Not Set/ ક્લિનિકલ રિસર્ચના નામે ફક્ત 15 હજારમાં ગરીબો ગુમાવી રહ્યા છે જીવ

અમદાવાદ લામ્બડા નામની ફાર્મા કંપની વિવાદમાં આવી છે. આ કંપનીમાં દવાઓનું પરિક્ષણ કરવામાં આવે છે. તેવી જ રીતે બાપુનગરમાં રહેતા એક 45 વર્ષીય આડેધ પર દવાનું પરિક્ષણ કરાયું હતું. જો કે પરિક્ષણ કર્યાના એક સપ્તાહ બાદ તેનું મોત નિપજતાં પરિવારજનોમાં શોકનો માહોલ ફેલાઇ ગયો હતો. આપને જણાવી દઇએ કે લામ્બડા નામની આ ફાર્માં કંપનીમાં સુરેશ […]

Top Stories Ahmedabad Gujarat Uncategorized
ોપસ3 ક્લિનિકલ રિસર્ચના નામે ફક્ત 15 હજારમાં ગરીબો ગુમાવી રહ્યા છે જીવ

અમદાવાદ લામ્બડા નામની ફાર્મા કંપની વિવાદમાં આવી છે. આ કંપનીમાં દવાઓનું પરિક્ષણ કરવામાં આવે છે. તેવી જ રીતે બાપુનગરમાં રહેતા એક 45 વર્ષીય આડેધ પર દવાનું પરિક્ષણ કરાયું હતું. જો કે પરિક્ષણ કર્યાના એક સપ્તાહ બાદ તેનું મોત નિપજતાં પરિવારજનોમાં શોકનો માહોલ ફેલાઇ ગયો હતો.

આપને જણાવી દઇએ કે લામ્બડા નામની આ ફાર્માં કંપનીમાં સુરેશ રાઠોડ નામના આડેઘે પોતાના શરીર પર દવાનું પરિક્ષણ કરાયું તે અંગે પરિવારજનોને કોઇ પણ પ્રકારની જાણ ન હતી. જો કે ઘરમાંથી આ બાબતનાં કાગળો મળતા સુરેશની પત્ની મધુ રાઠોડે વકિલ મારફતે લામ્બડા ફાર્મા કંપનીને લીગલ નોટીસ મોકલાવી.

ahm ક્લિનિકલ રિસર્ચના નામે ફક્ત 15 હજારમાં ગરીબો ગુમાવી રહ્યા છે જીવ

મહત્વનું છે કે સુરેશ રાઠોડનાં મોત મામલે લામ્બડા ફાર્મા કંપની હાલ કંઇ પણ બોલવા તૈયાર નથી. ત્યારે આ મામલે આગળ કયા પ્રકારની કાર્યવાહી કરાય છે તે પણ જોવુ રહ્યું. ઉલ્લેખનીય છે કે કોઇ પણ દવા, સીરપ કે ઇન્જેક્શનને બજારમાં વેચતા પહેલાં તે દવાને મનુષ્ય શરીર પર પરિક્ષણ કરાય છે. જેમાં દવાની આડઅસર ન આવે તે તમામ બાબતોને આવરી લેવાય છે, આ પરિક્ષણ માટેના કાયદાઓ જુદા જુદા બન્યા છે. જેમાં આંતરરાષ્ટ્રીય માપદંડો તેમજ નિયમોને અનુસરવું ફરજીયાત હોય છે. પણ આ પ્રકારનાં માનવ પરિક્ષણમાં કોઇ પણ વ્યક્તિ કે જેનાં પર પરિક્ષણ કરાય છે તેને શારિરીક કોઇ બિમારી ન થાય તેમજ કોઇ પણ પ્રકારની દવાની આડઅસર રહી ન જાય તે જોવાની જવાબદારી ફાર્મા કંપનીની હોય છે.

ોપસ1 ક્લિનિકલ રિસર્ચના નામે ફક્ત 15 હજારમાં ગરીબો ગુમાવી રહ્યા છે જીવ

અમદાવાદમાં ફાર્મા કંપની દ્વારા વ્યક્તિ પર પરિક્ષણનાં કારણે 47 વર્ષીય સુરેશ રાઠોડ નામનાં આધેડની મોત થઇ હોવાનો આક્ષેપ પરિવારજનોએ કર્યો છે. ડિપ્રેશનની દવાનું પરિક્ષણ કરાયાનાં સાત દિવસ બાદ અચાનક આધેડનું મોત થયુ હતુ, ત્યારે પરિવારજનોને પણ દવાનાં પરિક્ષણ કરાયા હોવાની જાણ આધેડના મૃત્યુનાં એક મહિનાં પછી ખબર પડી હતી. કઇ રીતે ફાર્મા કંપનીનું પરિક્ષણ એક ગરીબની મોતનું કારણ બની.

ફાર્મા કંપનીઓમાં માનવ પરિક્ષણ એ અત્યંત મહત્વની હોય છે, કોઇ પણ દવા, સીરપ કે ઇન્જેક્શનને બજારમાં વેચતા પહેલાં તે દવાને મનુષ્ય શરીર પર પરિક્ષણ કરાય છે, જેમાં દવાની આડઅસર ન આવે તે તમામ બાબતોને આવરી લેવાય છે, આ પરિક્ષણ માટેના કાયદાઓ જુદા જુદા બન્યા છે, જેમાં આંતરરાષ્ટ્રીય માપદંડો તેમજ નિયમોને અનુસરવુ ફરજીયાત હોય છે. પણ આ પ્રકારનાં માનવ પરિક્ષણમાં કોઇ પણ વ્યક્તિ જેનાં પર પરિક્ષણ કરાય છે તેને શારિરીક કોઇ બિમારી ન થાય તેમજ કોઇ પણ પ્રકારની દવાની આડઅસર રહી ન જાય તે જોવાની જવાબદારી ફાર્મા કંપનીની હોય છે.. સુરેશ રાઠોડનાં મોત મામલે ફાર્મા કંપની હાલમા કઇ પણ બોલવા તૈયાર નથી ત્યારે આ મામલે આગળ કયા પ્રકારની કાર્યવાહી કરાય છે તે પણ જોવુ રહ્યું…

ોપસ2 ક્લિનિકલ રિસર્ચના નામે ફક્ત 15 હજારમાં ગરીબો ગુમાવી રહ્યા છે જીવ

ફાર્મા કંપનીઓ ગરીબ, મજૂર અને બેરોજગાર લોકોને રૂપિયાની લાલચ આપીને મેડિકલ ટેસ્ટ કરાવતી હોય છે, અને ટેસ્ટ પહેલા એક ફોર્મ પણ ભરાવતી હોય છે, તેમજ એજન્ટો પણ રોકતી હોય છે, સિક્યુરીટી ગાર્ડ તરીકે ફરજ બજાવતા સુરેશ રાઠોડની મોત પાછળ પરિવારજનો ફાર્મા કંપનીને જવાબદાર ગણીને આવનાર દિવસોમાં પોલીસ ફરિયાદ કરવાની પણ તૈયારી દર્શાવી રહ્યાં છે.

જુઓ સમગ્ર અહેવાલ મંતવ્ય ન્યૂઝ પર……

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.