Mumbai News : મુંબઈ(Mumbai) ના વર્લી આદર્શ નગરમાં ગઈકાલે એક દર્દનાક ઘટના બની હતી. જેમાં એક 19 વર્ષીય યુવક ગ્રાઇન્ડર મશીનમાં ફસાઈ જવાથી મૃત્યુ પામ્યો હતો. મૃતક યુવક સૂરજ(Sooraj) નારાયણ યાદવ ઝારખંડ(Jharkhand)નો રહેવાસી હતો અને મુંબઈ(Mumbai)માં એક ચાઈનીઝ ફૂડ સ્ટોલ પર કામ કરતો હતો. ઘટના એ સમયે બની જ્યારે સૂરજ મંચુરિયન અને ચાઈનીઝ ભેલ માટે કાચો માલ ગ્રાઇન્ડરમાં પીસી રહ્યો હતો. આ દરમિયાન તેનો શર્ટ ગ્રાઇન્ડરમાં ફસાઈ જતાં તે પોતે પણ મશીનમાં ખેંચાઈ ગયો હતો. આ ઘટનાનો સીસીટીવી ફૂટેજ સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે જે દર્શાવે છે કે કેવી રીતે સૂરજ મશીનમાં ફસાઈ ગયો હતો.
ઘટનાની જાણ થતાં જ પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને સૂરજને મશીનમાંથી બહાર કાઢીને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો. જ્યાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો હતો.
પોલીસે આ મામલે ફૂડ સ્ટોલના માલિક સચિન કોઠેકર સામે ગુનો નોંધ્યો છે. પોલીસનું કહેવું છે કે, સૂરજને ગ્રાઇન્ડર મશીન ચલાવવાનો કોઈ અનુભવ નહોતો અને તેને આ કામ સોંપવું એ માલિકની બેદરકારી હતી. આ ઘટનાએ સમગ્ર વિસ્તારમાં શોકનું મોજું ફેલાવ્યું છે.
આ પણ વાંચો: મધ્યપ્રદેશના ભોપાલની દર્દનાક ઘટના, નિવૃત્ત ડીજીપીના પુત્રની આત્મહત્યા
આ પણ વાંચો: ગાઝિયાબાદમાં બનેલી દર્દનાક ઘટનામાં 18 લોકોનાં મોત, CM યોગીએ માંગ્યો રિપોર્ટ
આ પણ વાંચો: દેહરાદૂનમાં દર્દનાક અકસ્માત, ટ્રક ચાલકે બે બાઈક સવારને ટક્કર મારી,CCTVમાં કેદ ઘટના
