US Ambassador/ અમેરિકાના રાજદૂત ચુપચાપ પહોંચ્યા POK ,શું બાઇડન ભારત વિરુદ્ધ ષડયંત્ર રચી રહ્યા છે?

હાલ ભારત અને કેનેડાના તણાવ વચ્ચે ફરી એક જટકો આપનારા સમાચાર સામે આવ્યા છે.અમેરિકાએ ફરી એકવાર એવું પગલું ભર્યું છે જે ભારતને ભડકાવી શકે છે.

Top Stories World
Mantavyanews 2023 09 26T140532.746 અમેરિકાના રાજદૂત ચુપચાપ પહોંચ્યા POK ,શું બાઇડન ભારત વિરુદ્ધ ષડયંત્ર રચી રહ્યા છે?

હાલ ભારત અને કેનેડાના તણાવ વચ્ચે ફરી એક જટકો આપનારા સમાચાર સામે આવ્યા છે.અમેરિકાએ ફરી એકવાર એવું પગલું ભર્યું છે જે ભારતને ભડકાવી શકે છે. જી હા પાકિસ્તાનમાં અમેરિકી રાજદૂત ડેવિડ બ્લોમે ચૂપચાપ POK એટલે કે પાકિસ્તાન અધિકૃત કાશ્મીરની મુલાકાત લીધી છે. જાણકારી અનુશાર બ્લોમ ગયા વર્ષે પણ પીઓકે ગયો હતો અને ત્યારબાદ ભારતે તેનો વિરોધ કર્યો હતો.

બ્લોમે પીઓકેને આઝાદ કાશ્મીર ગણાવ્યું છે. તેમના નિવેદન બાદ ભારત અને અમેરિકા વચ્ચે થોડો તણાવ વધી શકે છે કારણ કે કેનેડાને કારણે બંને દેશો વચ્ચે પહેલાથી જ કેટલાક મતભેદો રહી ચૂક્યા છે. બ્લોમે ગિલગિટ-બાલ્ટિસ્તાનમાં યુનિવર્સિટીમાં એક છોડ પણ રોપ્યો છે. અમેરિકાની ડબલ ગેમ

બ્લોમના આ પગલા પછી સવાલો ઉઠી રહ્યા છે કે શું અમેરિકા ખતરનાક રીતે ડબલ ગેમ રમી રહ્યું છે. માહિતી અનુશાર ડોનાલ્ડ બ્લોમે સત્તાવાર રીતે ‘આઝાદ જમ્મુ અને કાશ્મીર યુનિવર્સિટી’માં પુષ્પાંજલિ અર્પણ કરી હતી. તેમજ વૃક્ષારોપણ પણ કર્યું હતું. મુઝફ્ફરાબાદની મુલાકાત દરમિયાન તેમણે પીઓકેને ‘આઝાદ જમ્મુ અને કાશ્મીર’ તરીકે ઓળખાવ્યું હતું. બ્લોમ શાંતિથી પીઓકે અને ગિલગિટ-બાલ્ટિસ્તાન પહોંચી ગયો હતો. ગિલગિટ-બાલ્ટિસ્તાનના વિપક્ષી નેતા કાઝિમ મેસુમે મુલાકાતના ઈરાદા પર સવાલ ઉઠાવ્યા ત્યાં સુધી તેમની છ દિવસની મુલાકાત ગુપ્ત રાખવામાં આવી હતી.

ગયા વર્ષે પણ બ્લોમે આવી જ રીતે POK ની મુલાકાત લીધી હતી. ભારતે અમેરિકાની આ મુલાકાત સામે વિરોધ વ્યક્ત કર્યો હતો. તે સમયે પણ, બ્લોમે આ પ્રદેશનો વારંવાર ‘આઝાદ જમ્મુ અને કાશ્મીર તરીકે ઉલ્લેખ કર્યો હતો. આ સિવાય ઈસ્લામાબાદમાં અમેરિકી રાજદૂત ડોનાલ્ડ બ્લોમે એક ટ્વિટ કરીને ભારત અને અમેરિકાના સંબંધો પર પ્રશ્નાર્થ ચિહ્ન લગાવ્યું હતું. પીઓકેની મુલાકાત લીધા પછી, બ્લોમે પીઓકેને આઝાદ કાશ્મીર તરીકે સંબોધિત કર્યું. જ્યારે કાશ્મીર ભારતનો ભાગ છે. તેમના આ ટ્વીટથી ખળભળાટ મચી ગયો હતો.

અત્યાર સુધી અમેરિકાએ કાશ્મીર પર કોઈનો પક્ષ લીધો નથી. પરંતુ હવે આ મામલે અમેરિકાના વલણને લઈને ચિંતા વધી ગઈ છે. પાકિસ્તાને જમ્મુ-કાશ્મીર મુદ્દે આંતરરાષ્ટ્રીય સમુદાયનું સમર્થન મેળવવા માટે ઘણી વખત પ્રયાસ કર્યા છે. ઘણી વખત તેણે તેને પકડવાનો પ્રયાસ પણ કર્યો હતો. દર વખતે તે પીડાય છે અને વિશ્વ સમુદાયની સામે શરમ અનુભવે છે.

આ પણ વાંચો :Canada Sri Lanka/કેનેડા બન્યું આતંકવાદીઓનું આશ્રયસ્થાન…હવે શ્રીલંકાએ પીએમ જસ્ટિન ટ્રુડો પર કર્યો હુમલો

આ પણ વાંચો :MEXICO/ મેક્સિકોમાં બે  પ્રાઇવેટ પ્લેન અથડાયા, અકસ્માતમાં તમામ મુસાફરોના મોત

આ પણ વાંચો :Viral Video/સ્ટેશન પર અચાનક 1000 લોકો કૂતરાની જેમ ભસવા લાગ્યા, કારણ જાણીને તમને વિશ્વાસ નહીં આવે