Not Set/ રાજ્ય સરકાર દ્વારા જાહેર કરાયો પરિપત્ર હવે કોરોના ટેસ્ટ માટે ડો.ના પ્રીસ્કીપશનની જરૂર નહીં

ખાનગી લેબોરેટરીમાં પણ સરકાર દ્વારા કોરોના ટેસ્ટ ના ભાવ ઘટાડી દેવામાં આવ્યા છે. તો અગાઉ ડો. પ્રીસ્કીપશન વિના ખાનગી લેબોરેટરીમાં કોરોના પરીક્ષણ કરવામાં આવતું નાં હતું. જેને પણ હવે સરકાર દ્વારા મંજુરીની મહોર મારી દેવામાં આવી છે. 

Top Stories Gujarat Others
ઝવેરચંદ મેઘની 4 રાજ્ય સરકાર દ્વારા જાહેર કરાયો પરિપત્ર હવે કોરોના ટેસ્ટ માટે ડો.ના પ્રીસ્કીપશનની જરૂર નહીં

ગુજરાત રાજ્યમાં કોરોના વાઇરસે કાળો કહેર મચાવ્યો છે. રાજ્યમાં ડીસેમ્બર મહિનામાં સતત 1500+ કેસ આવી રહ્યા છે. ત્યારે સરકાર દ્વારા સતત કોરોનાને નાથવા માટેના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. ત્યારે અમદાવાદ સહીત અનેક શહેરમાં ઠેર ઠેર કોરોના ટેસ્ટીંગ માટેના ડોમ બનાવવામાં આવ્યા છે. આવા ડોમ માં પણ ટેસ્ટીંગ માટે લાંબી લાઈનો  જોવા મળી રહી છે.

ત્યારે ખાનગી લેબોરેટરીમાં પણ સરકાર દ્વારા કોરોના ટેસ્ટ ના ભાવ ઘટાડી દેવામાં આવ્યા છે. તો અગાઉ ડો. પ્રીસ્કીપશન વિના ખાનગી લેબોરેટરીમાં કોરોના પરીક્ષણ કરવામાં આવતું નાં હતું. જેને પણ હવે સરકાર દ્વારા મંજુરીની મહોર મારી દેવામાં આવી છે.

હવે થી રાજ્ય સરકાર ના આદેશ અનુસાર ખાનગી લેબોરેટરીમાં કોરોના પરીક્ષણ માટે ડો. ના  પ્રીસ્કીપશનની જરૂર નહિ રહે.