Sabarmati-Congress/ સાબરમતીને કેમિકલ ફ્રી બનાવવાના આદેશને ઘોળીને પી ગઈ એએમસીઃ કોંગ્રેસ

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (એએમસી) પાસે હાઇકોર્ટે 15 સપ્ટેમ્બર સુધીમાં સાબરમતીને કેમિકલ ફ્રી બનાવવા માટે ઝીરો ડિસ્ચાર્જ પોલિસી બનાવવાની માંગ કરી છે, તેનાથી વિપરીત એએમસી પોતે જ સાબરમતીને પ્રદૂષિત કરી રહ્યું છે તેનો જીવતો જાગતો પુરાવો આ વિડીયો છે

Top Stories Ahmedabad Gujarat
Sabarmati Congress સાબરમતીને કેમિકલ ફ્રી બનાવવાના આદેશને ઘોળીને પી ગઈ એએમસીઃ કોંગ્રેસ

અમદાવાદઃ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (એએમસી) પાસે Sabarmati-Congress હાઇકોર્ટે 15 સપ્ટેમ્બર સુધીમાં સાબરમતીને કેમિકલ ફ્રી બનાવવા માટે ઝીરો ડિસ્ચાર્જ પોલિસી બનાવવાની માંગ કરી છે, તેનાથી વિપરીત એએમસી પોતે જ સાબરમતીને પ્રદૂષિત કરી રહ્યું છે તેનો જીવતો જાગતો પુરાવો આ વિડીયો છે, એવો આક્ષેપ અમદાવાદમાં વિપક્ષના નેતા કોંગ્રેસના આગેવાન શેહઝાદખાન પઠાણે કર્યો છે.

હવે આ વિડીયો જોઇને હાઇકોર્ટ પણ સમજી જશે કે પ્રદૂષણ નિયંત્રણના Sabarmati-Congress ધારાધોરણોને કેમ કંપનીઓ ઘોળીને પી જાય છે. આ વિડીયો પુરાવો છે કે તેની તંત્ર સાથે કેવી મિલીબગત છે. એએમસીનું વહીવટીતંત્ર જ સાબરમતીને પ્રદૂષિત કરતું હોય તો પછી બીજા લોકોની વાત જ ક્યાં કરવી. હવે આ તંત્ર પછી બીજાને ગંદકી માટે દંડ કરવા જાય તો વાત ક્યાંથી ગળે ઉતરે.

એક તરફ હાઈકોર્ટ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને 15 સપ્ટેમ્બર સુધીમાં Sabarmati-Congress ઝીરો ડિસ્ચાર્જ પોલિસી બનાવવાની માંગ કરી રહી છે અને બીજી તરફ AMC પ્રશાસન જ સાબરમતી નદીને પ્રદૂષિત કરી રહ્યું છે તેવો આજના વીડિયોમાં જોવા મળી રહ્યું છે. આ કેમિકલયુક્ત પાણીનું આઉટલેટ છે જે નદીમાં ભળી રહ્યું છે. ફેક્ટરીના ગેરકાયદે કનેક્શનને સીલ કરવાનો દાવો તદ્દન ખોટો છે, તમે ખરાબ કેમિકલયુક્ત પાણી સાબરમતી નદીમાં જતું જોઈ શકો છો. હવે હાઇકોર્ટને પણ કેવી રીતે વિશ્વાસ આવે કે આ તંત્ર સાબરમતીને કેમિકલ ફ્રી કરશે અથવા તો સાબરમતીમાં કેમિકલવાળુ પાણી ટ્રીટમેન્ટ કરીને છોડશે.

 

આ પણ વાંચોઃ United World Wrestling/ ભારતને મોટો ફટકો, યુનાઈટેડ વર્લ્ડ રેસલિંગે રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયાનું સભ્યપદ કર્યું રદ

આ પણ વાંચોઃ નવો ટાર્ગેટ સૂર્ય જીતવાનો/ ચંદ્ર બાદ હવે ISRO ની નજર સૂર્ય પર, લોન્ચ થશે મિશન આદિત્ય-L1, જાણો સંપૂર્ણ વિગતો

આ પણ વાંચોઃ Himachal Landslide/ હિમાચલ પ્રદેશમાં જંગી ભૂસ્ખલનથી અનેક મકાન ધરાશાયી

આ પણ વાંચોઃ Parliament 2024 Election/ લોકસભા ચૂંટણી 2024: ભરૂચમાં અહેમદ પટેલની પુત્રી માટે માર્ગ મોકળો, ચૈતર વસાવાના નિવેદનની મનસુખે ઝાટકણી

આ પણ વાંચોઃ Bharuch-Gas Leak/ કેમિકલ ફેક્ટરીમાં મોટો અકસ્માત, ઝેરી ગેસ લીક થવાથી 28 લોકો હોસ્પિટલમાં દાખલ