Vadodara News/ વડોદરા SSG હોસ્પિટલમાંથી ફરાર થયેલો દુષ્કર્મનો આરોપી 11 કલાકમાં ઝડપાયો, ક્રાઇમ બ્રાન્ચે છાણી કેનાલ પાસેથી દબોચ્યો

Rape Accused Arrested: SSG હોસ્પિટલમાંથી ફિલ્મી અંદાજમાં ફરાર થયેલો દુષ્કર્મનો આરોપી 11 કલાકમાં ક્રાઇમ બ્રાન્ચના હાથે ઝડપાયો.

Top Stories Gujarat Vadodara Breaking News
Rape Accused Arrested: વડોદરામાં ફિલ્મી સ્ટાઈલમાં ફરાર થયેલો પોક્સો કેસનો આરોપી આખરે ઝડપાયો

Vadodara News: વડોદરાની સરકારી SSG હોસ્પિટલમાંથી પોલીસને ધક્કો મારીને ફિલ્મી અંદાજમાં ફરાર થયેલો દુષ્કર્મ અને પોક્સો કેસનો આરોપી આખરે 11 કલાકની અંદર પોલીસના હાથે ઝડપાઈ (Rape Accused Arrested) ગયો છે. રાવપુરા પોલીસની સતત શોધખોળ અને ત્યારબાદ ક્રાઇમ બ્રાન્ચની ચોકસાઈભરી કાર્યવાહીના પરિણામે આરોપીને છાણી કેનાલ વિસ્તાર પાસેથી ઝડપી પાડવામાં આવ્યો હતો.

મળતી માહિતી અનુસાર, દુષ્કર્મ અને પોક્સો કેસમાં સેન્ટ્રલ જેલમાં બંધ ગોવિંદ રમેશભાઈ મહોણીયાને ચામડી સંબંધિત તકલીફ હોવાથી 6 ઓગસ્ટના રોજ પોલીસ જાપ્તા હેઠળ સારવાર માટે SSG હોસ્પિટલના વોર્ડ નંબર-5માં લાવવામાં આવ્યો હતો.

બપોરે આશરે 11:45 વાગ્યે હોસ્પિટલની કેન્ટીન નજીક તેને બીજું ઈન્જેક્શન આપવા માટે પોલીસ દ્વારા હાથકડી ખોલવામાં આવી હતી. આ દરમિયાન આરોપીએ તકનો લાભ લઈ ફરજ પર રહેલા પોલીસકર્મીને ધક્કો મારી ત્યાંથી દોડી છૂટ્યો હતો. ઘટનાને કારણે હોસ્પિટલ અને પોલીસ તંત્રમાં દોડધામ મચી ગઈ હતી.

આરોપી હોસ્પિટલ નજીક આવેલી એક નિર્માણાધીન બિલ્ડિંગમાં છુપાયો હોવાની આશંકાને આધારે રાવપુરા પોલીસે સમગ્ર વિસ્તારને ઘેરી લીધો હતો. ડ્રોન કેમેરાની મદદથી બિલ્ડિંગની તપાસ હાથ ધરાઈ હતી અને માઇક દ્વારા આરોપીને બહાર આવવા માટે અપીલ પણ કરવામાં આવી હતી. જોકે, લગભગ પાંચ કલાક સુધી ચાલેલી શોધખોળ છતાં આરોપી (Rape Accused Arrested) પોલીસના હાથ લાગ્યો નહોતો.

આ ઘટનાને ગંભીરતાથી લઈ રાવપુરા પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતા (BNS)ની કલમ 262 હેઠળ વધુ એક ગુનો નોંધવામાં આવ્યો હતો. ત્યારબાદ તપાસમાં વડોદરા ક્રાઇમ બ્રાન્ચને પણ જોડવામાં આવી હતી.

ક્રાઇમ બ્રાન્ચે સીસીટીવી ફૂટેજ, ટેક્નિકલ વિશ્લેષણ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે આરોપીની હિલચાલ પર નજર રાખી હતી. તપાસ દરમિયાન એવી માહિતી મળી હતી કે આરોપી પોતાના રહેઠાણ નજીક છાણી કેનાલ વિસ્તારમાં આવવાનો છે. આ બાતમીના આધારે ટીમે ખાનગી રીતે વોચ ગોઠવી હતી.

Rape Accused Arrested:ક્રાઇમ બ્રાન્ચે 11 કલાકમાં આરોપીને ઝડપી પાડ્યો

6 ઓગસ્ટની રાત્રે અંદાજે 10:30 વાગ્યે આરોપી સ્થળ પર પહોંચતા જ ક્રાઇમ બ્રાન્ચે કોર્ડન બનાવી તેને ઝડપી લીધો હતો. ત્યારબાદ આરોપીને કાયદેસરની કાર્યવાહી માટે રાવપુરા પોલીસને સોંપવામાં આવ્યો હતો. હોસ્પિટલમાંથી ફરાર થયા બાદ માત્ર 11 કલાકમાં આરોપીની ધરપકડ (Rape Accused Arrested) થતાં પોલીસે રાહતનો શ્વાસ લીધો છે.


આ પણ વાંચો:વડોદરા SSG હોસ્પિટલમાંથી દુષ્કર્મ કેસનો આરોપી ફરાર, પોલીસને ધક્કો મારી ભાગ્યો; CCTVમાં ઘટના કેદ

આ પણ વાંચો:વડોદરામાં SSG હોસ્પિટલમાં મારામારીનો મામલો

આ પણ વાંચો:વડોદરાઃ SSG હોસ્પિટલમાં બારીમાંથી કૂદેલા દર્દીનું મોત…