Not Set/ ચિત્રના શિક્ષકે હોમવર્ક ન કર્યા બદલ વિદ્યાર્થીને માર્યો લાફો અને થઇ ગયો લકવો..

પુણે પુણેમાં સ્કુલના એક વિદ્યાર્થીના લકવાનો એક આશ્ચર્યજનક કિસ્સો સામે આવ્યો છે.પુણેની એક ખાનગી શાળામાં ચીતના ટીચરે વિદ્યાર્થીને લેશન ન કર્યું હોવાને લીધે સજા આપી હતી. આ ટીચરે તે વિદ્યાર્થીના મોઢા પર જોરથી લાફો માર્યો હતો જેને લઈને તેને લકવા થઇ ગયો હતો. વિદ્યાર્થીના માતા-પિતાએ સોમવારે આ મામલે પોલીસ ફરિયાદ કરી હતી અને દાવો કર્યો […]

Top Stories India Trending
punishment ચિત્રના શિક્ષકે હોમવર્ક ન કર્યા બદલ વિદ્યાર્થીને માર્યો લાફો અને થઇ ગયો લકવો..

પુણે

પુણેમાં સ્કુલના એક વિદ્યાર્થીના લકવાનો એક આશ્ચર્યજનક કિસ્સો સામે આવ્યો છે.પુણેની એક ખાનગી શાળામાં ચીતના ટીચરે વિદ્યાર્થીને લેશન ન કર્યું હોવાને લીધે સજા આપી હતી.

આ ટીચરે તે વિદ્યાર્થીના મોઢા પર જોરથી લાફો માર્યો હતો જેને લઈને તેને લકવા થઇ ગયો હતો. વિદ્યાર્થીના માતા-પિતાએ સોમવારે આ મામલે પોલીસ ફરિયાદ કરી હતી અને દાવો કર્યો હતો કે તેના દીકરાને લાફાને લીધે ફેશિયલ લકવો થઇ ગયો છે.

પોલીસના જણાવ્યા પ્રમાણે આ ઘટના ૧૫થી ૨૫ ઓક્ટોમ્બરની વચ્ચેની છે. આ વિદ્યાર્થી ૬ ધોરણમાં ભણે છે. શિવાજીનગર પોલીસ સ્ટેશનમાં તેના માતા-પિતાએ ફરિયાદ નોંધાવી છે. આરોપી શિક્ષકનું નામ સંદીપ ગાડે છે.

પીડિતના પિતાએ કહ્યું હતું કે ૩ નવેમ્બરના રોજ જયારે હું સ્કુલ પર ગયો હતો ત્યારે અમે તેના ચહેરા પર વિષમતા જોઈ હતી. મારા બાળકે હોમવર્ક ન કર્યું હોવાને લીધે તેને ચિત્રના ટીચરે થપ્પડ માર્યો હતો અને ત્યારબાદ તેનો ચહેરો બેંચ પર પટકાવ્યો હતો.

વધુમાં તેમણે કહ્યું હતું કે ડોકટરનું કહેવું છે કે તેને ફેશિયલ લકવો થઇ ગયો છે. માતા-પિતાએ સ્કુલ પર આરોપ લગાવ્યો છે કે ઘણી વિનતી કરી તેમ છતાં સ્કુલવાળા ઘટના દિવસના  સીસીટીવી કેમેરામાં ફૂટેજ બતાવવાની ના પાડે છે.