Not Set/ બોરસદ/ સરકારી હોસ્પિટલમાં કુટુંબ નિયોજનનું ઓપરેશ કરાવ્યા બાદ મહિલાનું મોત

બોરસદની સરકારી હોસ્પિટલમાં ગતરોજ કુટુંબ નિયોજનનું ઓપરેશન કરાવ્યા બાદ બેહોશ થયેલ દેદરડાની મહિલાનું સારવાર દરમ્યાન હાલત ગંભીર જણાતા તકતાલિક 108ના માધ્યમથી કરમસદની શ્રીકૃષ્ણ હોસ્પીટલ ખસેડવામાં આવી હતી જ્યાં તબીબો ઘ્વારા મૃત જાહેર કરાયું હતું પરિવાર ઘ્વારા ઓપરેશન સમયે બોરસદના સરકારી દવાખાના ના સ્ટાફની બેદરકારી હોવાનો આક્ષેપ કર્યો છે. પ્રાપ્ત માહિતી અનુસાર દેદરડાના નવરંગપુરા વિસ્તારમાં જીતેન્દ્રભાઇ […]

Gujarat Others
pjimage 1 14 બોરસદ/ સરકારી હોસ્પિટલમાં કુટુંબ નિયોજનનું ઓપરેશ કરાવ્યા બાદ મહિલાનું મોત

બોરસદની સરકારી હોસ્પિટલમાં ગતરોજ કુટુંબ નિયોજનનું ઓપરેશન કરાવ્યા બાદ બેહોશ થયેલ દેદરડાની મહિલાનું સારવાર દરમ્યાન હાલત ગંભીર જણાતા તકતાલિક 108ના માધ્યમથી કરમસદની શ્રીકૃષ્ણ હોસ્પીટલ ખસેડવામાં આવી હતી જ્યાં તબીબો ઘ્વારા મૃત જાહેર કરાયું હતું પરિવાર ઘ્વારા ઓપરેશન સમયે બોરસદના સરકારી દવાખાના ના સ્ટાફની બેદરકારી હોવાનો આક્ષેપ કર્યો છે.

પ્રાપ્ત માહિતી અનુસાર દેદરડાના નવરંગપુરા વિસ્તારમાં જીતેન્દ્રભાઇ સોલંકી, તેમના પત્ની રંજનબેન, 3 દીકરી અને એક દીકરો રહે છે. બોરસદની સરકારી હોસ્પિટલમાં ગતરોજ કુટુંબ નિયોજન ઓપરેશનનો કેમ્પ હતો. જેથી આશાવર્કર બહેનો રંજનબેન સોલંકી (ઉ.વ.34)ને ઓપરેશન માટે લઇ ગયા હતા. જયાં રંજનબેનનું ઓપરેશન કરાયાના થોડા સમયમાં બેહોશ થઇ જતા તેઓને 108 વાન દ્વારા કરમસદ હોસ્પિટલે પહોંચાડાયા હતા.

જયાં તેઓનું સાંજના સુમારે મોત નીપજયું હોવાનું જણાતા બોરસદ પોલીસ મથકે જાણ કરાઇ હતી. જેથી પોલીસે અકસ્માતે મોતનો ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી ડોકટરો ઘ્વારા પેનલ ઓપરેશન કરાયું હતું.

મૃતક રંજનબેનના પરિવારજનોએ આક્ષેપ છે કે કુટુંબ નિયોજનના ઓપરેશનનો હાલ દરેક સરકારી દવાખાનામાં ટાર્ગેટ અપાયો છે. બીજી તરફ હાલ આરોગ્ય કર્મચારીઓની હડતાળ ચાલી રહી છે જેથી બોરસદની હોસ્પિટલમાં ઓપરેશન દરમ્યાન ડોકટર સાથેના શીખાઉ સ્ટાફની બેદરકારીના કારણે આ ઘટના સર્જાઇ છે.

આથી જવાબદારો સામે કાર્યવાહીની માંગ કરવામાં આવી હતી રંજનબેનના મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરાયુ છે 2 થી ૩ દિવસમાં આવની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે અને પીએમ રિપોર્ટના આધારે આગળની કાર્યવાહી હાથ ધરાશે તેમ જાણવા મળે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન