ફરીથી અપીલ કરવા માંગુ છું. આ પતંજલિનો ગોધન અર્ક છે. હું દરરોજ સવારે ખાલી પેટ પાંચ ઢાંકણા ઠંડા પાણીમાં ભેળવીને ગૌમૂત્ર પીવું છું. મને ખબર નથી કે તેના વૈજ્ઞાનિક તત્વો શું છે. પરંતુ આનું સેવન કર્યા પછી, હું સતત તમારી વચ્ચે 18 કલાક રહું છું અને કોવિડથી પણ બચ્યો છું. હું બતાવવા માંગું છું કે હું પણ આ પીવુ છું.’

ગરમીનો પારો! / રાજ્યમાં પડી રહી છે કાળઝાળ ગરમી, 6 શહેરોમાં પારો 42 ડિગ્રીને પાર

ભાજપ ધારાસભ્યએ પોતે જ રેકોર્ડ કરેલા આ વીડિયોમાં તે વૈજ્ઞાનિકોની પર પણ સવાલો ઉભા કરતા પણ જોવા મળે છે. તેઓ આગળ કહે છે કે મને ખાતરી છે કે માત્ર ગાયનું ગોધન અર્કનું સેવન કરી કોરોના જેવી મહામારી પર નિયંત્રણ મેળવી શકાય છે. વિજ્ઞાન ગૌમૂત્રનું સેવન સ્વીકારશે નહીં. ઘણા વૈજ્ઞાનિકો છે, પરંતુ હજી પણ વિશ્વ કોવિડનો શિકાર બની રહ્યું છે, તે બધા નિષ્ફળ ગયા છે. આવી સ્થિતિમાં, વ્યક્તિએ ભગવાનનો ભરોસો લઇને પોતાના પૂર્વજોની પરંપરા સ્વીકારવી જોઈએ. પતંજલિનાં ઉત્પાદન તરફ ધ્યાન દોરતા તેઓ કહે છે કે તમે આરામથી 10 દિવસ સુધી તેનું સેવન કરી શકો છો. જો તમારી પાસે તેટલું પણ નથી, તો પછી કોઈપણ ગાયનું ગૌમૂત્રનું સેવન કરો. હું મારો અંગત અનુભવ તમારી સામે મૂકી રહ્યો છું.’ આ વીડિયોમાં જોઈ શકાય છે કે તે પોતે ગૌમૂત્રને એક ગ્લાસ પાણીમાં રાખે છે અને તેમનો દાવો છે કે તે દરરોજ પણ પીવે છે. આ વીડિયો માત્ર સોશિયલ મીડિયા પર વાયરલ થયો નથી, પરંતુ સમાચાર એજન્સી એએનઆઈ દ્વારા પણ બહાર પાડવામાં આવ્યો છે. લોકો આ વીડિયો પર વિવિધ રીતે ટિપ્પણી પણ કરી રહ્યા છે.

sago str 7 BJP ધારાસભ્યની કોરોનાથી બચવા સલાહ, ઠંડા પાણીમાં પીવો ગૌમૂત્ર