Lifestyle/ ચોમાસામાં ડાયાબિટીસના દર્દીઓની મુશ્કેલીઓ વધી શકે છે, બ્લડ શુગરને કંટ્રોલ કરવા માટે રાખો સાવધાની

ચોમાસાની ઋતુ ડાયાબિટીસના રોગીઓ માટે વિશેષ કરીને પડકારજનક હોઇ શકે છે. એટલા જ માટે શુગરના દર્દીઓએ ચોમાસામાં સાવધાનીપૂર્વક વર્તવાની જરૂર છે.

Lifestyle Tips & Tricks Food Health & Fitness Trending

વરસાદની ઋતુ મોટાભાગના લોકોને પસંદ હોય છે, પરંતુ આ ઋતુમાં માંદા પડવાનો ખતરો પણ સૌથી વધુ હોય છે. થોડી બેદરકારી તમારા સ્વાસ્થ્યને ભારે પડી શકે છે. આવામાં ડાયાબિટીસના દર્દીઓએ ચોમાસામાં વિશેષ ધ્યાન આપવું રહ્યું.

ચોમાસાની ઋતુ ડાયાબિટીસના રોગીઓ માટે વિશેષ કરીને પડકારજનક હોઇ શકે છે. એટલા જ માટે શુગરના દર્દીઓએ ચોમાસામાં સાવધાનીપૂર્વક વર્તવાની જરૂર છે. ચોમાસામાં મોસમી અને વાયરલ સંક્રમણોના ખતરા ઉપરાંત રોજિંદી દિનચર્યા પણ પ્રભાવિત થાય છે. આ ઋતુમાં કેટલીયે વખત સવાર-સાંજ ચાલવા જવું, સાફ-સફાઇ હોય કે અન્ય કામ પર પણ એની અસર થાય છે. આ ઋતુમાં ડાયાબિટીસના દર્દીએ ઘરમાં જ ઍકટિવ રહેવું જરૂરી છે. ભોજનમાં સ્વાસ્થ્યવર્ધક ચીજવસ્તુઓ સામેલ કરો અને પોતાના ગ્લુકોઝ રીડિંગ બાબતમાં અપડેટ રહો.

નિષ્ણાંતોના  મતે  ‘ ચોમાસાની ઋતુ દરમિયાન ફ્લૂ તથા પાણીજન્ય બિમારીઓનું જોખમ વધી જાય છે, જે મધુપ્રમેહથી પીડિત લોકો માટે ઘણીબધી મુશ્કેલીઓ ઊભી કરી શકે છે. નબળી રોગપ્રતિકારક શક્તિને કારણે જરૂરી પગલા લેવા અને બ્લડ શુગરને નિયંત્રણમાં રાખવા પર ધ્યાન આપવું મહત્વપૂર્ણ બની જાય છે. આવા લોકોએ ઍક્ટિવ લાઇફસ્ટાઇલ  જીવવી જોઇએ. પોતાના ખોરાકમાં પોષણસંબંધિત આવશ્યકતાઓનું ધ્યાન રાખવું જોઇએ.

ચોમાસામાં ડાયાબિટીસ કેવી રીતે રાખશો નિયંત્રણમાં?

રોગપ્રતિકારક શક્તિ વધારનારો ખોરાક લો-  ચોમાસા દરમિયાન સ્ટ્રીટ ફૂડ લોકોને ગમે છે, પરંતુ આ ખોરાક ખરાબ હોવાનો ખતરો ઘણો વધી જાય છે. આવામાં ડાયાબિટીસના દર્દીઓ માટે સંક્રમણને રોકવું મુશ્કેલ થઇ શકે છે. ખોરાકમાં ઘરની બનેલી ચીજવસ્તુઓ, ઍન્ટીઓક્સિડન્ટથી ભરપૂર વસ્તુઓ, પાકેલી શાકભાજી વગેરે લેવી જોઇએ. ફળ તથા શાકભાજીને સારી રીતે ધોઇને ખાવા.

પગની વિશેષ સંભાળ રાખવી- મધુપ્રમેહના દર્દીઓએ આ સમયે પોતાના પગની વિશેષ કાળજી રાખવી જોઇએ. પગ ભીના થવાથી ફંગલ ઇન્ફેક્શનનો ખતરો વધી શકે છે. આ ઋતુમાં ઈજાગ્રસ્ત થવાથી બચવું. પગને સૂકા રાખો. ભીના મોજા ન પહેરો. પગના નખ સાફ અને કાપેલા રાખવા. ઉઘાડા પગે ચાલવાથી બચવું. આરામદાયક પગરખા જ પસંદ કરો.

નિયમિતરૂપે બ્લડ શુગરની તપાસ કરાવો- ચોમાસામાં નિયમિતરૂપે પોતાના બ્લડ શુગરની તપાસ કરાવતા રહો. ખોરાક, વ્યાયામ અથવા તણાવના સ્તરમાં ગ્લુકોઝ લૅવલ પ્રભાવિત કરી શકે છે.  આ ઋતુમાં ભેજ અને તાપમાનનો ફેરફાર પણ ઇન્સ્યુલિન સંવેદનશીલતાને પ્રભાવિત કરી શકે છે. જેનાથી બ્લડ શુગર ઓછું અથવા વધારે થઇ શકે છે. એટલા માટે સમયાંતરે બ્લડ શુગરની તપાસ કરાવતા રહેવુ.

ઘરમાં કોઇ ને કોઇ વ્યાયામ કરો

આ ઋતુમાં પણ પોતાની ફિટનેસ દિનચર્યાને ઓછી ન થવા દેવી, ભલે ને તમારે ઘરની અંદર જ વ્યાયામ કેમ ન કરવો પડે! વરસાદ ના હોય તો બહાર ચાલવા જાઓ. ઘરની અંદર પણ તમે લૉ ઇન્ટૅન્સિટિવાળી ઍક્સરસાઇસ કરી શકો છો. જેમ કે 30 મિનિટની નાની કસરત અથવા ઘરની અંદર જ દરરોજ સવારે ચાલી લો, આનાથી બ્લડ શુગર જળવાઇ રહેશે.

હાઇડ્રેટેડ રહો- ભેજવાળી ઋતુમાં ડિહાઇડ્રેશનની સમસ્યા વધી જાય છે. જેનાથી ગ્લુકોઝનું લૅવલ પણ પ્રભાવિત થઇ શકે છે. એટલા માટે યાદ કરીને ખૂબ પાણી પીતા રહો, ભલે ને તમને તરસ ના લાગી હોય! હર્બલ ટી અને ઇન્ફ્યુસ્ડ પાણી પણ હાઇડ્રેશનમાં સહાયતા કરી શકે છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:‘યે રિશ્તા…’ ફેમ હિના ખાન 11 વર્ષના અફેર બાદ હિન્દુ છોકરાને પરણી, એક્ટ્રેસ બ્રેસ્ટ કેન્સર સામે જંગ જીતી હતી

આ પણ વાંચો:ટીવી સ્ટાર હિના ખાન બ્રેસ્ટ કેન્સરથી પીડિત, અભિનેત્રીએ કહ્યું- હું ત્રીજા સ્ટેજ પર છું, સારવાર ચાલી રહી છે.

આ પણ વાંચો:યે રિશ્તા ક્યા કહેલાતા હૈ ફેમ હિના ખાન ગંભીર બીમારીથી પીડિત, ચાહકો ચિંતિત થયા કહી આ વાત