Jammu Kashmir/ મતદાન કર્યા પછી આવી ઉજવણી કયારેય નહી જોઈ હોય !! પાકિસ્તાની શરણાર્થીઓએ કહ્યું- 

જમ્મુ-કાશ્મીરમાં જિલ્લા વિકાસ પરિષદની ચૂંટણીના ત્રીજા તબક્કામાં મતદાન કર્યા બાદ પાકિસ્તાનના શરણાર્થી લોકો એ  ઉજવણી કરી હતી. આ દરમિયાન એક મતદાતાએ કહ્યું કે 70 વર્ષથી વધુ સમયમાં આ પહેલીવાર છે

Top Stories India
ઝવેરચંદ મેઘની 3 મતદાન કર્યા પછી આવી ઉજવણી કયારેય નહી જોઈ હોય !! પાકિસ્તાની શરણાર્થીઓએ કહ્યું- 

જમ્મુ-કાશ્મીરમાં જિલ્લા વિકાસ પરિષદની ચૂંટણીના ત્રીજા તબક્કામાં મતદાન કર્યા બાદ પાકિસ્તાનના શરણાર્થી લોકો એ  ઉજવણી કરી હતી. આ દરમિયાન એક મતદાતાએ કહ્યું કે 70 વર્ષથી વધુ સમયમાં આ પહેલીવાર છે જ્યારે આપણે સ્થાનિક બોડીની ચૂંટણીમાં મતદાન કરી રહ્યા છીએ. અમે લોકશાહી પ્રક્રિયામાં ભાગ લઈને ખુશ છીએ.

જણાવી દઈએ કે જિલ્લા વિકાસ પરિષદની ચૂંટણીના ત્રીજા તબક્કામાં 33 બેઠકો પર મતદાન ચાલી રહ્યું છે. તેમાંથી 16 બેઠકો કાશ્મીરમાં છે અને 17 બેઠકો જમ્મુ વિભાગમાં છે. આ બેઠકો માટે 305 ઉમેદવારો મેદાનમાં છે. જેમાં 53 મહિલા ઉમેદવારો અને 252 પુરુષ ઉમેદવારો છે. આ સાથે જ લોકોમાં મતદાન અંગે ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. કાશ્મીર વિભાગમાં પણ લોકો વહેલી સવારે મત આપવા કતારોમાં ઉભા રહ્યા હતા.

રાજ્યના ચૂંટણી કમિશનર કે.કે. શર્માએ જણાવ્યું હતું કે સ્વચ્છ અને શાંતિપૂર્ણ ચૂંટણી માટે વિસ્તૃત વ્યવસ્થા કરવામાં આવી છે. 2046 મતદાન મથકો બનાવવામાં આવ્યા છે. તેમાંથી કાશ્મીરમાં 1254 મતદાન મથકો અને જમ્મુ વિભાગમાં 792 મતદાન કેન્દ્રો બનાવવામાં આવ્યા છે.

કાશ્મીર વિભાગના તમામ મતદાન મથકોને સંવેદનશીલ કેટેગરીમાં રાખવામાં આવ્યા છે. જમ્મુ વિભાગના ઘણા મતદાન મથકો પણ સંવેદનશીલ કેટેગરીમાં છે. શાંતિપૂર્ણ મતદાન માટે ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. પ્રથમ બે તબક્કાઓની જેમ મતદાનનો સમય સવારે સાતથી બે વાગ્યા સુધીનો રહેશે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…