Entertainment News/ ‘બિગ બોસ OTT 2’ ફેમ જિયા શંકરે કરી સગાઈ: NRI બિઝનેસમેન સાથે સગાઇના બંધનમાં બંધાયા

‘બિગ બોસ OTT 2’ ફેમ જિયા શંકરે (Jiya Shankar)અમેરિકાના બિઝનેસમેન કરણ ધનક સાથે સગાઈ કરી લીધી છે. સોશિયલ મીડિયા પર હીરાની રિંગ ફ્લોન્ટ કરતી ડ્રીમી પ્રપોઝલની તસવીરો વાયરલ થઈ છે. વાંચો સંપૂર્ણ વિગત.

Entertainment
Jiya Shankar gets engaged.

Entertainment News : ‘બિગ બોસ OTT સીઝન 2’ થી દેશભરના દર્શકોના દિલ જીતનારી જાણીતી અભિનેત્રી જિયા શંકરે (Jiya Shankar)પોતાના જીવનની નવી અને ખુશનુમા સફર (A pleasant journey)ની શરૂઆત કરી દીધી છે. જિયાએ પોતાના લાંબા સમયથી ખાનગી રખાયેલા સંબંધને સત્તાવાર નામ આપતાં અમેરિકામાં સ્થાયી થયેલા જાણીતા બિઝનેસમેન કરણ ધનક (Karan Dhanak)સાથે સગાઈ કરી લીધી છે. બુધવારે સોશિયલ મીડિયા એકાઉન્ટ પર ડ્રીમી પ્રપોઝલની રોમેન્ટિક તસવીરો શેર કરીને જિયાએ પોતાના ચાહકોને આ સરપ્રાઈઝ આપી હતી.

હીરાની સગાઈની વીંટી અને રોમેન્ટિક પ્રપોઝલની તસવીરો વાયરલ

ઇન્સ્ટાગ્રામ પર શેર કરવામાં આવેલી તસવીરોમાં જિયા અને કરણ એકબીજાના પ્રેમમાં ડૂબેલા જોવા મળી રહ્યા છે. અદ્ભુત ડેકોરેશન, રોમેન્ટિક લોકેશન અને જિયાના હાથમાં ચમકતી હીરાની એન્ગેજમેન્ટ રિંગે આ તસવીરોની સુંદરતામાં વધારો કર્યો છે. આ તસવીરો સામે આવતા જ ટીવી ઇન્ડસ્ટ્રીના કલાકારો તેમજ તેના ફેન્સે શુભેચ્છાઓનો વરસાદ કર્યો હતો.

લોંગ ડિસ્ટન્સ રિલેશનશિપથી સગાઈ સુધીની ભાવનાત્મક સફર

તસવીરો સાથે જિયાએ એક ખૂબ જ ભાવુક કેપ્શન લખીને પોતાની આ પ્રેમકથાનો ખુલાસો કર્યો હતો. તેણે જણાવ્યું કે હજારો માઈલના અંતર હોવા છતાં આ લોંગ ડિસ્ટન્સ રિલેશનશિપમાં બંને વચ્ચે પ્રેમ ક્યારેય ઓછો થયો નથી. જિયાએ પોતાની કેપ્શનમાં લખ્યું “જ્યારે તમે પ્રેમની સૌથી ઓછી આશા રાખો છો ત્યારે જ તમને સાચો પ્રેમ મળે છે. ભગવાને મારી ધીરજની કસોટી જરૂર લીધી અને આ સફર સહેલી નહોતી, પણ અમે દરરોજ એકબીજાને પસંદ કર્યા. તમે હજારો માઈલ દૂર હોવા છતાં તમારી સાથેની દરેક વાત મને ઘર જેવો અહેસાસ કરાવતી હતી. આખી જિંદગી જે પ્રેમની હું રાહ જોતી હતી તે મને તમારી પાસે મળ્યો છે.”

કોણ છે જિયા શંકરનો મંગેતર કરણ ધનક?

અહેવાલો મુજબ, કરણ ધનક યુએસએ (USA) માં સ્થાયી થયેલા એક સફળ ઉદ્યોગસાહસિક (બિઝનેસમેન) છે. કરણ લાઇમલાઇટ અને ચિચિયારીઓથી દૂર રહેવાનું પસંદ કરે છે, જેથી અત્યાર સુધી બંનેએ આ સંબંધને જાહેરમાં ખાનગી રાખ્યો હતો.

‘બિગ બોસ OTT 2’ થી મળી હતી દેશવ્યાપી ઓળખ

જિયા શંકરે અનેક ટીવી શો અને ફિલ્મોમાં કામ કર્યું છે, પરંતુ તેને ખરી લોકપ્રિયતા ‘બિગ બોસ OTT 2’ થી મળી હતી. શો દરમિયાન તેના સ્પષ્ટવક્તા અને નિખાલસ સ્વભાવને દર્શકોએ ખૂબ જ પસંદ કર્યો હતો. સગાઈની આ જાહેરાત બાદ હવે ચાહકો બંનેના લગ્નની શરણાઈઓ વાગવાની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.


આ પણ વાંચો :‘મુસાફિર કેફે’ સીઝન 2 ની સત્તાવાર જાહેરાત: ચંદર, સુધા અને પ્રીતિની અધૂરી પ્રેમકથાનો કયો આવશે અંજામ?

આ પણ વાંચો :‘બિગ બોસ 20’ નો ધમાકેદાર પ્રોમો આઉટ, સલમાન ખાને ઘોડા પર કરી ગ્રાન્ડ એન્ટ્રી

આ પણ વાંચો :‘સાથે સૂઈશ, પણ કામ નહીં આપું…’ આંચલ ખુરાનાનો બોલિવૂડની કડવી હકીકત પર ચોંકાવનારો ખુલાસો