Vadodara News/ વડોદરા SSG હોસ્પિટલમાંથી દુષ્કર્મ કેસનો આરોપી ફરાર, પોલીસને ધક્કો મારી ભાગ્યો; CCTVમાં ઘટના કેદ

વડોદરાની SSG હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવેલો દુષ્કર્મ કેસનો આરોપી હાથકડી ખોલતા જ પોલીસને ધક્કો મારી ફરાર (Rape Case Accused Escape) થઈ ગયો. પોલીસે CCTV અને ડ્રોનની મદદથી શોધખોળ શરૂ કરી છે.

Top Stories Gujarat Vadodara Breaking News
Rape Case Accused Escape: હાથકડી ખોલતા જ દુષ્કર્મ કેસનો આરોપી ફરાર

Vadodara News: વડોદરાની સયાજી જનરલ હોસ્પિટલ (SSG)માંથી એક કેદી ફરાર (Rape Case Accused Escape) થઈ જતાં પોલીસ દોડતી થઈ ગઈ છે. દુષ્કર્મ કેસમાં આરોપી તરીકે પકડાયેલો યુવક સારવાર માટે હોસ્પિટલમાં લાવવામાં આવ્યો હતો. જ્યાં ઈન્જેક્શન આપવા માટે હાથકડી ખોલવામાં આવતા તેણે તકનો લાભ લઈ પોલીસકર્મીને ધક્કો મારી ભાગી છૂટ્યો હતો.

આ સમગ્ર ઘટનાના પગલે હોસ્પિટલ પરિસરમાં ફિલ્મી દૃશ્યો સર્જાયા હતા. પોલીસ આરોપીને શોધવા માટે હોસ્પિટલ આસપાસના વિસ્તારમાં સઘન તપાસ કરી રહી છે.

ઈન્જેક્શન આપવા હાથકડી ખોલતા જ ભાગ્યો

મળતી માહિતી મુજબ, આરોપી ગોવિંદ રમેશ વિહાતિયા દાહોદનો રહેવાસી છે અને દુષ્કર્મ કેસ (Rape Case Accused Escape)માં કાચા કામનો આરોપી છે. તેને સ્કિન અને પેશાબની જગ્યાએ ઈન્ફેક્શન હોવાથી સારવાર માટે વડોદરાની SSG હોસ્પિટલમાં લાવવામાં આવ્યો હતો.

પોલીસ આરોપીને વોર્ડ નંબર-5માં ઈન્જેક્શન અપાવવા લઈ ગઈ હતી. હાથ પર ઈન્જેક્શન આપવાનું હોવાથી તેની હાથકડી ખોલવામાં આવી હતી. આ દરમિયાન આરોપીએ અચાનક તકનો લાભ લીધો હતો અને પોલીસકર્મીને ધક્કો મારીને ત્યાંથી ભાગી ગયો હતો.

Rape Case Accused Escape: પોલીસ પાછળ દોડી, છતાં આરોપી હાથ ન લાગ્યો

પોલીસકર્મીઓએ તરત જ આરોપીનો પીછો કર્યો હતો. પોલીસ દ્વારા ‘પકડો, પકડો’ની બૂમો પાડવામાં આવી હતી, પરંતુ આરોપી હોસ્પિટલ નજીકથી આગળ નીકળી ગયો હતો. ત્યારબાદ તે નજીકમાં આવેલી એક નિર્માણાધીન બિલ્ડિંગમાં ઘૂસી ગયો હતો. પોલીસની ટીમે સમગ્ર વિસ્તારને ઘેરી લીધો છે અને આરોપીને શોધવા માટે પ્રયાસો હાથ ધર્યા છે.

ડ્રોનની મદદથી શોધખોળ શરૂ

આરોપી બિલ્ડિંગમાં છુપાયો હોવાની આશંકાને પગલે પોલીસે ડ્રોનની મદદથી પણ તપાસ શરૂ કરી છે. સાથે જ પોલીસ માઈક દ્વારા આરોપીને બહાર આવી જવા માટે અપીલ કરી રહી છે. હાલ પોલીસ દ્વારા આરોપીને સલામત રીતે બહાર લાવવા અને ફરીથી કસ્ટડીમાં લેવા માટે કાર્યવાહી કરવામાં આવી રહી છે.

CCTVના આધારે તપાસ આગળ વધારાઈ

ઘટનાને લઈને પોલીસ CCTV ફૂટેજ પણ તપાસી રહી છે. આરોપી કઈ રીતે ફરાર થયો અને તેમાં કોઈ અન્યની મદદ હતી કે નહીં તે અંગે પણ તપાસ કરવામાં આવી રહી છે.પોલીસના જણાવ્યા મુજબ, આરોપીને સારવાર માટે લાવવામાં આવ્યો હતો અને હાથકડી ખોલવાનો લાભ લઈ તે ભાગી ગયો હતો.


આ પણ વાંચો:ગાંધીનગરમાં 4 વર્ષની માસૂમ પર સગા પિતાનું દુષ્કર્મ, POCSO હેઠળ આરોપીની ધરપકડ

આ પણ વાંચો:ત્રણ વર્ષની બાળકી પર દુષ્કર્મ.. પંચાયતે કર્યો આરોપીને દંડ અને પછી દારૂ-ચિકનની પાર્ટી

આ પણ વાંચો:વડોદરામાં સગીરાના અપહરણ અને દુષ્કર્મનો આરોપ: પરિવારનો ‘લવ જેહાદ’નો આક્ષેપ, આરોપી ફરાર