સુરેન્દ્રનગર/ કટારીયામાં વીજળી પાડવાનો ભોગ બનનારને વનમંત્રી દ્વારા આર્થિક સહાય અને સાંત્વના અપાઈ

જિલ્લા વહીવટીતંત્ર સુરેન્દ્રનગર દ્વારા ત્વરિત કામગીરી કરવામાં આવી અને વીજળી પડવાથી અવસાન પામેલા મૃતકોના વારસદારોને વ્યક્તિદીઠ રૂ.૪ લાખની સહાયની ચુકવણી કરવામાં આવી છે. કુલ ૨૦ લાખની સહાય ચૂકવાઈ છે.

Top Stories Gujarat Others
વીજળી

સુરેન્દ્રનગરમાં વીજળી પાડવાના કારણે ત્રણ વ્યક્તિના મોત નિપજ્યાં હતા. આ મૃતકોના પરિવારને સરકારે સહાયરૂપે ચાર લાખ રૂપિયા આપવાની જાહેરાત કરી હતી જે આજે વન અને પર્યાવરણ મંત્રીએ મતૃકોના ઘરે જઈને આપ્યા હતાં તેમજ તેમના પરિવારજનોને સાંત્વના પાઠવી હતી.

વીજળી

વધુ વિગત અનુસાર વન અને પર્યાવરણ મંત્રી કિરીટસિંહ રાણાએ કટારીયા ગામે વીજળી પડવાથી જીવ ગુમાવનાર ૩ વ્યક્તિઓના પરિવારની મુલાકાત લીધી હતી. તા. ૧૭ જૂન, ૨૦૨૨ના રોજ કટારીયા ગામના હરિભાઈ છગનભાઈ બાંધણીયા, અક્ષયભાઈ હરીભાઈ બાંધણીયા, હેતલબેન કલ્પેશભાઈ મેણીયા ખેતરમાં કામ કરતા હતા ત્યારે વીજળી પડવાથી અવસાન પામ્યા હતા. વીજળી પડવાની દુર્ઘટનામાં અવસાન પામેલા વ્યક્તિઓના પરિવાર પ્રત્યે મંત્રી કિરીટસિંહ રાણાએ સંવેદના વ્યક્ત કરી હતી અને રાહત ફંડમાંથી આર્થિક સહાયનું વિતરણ કર્યું હતું.

વીજળી

ગામના વીજળી પડવાથી અવસાન પામેલા ૩ મૃતકોના વારસદારોને પ્રતિ વ્યક્તિ રૂ.૪ લાખની સહાય લેખે કુલ રૂ.૧૨ લાખની સહાય આજે ચૂકવવામાં આવી હતી. વીજળી પડવાના કારણે પરિવારજનો ગુમાવનાર પરિવારોને મદદરૂપ થવા સરકારની જોગવાઈ અંતર્ગત વહીવટી તંત્રે રાહત કામગીરીના ભાગરૂપે અવસાન પામેલ વ્યક્તિઓના વારસદારોને આર્થિક સહાય ચૂકવવાની પ્રક્રિયા શરૂ કરી હતી. જેના ભાગરૂપે ધ્રાંગધ્રા તાલુકાના મૃતકના વારસદારોને ધારાસભ્ય પરસોત્તમભાઇ સાબરિયાના હસ્તે ગઈ કાલે રૂ. ૪ લાખની સહાય ચૂકવવામાં આવી જ્યારે. જિલ્લામાં કુલ ૫ પરિવારોને રૂ.૨૦ લાખની સહાય આપવામાં આવી છે.  ઉલ્લેખનીય છે કે, કુદરતી આપત્તિઓ જેવી કે ભારે વરસાદ, પૂર, વાવાઝોડું, વાદળ ફાટવું, દુકાળ, ભૂકંપ, સુનામી, આગ તેમજ કમોસમી વરસાદ, આકાશીય વીજળીથી થતાં નુકશાન તેમજ માનવ મૃત્યુના કેસમાં સરકાર મૃત્યુ પામેલ વ્યક્તિ દીઠ રૂપિયા ૪ લાખની સહાય ચૂકવવાની જોગવાઈ છે. જે અંતર્ગત સુરેન્દ્રનગર જિલ્લામાં વહીવટી તંત્રએ ત્વરિત કામગીરી દાખવી આકાશીય વીજળી પડવાથી મૃત્યુ પામવાના કિસ્સામાં તુરંત સહાય ચૂકવી છે.

આ પણ વાંચો : સુજલામ સુફલામ જળ અભિયાન : જાણો યોજના અને પાંચ વર્ષની ઉપલબ્ધિઓ વિશે