Not Set/ #BeatingRetreat : વિજય ચોક પર ત્રણેય સેનાના જવાનોએ રજૂ કર્યા પોતાના પરફોર્મન્સ

નવી દિલ્હી, ૨૬ મી જાન્યુઆરી, પ્રજાસત્તાક દિવસ બાદ મંગળવારે રાજધાની દિલ્હીના વિજય ચોક પર “બીટિંગ ધ રિટ્રીટ”નું આયોજન કરવામાં આવી રહ્યું છે. રાયસીના હિલ્સ પર આયોજિત કરાઈ રહેલી આ બીટિંગ ધ રિટ્રીટમાં ભારતીય સેનાની ત્રણેય પાંખ (આર્મી, એરફોર્સ અને નેવી)ના બેન્ડ એક સાથે પોતાનો પરચમ લહેરાવી રહ્યા છે. Delhi: PM Narendra Modi and Vice President […]

Top Stories India Trending

નવી દિલ્હી,

૨૬ મી જાન્યુઆરી, પ્રજાસત્તાક દિવસ બાદ મંગળવારે રાજધાની દિલ્હીના વિજય ચોક પર “બીટિંગ ધ રિટ્રીટ”નું આયોજન કરવામાં આવી રહ્યું છે. રાયસીના હિલ્સ પર આયોજિત કરાઈ રહેલી આ બીટિંગ ધ રિટ્રીટમાં ભારતીય સેનાની ત્રણેય પાંખ (આર્મી, એરફોર્સ અને નેવી)ના બેન્ડ એક સાથે પોતાનો પરચમ લહેરાવી રહ્યા છે.

દેશના ૭૦મ ગણતંત્ર દિવસન સમાપન સમારોહ માટે આયોજિત કરાઈ રહેલા આ અવસર પર રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, ઉપ-રાષ્ટ્રપતિ વૈંકૈયા નાયડુ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી, પૂર્વ પ્રધાનમંત્રી ડો. મનમોહન સિંહ, ત્રણેય સેનાઓના પ્રમુખ, કેબિનેટ મંત્રી સહિતના અનેક મહાનુભાવો હાજર રહ્યા છે.

વિજય ચોક પર આયોજિત “બીટિંગ ધ રિટ્રીટ”ની વાત કરવામાં આવે તો, આ વખતે ભારતીય આર્મી, એરફોર્સ, નેવી, રાજ્યોની પોલીસ અને સેન્ટ્રલ આર્મ પોલીસ ફોર્સના જવાનોના મ્યુઝિક બેન્ડ દ્વારા ૨૭ મ્યુઝિક રજૂ કરવામાં આવ્યા છે.

“બીટિંગ ધ રિટ્રીટ”માં રજુ કરાઈ રહેલા કુલ ૨૭માંથી મ્યુઝિક ભારતીય સિંગરો દ્વારા કમ્પોઝ કરાયું છે. આ મ્યુઝિકમાં ઇન્ડિયન સ્ટાર, પહેરો કી રાની, કુમાઉની ગીત, જય જન્મભૂમિ, સતપુરાની રાણી, મારૂની, વિજય, સોલ્જર-માય વેલેન્ટાઇન, ભુપાલ, વિજય ભારત, આકાશ ગંગા, ગંગોત્રી, નમસ્તે ભારત, સમુદ્રીકા, જય ભારત, યંગ ઇન્ડિયા, વીરતા કી મિસાલ, અમર સેનાની અને ભૂમિપુત્ર છે.

જયારે અન્ય ૮ ટ્યુનમાં ફેનફેર બાય બગ્લર્સ, સાઉન્ડ બેરિયર, એમ્બાલઝોન, ટ્વીલાઇટ, એલર્ટ (પોસ્ટ હોર્ન ગેલોપ), સ્પેસ ફ્લાઇટ, ડ્રમર્સ કોલ અને થયું હતું.