Not Set/ રવિન્દ્ર જાડેજાની ધમાકેદાર બેટિંગ, ભારતે ઓસ્ટ્રેલિયાને આપ્યો 162 રનનો ટાર્ગેટ

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ત્રણ મેચની સિરીઝની પહેલી ટી-20 આંતરરાષ્ટ્રીય મેચ કેનબરાનાં માનુકા ઓવલ મેદાન પર રમાઇ રહી છે. ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતીને ભારતને પહેલા બેટિંગ માટે આમંત્રણ આપ્યું હતું. પહેલા બેટિંગ કરતા ભારતીય ટીમની શરૂઆત ખૂબ જ ખરાબ રહી હતી. કેએલ રાહુલની ફિફ્ટી અને રવિન્દ્ર જાડેજાની ધમાકેદાર બેટિંગનાં દમ પર ભારતે ઓસ્ટ્રેલિયાને 162 રનનો લક્ષ્યાંક આપ્યો […]

Top Stories Sports
corona 46 રવિન્દ્ર જાડેજાની ધમાકેદાર બેટિંગ, ભારતે ઓસ્ટ્રેલિયાને આપ્યો 162 રનનો ટાર્ગેટ

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ત્રણ મેચની સિરીઝની પહેલી ટી-20 આંતરરાષ્ટ્રીય મેચ કેનબરાનાં માનુકા ઓવલ મેદાન પર રમાઇ રહી છે. ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતીને ભારતને પહેલા બેટિંગ માટે આમંત્રણ આપ્યું હતું. પહેલા બેટિંગ કરતા ભારતીય ટીમની શરૂઆત ખૂબ જ ખરાબ રહી હતી. કેએલ રાહુલની ફિફ્ટી અને રવિન્દ્ર જાડેજાની ધમાકેદાર બેટિંગનાં દમ પર ભારતે ઓસ્ટ્રેલિયાને 162 રનનો લક્ષ્યાંક આપ્યો છે.

ભારતીય ટીમ તરફથી કેએલ રાહુલ 51 રને આઉટ થયો હતો અને રવિન્દ્ર જાડેજા 44 રને અણનમ રહ્યો હતો. ઓસ્ટ્રેલિયા તરફથી મોએસિસ હેનરીક્સે ત્રણ, મિશેલ સ્ટાર્કને બે અને એડમ ઝામ્પા, મિશેલ સ્વેપ્સનને એક-એક વિકેટ ઝડપી હતી. ભારતીય ટીમ કેટલાક રસપ્રદ ફેરફારો સાથે આ નવી સ્પર્ધામાં ઉતરી છે. ટી નટરાજનનો વનડે બાદ ટી-20 માં ડેબ્યુ થયો છે. અય્યર અને ચહલને આ મેચમાં તક આપવામાં આવી નથી. સંજુ સેમસનને જગ્યા આપવામાં આવી છે. આ સિવાય મોહમ્મદ શમી પાછો ફર્યો છે પરંતુ જસપ્રીત બુમરાહને અહી જગ્યા મળી નથી.

તે સાચું છે કે, યજમાન વનડે સિરીઝ 2-1 થી જીતવામાં સફળ રહી હતી, પરંતુ છેલ્લી વન-ડે માં મળેલી જીત સાથે, ટીમ વિરાટને જરૂરી આત્મવિશ્વાસ મળ્યો હતો જે, ટીમ શોધી રહી હતી. વળી ઓસ્ટ્રેલિયામાં ડેવિડ વોર્નરની ગેરહાજરીને કારણે કાંગારુ ટીમમાં પણ નબળાઇ જોવા મળી રહી છે. જે તેમની બેટિંગમાં જોવા મળી શકે છે.

વળી તાજેતરમાં જ ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ) માં રમીને, ભારતીય ખેલાડીઓએ પ્રેક્ટિસ વધુ કરી છે અને ભારત પાસે સંતુલિત ટીમ હોય છે. કોરોના રોગચાળા પહેલા ભારતે ન્યૂઝીલેન્ડને પાંચ મેચની શ્રેણીમાં પરાજિત કર્યું હતું જે કારણે તેમનું મનોબળ ખૂબ ઉંચું હશે. વોશિંગ્ટન સુંદર, દીપક ચહર અને વન-ડેમાં શાનદાર પ્રદર્શન કરનાર ટી નટરાજન બોલિંગમાં સંતુલન રાખે છે. જ્યારે કેપ્ટન વિરાટ કોહલીએ તેનો ઉપયોગ પાવરપ્લે અને મધ્ય ઓવરમાં કર્યો ત્યારે સુંદરે આઈપીએલમાં રોયલ ચેલેન્જર્સ બેંગલોર માટે શાનદાર પ્રદર્શન કર્યું છે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો