Delhi News: ભારત અને ફ્રાન્સ વચ્ચેના વ્યૂહાત્મક સંબંધોએ હવે એક નવી અને ઐતિહાસિક ઊંચાઈ (India France partnership)પ્રાપ્ત કરી છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોન વચ્ચે થયેલી ઉચ્ચસ્તરીય બેઠક બાદ બંને દેશોએ પોતાના સંબંધોને “વિશેષ વૈશ્વિક વ્યૂહાત્મક ભાગીદારી” તરીકે સત્તાવાર રીતે જાહેર કર્યા છે.
આ મુલાકાત દરમિયાન કુલ 20 મહત્વપૂર્ણ કરારો પર હસ્તાક્ષર કરવામાં આવ્યા, જે સંરક્ષણ, એરોસ્પેસ, ઉભરતી ટેકનોલોજી, સ્વચ્છ ઊર્જા, આરોગ્ય અને નવીનતા જેવા ક્ષેત્રોને આવરી લે છે.
એવરેસ્ટ ઊંચાઈએ ઉડતું હેલિકોપ્ટર હવે ભારત-ફ્રાન્સ(India France partnership)સંયુક્ત રીતે
આ મુલાકાતની સૌથી મોટી જાહેરાત એ હતી કે ભારત અને ફ્રાન્સ સંયુક્ત (India France partnership)રીતે એરબસ H-125 હેલિકોપ્ટરનું ઉત્પાદન ભારતમાં કરશે. આ હેલિકોપ્ટર ખાસ એટલા માટે મહત્વપૂર્ણ છે કારણ કે તે માઉન્ટ એવરેસ્ટની ઊંચાઈએ પણ ઉડાન ભરવા સક્ષમ છે જે દુનિયામાં અત્યારે એકમાત્ર ક્ષમતા ધરાવતું હેલિકોપ્ટર માનવામાં આવે છે.
કર્ણાટકમાં ટાટા ગ્રુપ અને એરબસના સંયુક્ત સાહસ દ્વારા સ્થાપિત એસેમ્બલી લાઇનનું વર્ચ્યુઅલ ઉદ્ઘાટન બંને નેતાઓએ કર્યું હતું. આ હેલિકોપ્ટરો માત્ર ભારત માટે નહીં પરંતુ વૈશ્વિક બજાર માટે પણ અહીંથી નિકાસ કરવામાં આવશે.

હિમાલય ક્ષેત્રમાં સુરક્ષા અને દેખરેખમાં મોટો ફાયદો
H-125 હેલિકોપ્ટર ભારત માટે વ્યૂહાત્મક રીતે અત્યંત મહત્વપૂર્ણ સાબિત થશે. તે ભારતને સમગ્ર હિમાલય ક્ષેત્રમાં: સરહદી દેખરેખ, સૈનિક પરિવહન, આપત્તિ વ્યવસ્થાપન અને બચાવ કામગીરી વધુ અસરકારક રીતે હાથ ધરવામાં મદદ કરશે. આ પ્રસંગે સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ અને ફ્રાન્સના સમકક્ષ કેથરીન વૌત્રિન પણ હાજર રહ્યા હતા.
હેમર મિસાઇલ ઉત્પાદનથી આત્મનિર્ભરતા
સંરક્ષણ ક્ષેત્રમાં એક વધુ મહત્વપૂર્ણ પગલું રૂપે, ભારતની ભારત ઇલેક્ટ્રોનિક્સ લિમિટેડ (BEL) અને ફ્રાન્સની સેફ્રોન વચ્ચે ભારતમાં હેમર મિસાઇલના ઉત્પાદન માટે સમજૂતી કરવામાં આવી છે.
આ પ્રોજેક્ટમાં આશરે 1000 કરોડ રૂપિયાનું રોકાણ થવાનું છે અને તેનાથી મોટા પાયે રોજગારીનું સર્જન થશે.

વૈશ્વિક સ્થિરતાની મજબૂત ધરી
વડા પ્રધાન મોદીએ કહ્યું હતું કે, “આજના અશાંત વૈશ્વિક સમયમાં ભારત-ફ્રાન્સ સહયોગ (India France partnership)વૈશ્વિક સ્થિરતાની મજબૂત ધરી બની રહ્યો છે.” તેમણે ઉમેર્યું હતું કે ભારત અને ફ્રાન્સ (India France partnership)વિશ્વસનીય ટેકનોલોજી વિકસાવી રહ્યા છે અને બંને દેશોની ભાગીદારી “સમુદ્ર કરતાં ઊંડી અને પર્વતો કરતાં ઊંચી” છે.
નવીનતા, ઊર્જા અને આરોગ્ય ક્ષેત્રમાં સહયોગ
આ મુલાકાત દરમિયાન: ઉભરતી ટેકનોલોજીમાં 3 કરારો, આરોગ્ય ક્ષેત્રમાં 3 કરારો, ભારત-ફ્રાન્સ ઇનોવેશન (India France partnership)વર્ષની શરૂઆત અને સ્વચ્છ ઊર્જા અને ઇન્ડો-પેસિફિક દરિયાઈ સહકાર પર પણ સહમતિ વ્યક્ત કરવામાં આવી.
આ કરારો ભારતને ઉચ્ચ તકનીકી ઉત્પાદનનું વૈશ્વિક કેન્દ્ર બનાવવાની દિશામાં મહત્વપૂર્ણ સાબિત થશે.
વિકસિત ભારત તરફ એક મજબૂત પગલું
ભારત-ફ્રાન્સ (India France partnership)વચ્ચેનો આ સહયોગ માત્ર દ્વિપક્ષીય સંબંધો પૂરતો સીમિત નથી, પરંતુ તે ભારતને વૈશ્વિક મંચ પર એક જવાબદાર, વિશ્વસનીય અને ટેકનોલોજીકલી સશક્ત દેશ તરીકે સ્થાપિત કરવાની દિશામાં મહત્વપૂર્ણ છે.
2047ના વિકસિત ભારતના સપનાને સાકાર કરવા માટે આ ભાગીદારી એક મજબૂત પાયો પુરો પાડે છે.
આ પણ વાંચો:PM Modi આજે અર્થશાસ્ત્રીઓ સાથે મુલાકાત કરશે. કયા મુદ્દાઓ પર ચર્ચા થશે?
આ પણ વાંચો:ખડગે પર PM Modiનો કટાક્ષ, “લોકોને શું ખબર, દીવો પ્રગટાવવા માટે આપણે કેટલા તોફાનો પાર કર્યા છે”
આ પણ વાંચો:ચીનને દબાવવા માટે અમેરિકાને ભારતની મદદની જરૂર, શું પાકિસ્તાન ફરી ‘ટોઇલેટ પેપર’ બનશે?
