અમદાવાદ/ દાણીલીમડામાં 5 વર્ષના બાળકની હત્યા, કારણ જાણીને તમે પણ રહી જશો દંગ

દાણીલીમડામાં રહેતા એક મહિલાએ બાળકને દત્તક લીધું હતું, જે બાદ મહિલાની દીકરી અને જમાઈ વચ્ચે આ બાબતને લઈને અવાર-નવાર ઝગડા થતાં હતા.

Ahmedabad Gujarat
બાળકની હત્યા
  • અમદાવાદમાં બાળકની હત્યાનો ભેદ ખુલ્યો
  • દાણીલીમડામાં 5 વર્ષના બાળકની કરાઈ હતી હત્યા
  • પતિ પત્નીના ઝઘડાનો ભોગ બન્યો બાળક
  • સાસુએ દત્તક લીધેલ 5 વર્ષના બાળક કરી હતી હત્યા

અમદાવાદમાં કોરોના કેસની સાથે સાથે હત્યાના બનાવમાં પણ વધારો થઈ રહ્યો છે. શહેરમાં સામાન્ય બાબતે લોકોની હત્યા કરવામાં આવી રહી છે. ત્યારે આવામાં વધુ એક હત્યાની ચકચાર મચાવતી ઘટના સામે આવી છે. જેમાં 5 વર્ષના બાળકની હત્યા કરવામાં આવી છે. શહેરના દાણીલીમડામાં ઘર જમાઈએ દત્તક લીધેલા બાળકની હત્યા કરી નાંખી છે. હત્યા કરી બાળકને કેનાલમાં ફેંક્યુ હતું. દાણીલીમડા પોલીસે આરોપીની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

આ પણ વાંચો : શાહીબાગ આર્મી કેન્ટોનમેન્ટમાં આપઘાત, જવાને માથામાં ગોળી મારી કર્યું મોતને વ્હાલું

આપને જણાવી દઈએ કે, શહેરના દાણીલીમડામાં રહેતા એક મહિલાએ બાળકને દત્તક લીધું હતું, જે બાદ મહિલાની દીકરી અને જમાઈ વચ્ચે આ બાબતને લઈને અવાર-નવાર ઝગડા થતાં હતા. ઝગડાથી કંટાળીને જમાઈ 5 વર્ષના બાળકનું પહેલા અપહરણ કર્યું અને બાદમાં તેની હત્યા કરીને લાશને કેનાલમાં ફેંકી દીધી હતી. બાળકની લાશ માલીવાત પોલીસ આ માંમળે તપાસ હાથ ધરી જમાઈને ધરપકડ કરી હતી.

આપને જણાવી દઈએ કે, આ પહેલા પણ અમદાવાદમાં હત્યાનો ચકચાર મચાવતા કિસ્સો સામે આવ્યો હતો. ધંધુકામાં મંગળવારની રાત્રે કિશન ભરવાડ નામના યુવકની ગોળી મારી હત્યા કરી દેવાઈ હતી. આ હત્યા કેસમાં પોલીસે બે શંકાસ્પદ આરોપીઓની ધરપકડ કરી છે. આ વાતની જાણકારી રાજ્યના ગૃહ મંત્રી હર્ષ સંઘવીએ આપી છે અને સાથે જ તેમણે મૃતકના પરિવારને ઝડપી ન્યાયની ખાતરી આપી છે.

આ સમગ્ર મામલે રાજ્યના ગૃહ મંત્રી હર્ષ સંઘવીએ ટ્વિટ કરી જણાવ્યું હતું કે, ‘અમદાવાદના ધંધુકા ખાતેના કિશન ભરવાડના કેસ અંતરર્ગત બે શંકાસ્પદ આરોપીઓને પોલીસે ઝડપી લીધા છે. હું તેમના પરિવારને ખાતરી આપું છું કે, તેમને ઝડપથી ન્યાય મળશે, જેના માટે ગુજરાત પોલીસ સતત કાર્યરત છે.’

આ પણ વાંચો :  યુએસ-કેનેડા બોર્ડર પર જીવ ગુમાવનાર ગુજરાતી પરિવારના મૃતદેહ ભારત પરત નહીં લાવી શકાય!

આ પણ વાંચો : સમસ્ત અગરિયા સમુદાય દ્વારા મુખ્યમંત્રી,ભાજપ પ્રદેશ પ્રમુખને રજુઆત કરાઈ

આ પણ વાંચો :I-Createના ઇલેકટ્રીક વ્હીકલ સેન્ટર ઓફ એક્સલન્સનું મુખ્યમંત્રીએ ઉદ્દઘાટન કર્યુ

આ પણ વાંચો :પાટડી નગરપાલિકા દ્વારા રૂ. 35 લાખના ખર્ચે બનેલી ટાંકી અને સમ્પનું લોકાર્પણ કરવામાં આવ્યું