Kutch News/ નલ સે જલ યોજનાથી રાપરનું બેલા ગામ વંચિત, પીવાના પાણી માટે વલખાં

કચ્છના રાપરના બેલા ગામમાં પીવાના પાણી (Water)ની સમસ્યા, શિવગઢ સપ્લાય લાઇનમાંથી પાણીની ચોરીના આક્ષેપ, ગ્રામજનો તાત્કાલિક સહાયની માંગ કરી રહ્યા છે.

Gujarat Others Trending
Water

Bela Village Water Shortage : કચ્છના રાપર તાલુકાના બેલા ગામે નલ સે જલ યોજના હોવા છતાં ગ્રામજનો આજે પણ પીવાના પાણી (Water) ની ગંભીર સમસ્યાનો સામનો કરી રહ્યા છે. પાણી ન મળતા ગામના લોકો ભારે મુશ્કેલીમાં મુકાયા છે.

શિવગઢ સંપની લાઈનમાંથી પાણી (Water) ચોરીનો આક્ષેપ

ગ્રામજનો દ્વારા કરવામાં આવેલા આક્ષેપ મુજબ, શિવગઢ પાણી ના સંપથી પસાર થતી પાણીની લાઈનમાં ગેરકાયદેસર રીતે પાણી ચોરી કરવામાં આવી રહી છે. આ લાઈનમાંમાંથી પાણી ચોરી કરીને ઉદ્યોગોમાં વાપરવામાં આવતું હોવાના ગંભીર આક્ષેપો પણ સામે આવ્યા છે. જેના કારણે બેલા ગામ સુધી પૂરતું પાણી પહોંચતું નથી.

અગાઉ પણ ગ્રામ પંચાયત તેમજ પાણી પુરવઠા વિભાગ દ્વારા ગેરકાયદેસર પાણી કનેક્શનો કાપવામાં આવ્યા હતા. છતાં, ફરીથી પાણી ચોરી શરૂ થતા ગ્રામજનોમાં ભારે રોષ ફેલાયો છે. ગામલોકોનું કહેવું છે કે, જો સમયસર કાર્યવાહી ન કરવામાં આવે તો પીવાના પાણીની સમસ્યા વધુ વિકટ બની શકે છે.

Water

પુરવઠા વિભાગ સામે માંગ

ગ્રામજનોએ તાત્કાલિક અસરથી પાણી (Water) ચોરી બંધ કરાવવા અને દોષિતો સામે કડક કાયદેસર કાર્યવાહી કરવાની માંગ કરી છે. સાથે જ પુરવઠા શાખાના અધિકારીઓ યોગ્ય દેખરેખ રાખે અને નલ સે જલ યોજનાનો લાભ સાચા અર્થમાં ગ્રામજનો સુધી પહોંચે તેવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી છે. હવે જોવું રહ્યું કે તંત્ર આ ગંભીર મુદ્દે ક્યારે અને કેવા પગલાં ભરે છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: મહિસાગરના નલ સે જલ કૌભાંડમાં 12 મુખ્ય આરોપીમાંથી એકની ધરપકડ

આ પણ વાંચો: મહીસાગર જિલ્લાના અનેક ગામોમાં ‘નલ સે જલ’ ફક્ત કાગળ પર: કોંગ્રેસ

આ પણ વાંચો: દાહોદના ગરબાડામાં પાણીની ગંભીર સમસ્યા: નલ સે જલ યોજના નિષ્ફળ ! મહિલાઓ તળાવમાં ઉતરીને પાણી ભરે છે