Not Set/ આજે બાબરી મસ્જિદ ધ્વંસની વર્ષી, આવો છે ચુસ્ત સિક્યુરીટી બંદોબસ્ત

ઉત્તર પ્રદેશ રાજ્યમાં આજે બાબરી મસ્જિદ ધ્વંસની વર્ષીને લઈને કડક પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. અયોધ્યા, જે રામ ભગવાનની જન્મભૂમી છે ત્યાં ઘણાં બધાં સિક્યુરીટી ઓફિસર રોડ પર તૈનાત કરી દેવામાં આવ્યા છે. 2500 જેટલાં પોલીસ ઓફિસર, આ સિવાય રેપીડ એક્શન ફોર્સ અને પેરામીલીટ્રી CRPF  ખડેપગે હાજર છે. અનીલ સિંહ જે ફૈઝાબાદ શહેરનાં સુપરીન્ટેન્ડન્ટ પોલીસ […]

Top Stories India
13 ayodhya raf 605 આજે બાબરી મસ્જિદ ધ્વંસની વર્ષી, આવો છે ચુસ્ત સિક્યુરીટી બંદોબસ્ત

ઉત્તર પ્રદેશ રાજ્યમાં આજે બાબરી મસ્જિદ ધ્વંસની વર્ષીને લઈને કડક પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. અયોધ્યા, જે રામ ભગવાનની જન્મભૂમી છે ત્યાં ઘણાં બધાં સિક્યુરીટી ઓફિસર રોડ પર તૈનાત કરી દેવામાં આવ્યા છે. 2500 જેટલાં પોલીસ ઓફિસર, આ સિવાય રેપીડ એક્શન ફોર્સ અને પેરામીલીટ્રી CRPF  ખડેપગે હાજર છે.

indiatv86ddc3 security final 1544061882 આજે બાબરી મસ્જિદ ધ્વંસની વર્ષી, આવો છે ચુસ્ત સિક્યુરીટી બંદોબસ્ત
Tight security in Ayodhya on anniversary of Babri mosque demolition

અનીલ સિંહ જે ફૈઝાબાદ શહેરનાં સુપરીન્ટેન્ડન્ટ પોલીસ છે એમણે જણાવ્યું કે, ‘ટ્વીન શહેર ફૈઝાબાદ- અયોધ્યામાં ચુસ્ત સિક્યુરીટીની ગોઠવણી કરવામાં આવી છે. સિવિલ પોલીસ, CRPF અને RAF ને શહેરનાં સંવેદનશીલ વિસ્તારમાં અને રોડ પર તૈનાત કરી દેવામાં આવ્યા છે.’

66956934 આજે બાબરી મસ્જિદ ધ્વંસની વર્ષી, આવો છે ચુસ્ત સિક્યુરીટી બંદોબસ્ત
Tight security in Ayodhya on anniversary of Babri mosque demolition

 

વધુમાં અનીલ સિંહે જણાવ્યું કે, ‘અયોધ્યામાં વાહનો, હોટેલ, ધર્મશાળાની તપાસ કરવામાં આવી છે.અમે પૂરતા તમામ સિક્યુરીટીની વ્યવસ્થા કરી દીધી છે અને અમે માત્ર એ જ પ્રોગ્રામને મંજૂરી આપી છે જે બંને સમાજ દ્વારા દર વર્ષે યોજવામાં આવે છે.’

બુલંદ શહેરમાં થયેલાં હિંસક વિરોધને ધ્યાનમાં રાખીને આગ્રા પોલીસ દ્વારા બુધવારે શાંતિ કમિટી મીટીંગ યોજવામાં આવી હતી.

આ મીટીંગમાં જીલ્લાનાં તમામ સીનીયર પોલીસ ઓફિસર, વહીવટી તંત્રનાં પ્રતિનિધિઓ પણ હાજર હતા. 6 ડિસેમ્બરે બાબરી મસ્જિદ ધ્વંસની વર્ષીનાં દિવસે કાયદો અને કાનૂન જળવાય રહે એ માટેની ચર્ચા થઇ હતી.

agra fort story 647 100217072851 આજે બાબરી મસ્જિદ ધ્વંસની વર્ષી, આવો છે ચુસ્ત સિક્યુરીટી બંદોબસ્ત
Tight security in Ayodhya on anniversary of Babri mosque demolition

આ મીટીંગ આગ્રા એસએસપી અમિત પાઠકની આગેવાની હેઠળ યોજયી હતી. તેઓએ આશા જતાવી હતી કે હિન્દુ અને મુસ્લિમ સમાજ શાંતિ જાળવી રાખે. એસએસપી અમિત પાઠકે બંને સમાજનાં ઘણાં અગ્રણીઓને કામ સોંપી સુનિશ્ચિત કરી દીધું છે કે, શહેરમાં ક્યાંય પણ હિંસા થતી જણાય તો બંને સમાજનાં નેતાઓ એકબીજાને સહકાર આપીને સમયસર હસ્તક્ષેપ કરીને હિંસાને રોકી લે.

બાબરી મસ્જિદ પર 6 ડિસેમ્બર, 1992 માં હુમલો થયો હતો અને એને તોડી પાડવામાં આવી હતી. આજે આ ઘટનાની 26 મી વર્ષી છે.