Not Set/ બિજનોર: ગંગા નદીમાં બોટ સહિત ૨૭ લોકો ડૂબ્યા, ભારે જહેમત બાદ ૧૪નો આબાદ બચાવ

બિજનોર, ઉત્તરપ્રદેશના બિજનોર જિલ્લામાં ગંગા નદીમાં બોટ સહિત કુલ ૨૭ લોકો ડૂબ્યા હોવાની ઘટના સામે આવી છે. આ ઘટના શુક્રવારે બિજનોરના ગ્રામ દેબલગઢમાં શુક્રવાર બપોરની બતાવવામાં આવી રહી છે. પ્રાપ્ત માહિતી મુજબ, અત્યારસુધીમાં ૧૪ લોકોને બચાવી લેવામાં આવ્યા છે. આ ઘટનાની જાણ થતા જ પોલીસ અધિકારીઓની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને લોકોને સુરક્ષિત બહાર કાઢવા […]

Top Stories India
bijnor બિજનોર: ગંગા નદીમાં બોટ સહિત ૨૭ લોકો ડૂબ્યા, ભારે જહેમત બાદ ૧૪નો આબાદ બચાવ

બિજનોર,

ઉત્તરપ્રદેશના બિજનોર જિલ્લામાં ગંગા નદીમાં બોટ સહિત કુલ ૨૭ લોકો ડૂબ્યા હોવાની ઘટના સામે આવી છે. આ ઘટના શુક્રવારે બિજનોરના ગ્રામ દેબલગઢમાં શુક્રવાર બપોરની બતાવવામાં આવી રહી છે. પ્રાપ્ત માહિતી મુજબ, અત્યારસુધીમાં ૧૪ લોકોને બચાવી લેવામાં આવ્યા છે.

આ ઘટનાની જાણ થતા જ પોલીસ અધિકારીઓની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને લોકોને સુરક્ષિત બહાર કાઢવા માટે તૈયારી હાથ ધરી છે. આ દરમિયાન સ્થળ પર અન્ય ગ્રામીણ લોકો પણ જમા થઈ ગયા છે અને લાપતા થયેલા લોકોને બહાર કાઢવામાં આવી રહ્યા છે.

બીજી બાજુ ઉત્તરાખંડમાં સતત થઇ રહેલા ભારે વરસાદના કારણે કોટાવાલી નદી તૂફાન પર છે. આ કારણે શુક્રવારથી ભારે વાહનોની અવરજવર પણ બંધ કરવામાં આવી છે. આ દરમિયાન તેલનું એક ખાલી ટેન્કર પણ પાણીમાં વહી ગયું છે. આ ટેન્કરમાં ચાર લોકો સવાર હતા, જેમાંથી બે લોકોને બચાવી લેવામાં આવ્યા છે જયારે બે વ્યક્તિના ડૂબવાની આશંકા છે.

આ ઉપરાંત કોટાવાલી નદી તૂફાન પર હોવાના કારણે પ્રાથમિક સ્કૂલ કોટાવાલીને પણ ખતરો ઉભો થયો છે. સ્કૂલની બાઉન્ડ્રીવોલ સુધી નદીની પાણીના કારણે જમીનનું ધોવાણ થયું છે. અંદાજે એક મહિના પહેલા જ સ્કૂલની બાઉન્ડ્રીથી ૨૦ ફૂટ દૂર માત્ર નદી વહી રહી છે.

એક મહિનાની અંદર જ કોટાવાલી નદીના તૂફાનથી સ્કૂલના બાઉન્ડ્રીવોલ સુધી પાણી પહોચવાના કારણે આ વોલ ધરાશાયી થવાનો પણ ખતરો ઉભો થયો છે.

મહત્વનું છે કે, આ પ્રાથમિક સ્કૂલમાં ૬૨ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. આ સ્કૂલના શિક્ષક અમિત કુમારે જણાવ્યું હતું કે, આ સંબંધમાં બીઈઓના માધ્યમથી શિક્ષા અધિકારીઓને અવગત કરાવ્યા હતા. તેઓ દ્વારા વિદ્યાર્થીઓના સુરક્ષિત અધ્યન માટે જાગૃત રહેવાના દિશા નિર્દેશ મળ્યા છે.