Not Set/ 15 ઓગસ્ટે દિલ્હીને રક્તરંજિત કરવાની સાઝીશ કરનાર યુવકની ગાંધીનગરથી ધરપકડ

સ્વતંત્રતા દિવસના અવસર પર 15 ઓગસ્ટે રાજધાની દિલ્હીને રક્તરંજિત કરવાની સાઝિશનો ભાંડાફોડ થયો છે. જમ્મુ-કાશ્મીર પોલીસે એક કાશ્મીરી યુવકની ધરપકડ કરી કરી છે. જેની પાસેથી હથિયારોની ખેપ જપ્ત કરવામાં આવી છે. પોલીસ પૂછપરછમાં એણે આતંકવાદી સાઝિશનો ખુલાસો કર્યો છે. જમ્મુ ઝોનના આઈજીપી એસ.ડી.સિંહ જામવાલે જાણકારી આપતા જણાવ્યું કે જમ્મુના ગાંધીનગર વિસ્તારમાંથી રવિવારે રાતે એક કાશ્મીરી યુવકની […]

Top Stories India
15 ઓગસ્ટે દિલ્હીને રક્તરંજિત કરવાની સાઝીશ કરનાર યુવકની ગાંધીનગરથી ધરપકડ

સ્વતંત્રતા દિવસના અવસર પર 15 ઓગસ્ટે રાજધાની દિલ્હીને રક્તરંજિત કરવાની સાઝિશનો ભાંડાફોડ થયો છે. જમ્મુ-કાશ્મીર પોલીસે એક કાશ્મીરી યુવકની ધરપકડ કરી કરી છે. જેની પાસેથી હથિયારોની ખેપ જપ્ત કરવામાં આવી છે. પોલીસ પૂછપરછમાં એણે આતંકવાદી સાઝિશનો ખુલાસો કર્યો છે.

જમ્મુ ઝોનના આઈજીપી એસ.ડી.સિંહ જામવાલે જાણકારી આપતા જણાવ્યું કે જમ્મુના ગાંધીનગર વિસ્તારમાંથી રવિવારે રાતે એક કાશ્મીરી યુવકની ધરપકડ કરવામાં આવી હતી. એની પાસેથી આઠ ગ્રેનેડ અને 60 હજાર રૂપિયા જપ્ત કરવામાં આવ્યા છે. યુવકની ઓળખાણ પુલવામાં જિલ્લાના અવંતિપોરાના નિવાસી અરફાન વાની રૂપે કરવામાં આવી છે.

એમણે જણાવ્યું કે અરફાન દિલ્હી જવા નીકળ્યો હતો. પૂછપરછમાં એણે દિલ્હીમાં મોટી આતંકી સાઝીશનો ખુલાસો કર્યો હતો. તે જે હથિયારોને લઈને જઈ રહ્યો હતો, એ દિલ્હીમાં કોઈને સોંપવાના હતા. એમની સાઝીશ ઓગસ્ટમાં દિલ્હીમાં મોટી દુર્ઘટનાને અંજામ આપવાની હતી.

મહત્વનું છે કે સુરક્ષા દળોને મળેલી ખુફિયા જાણકારી અનુસાર લશ્કર-એ-તૈયબા, જઈશ-એ-મોહમ્મદ, હિઝબુલ મુજાહિદ્દીન 15 ઓગસ્ટના મોકા પર કાશ્મીર ખીણથી લઈને રાજધાની દિલ્હી સુધી મોટી દુર્ઘટનાને અંજામ આપી શકે છે. ધરપકડ કરાયેલા સંદિગ્ધની પુછપરછ ચાલી રહી છે.