Not Set/ રાજ્યનાં 23 જિલ્લા – 121 તાલુકામાં વરસાદ, વાપી તાલુકામાં સૌથી વધુ વરસાદ

ગુજરાત અને ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને મુંબઈમાં પડી રહેલા ધોધમાર વરસાદના કારણે સર્વત્ર પાણી જ પાણી જોવા મળી રહ્યું છે. ગુજરાતનાં તમામ 23 જીલ્લાનાં 121 તાલુકામાં વરસાદની પધરામણી નોંધવામા આવી રહી છે. અત્ર તત્ર સર્વત્ર વરસાદનાં પગલે રાજ્ય આખાનાં ખેડૂતો ગેલમાં આવી ગયા છે. તો સાથે સાથે સારા વરસાદનાં પગલે સામાન્ય નાગરીકોના જીવમાં પણ […]

Top Stories Ahmedabad Rajkot Gujarat Surat Vadodara Others
delhi rains 5 રાજ્યનાં 23 જિલ્લા - 121 તાલુકામાં વરસાદ, વાપી તાલુકામાં સૌથી વધુ વરસાદ

ગુજરાત અને ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને મુંબઈમાં પડી રહેલા ધોધમાર વરસાદના કારણે સર્વત્ર પાણી જ પાણી જોવા મળી રહ્યું છે. ગુજરાતનાં તમામ 23 જીલ્લાનાં 121 તાલુકામાં વરસાદની પધરામણી નોંધવામા આવી રહી છે. અત્ર તત્ર સર્વત્ર વરસાદનાં પગલે રાજ્ય આખાનાં ખેડૂતો ગેલમાં આવી ગયા છે. તો સાથે સાથે સારા વરસાદનાં પગલે સામાન્ય નાગરીકોના જીવમાં પણ જીવ આવી ગયો હોવાનું જોવામા આવી રહ્યું છે.

દક્ષિણ ગુજરાત અને ઉપરવાસમાં સારા વરસાદના પગલે નર્મદા ડેમની જળ સપાટીમાં પણ અવિરત વધારો થઇ રહ્યો છે. સરદાર સરોવર નર્મદા ડેમની સપાટી 1199.85 મીટર પર પહોંચી છે. તો રાજ્યનાં અનેક ડેમોમાં નવા નીરની આવકે જીવન સંચાર કર્યો છે. રાજ્ય સરકાર, સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરો દ્રારા સતત વરસાદ પર નજર રાખી રહ્યું છે. રાજ્ય સરકાર દ્રારા રાજ્યભરમાં ઇમરજન્સી માટે NDRFની ટીમો તૈયાર રાખવામાં આવી છે.

જુઓ સમગ્ર અહેવાલ મંતવ્ય ન્યૂઝ પર……

રાજ્યભરમાં વરસાદી માહોલ જામ્યો છે. ત્યારે વાત સૌરાષ્ટનાં તમામ જીલ્લા સહિત મધ્ય ગુજરાત તેમજ દક્ષિણ ગુજરાતનાં વલસાડ, છોટાઉદેપુર, નવસારી, સુરત, અને નર્મદા જીલ્લામાં સારો વરસાદ પડ્યો હતો.

રાજ્ય સરકારની સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સિસ્ટમ દ્રારા જણાવવામા આવી રહ્યું છે કે રાજ્યમાં 121 તાલુકામાં સારો વરસાદ નોંધવામા આવ્યો છે ત્યારે સૌથી વધુ વરસાદ વલસાડના વાપીમાં નોંધવામા આવ્યો છે. વાપીમાં ભારે અને અવિરત વરસાદને કારણે કુમાર શાળા સહિત ઠેરઠેર વરસાદી પાણી ભરાઇ ગયા છે.

જુઓ સમગ્ર અહેવાલ મંતવ્ય ન્યૂઝ પર……

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.