Entertainment News : ટીવી જગતના સૌથી ચર્ચિત અને લોકપ્રિય રિયાલિટી શો ‘બિગ બોસ’ની નવી સીઝનની રાહ જોઈ રહેલા ચાહકો માટે ખુશીના સમાચાર આવ્યા છે. ‘બિગ બોસ 20′(Bigg Boss 20) નો પહેલો ધમાકેદાર પ્રોમો વીડિયો સત્તાવાર રીતે રિલીઝ કરી દેવામાં આવ્યો છે. દર વખતની જેમ આ વખતે પણ સુપરસ્ટાર સલમાન ખાન (Salman Khan)એકદમ અલગ અને અનોખા અંદાજમાં જોવા મળી રહ્યો છે, જેણે સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી દીધી છે.
ઘોડા સવારી અને ‘કરણ-અર્જુન’ કનેક્શન
જિયો હોટસ્ટારે પોતાના સોશિયલ મીડિયા હેન્ડલ પર આ નવો પ્રોમો શેર કર્યો છે. વીડિયોમાં સલમાન ખાન ઘોડા પર સવાર થઈને પોતાના રોયલ સ્વેગ (Royal Swag)સાથે એન્ટ્રી લેતો જોવા મળે છે. પ્રોમોમાં સલમાન ખાન પોતાના પ્રખ્યાત અંદાજમાં ‘કરણ-અર્જુન’ ફિલ્મનો ઉલ્લેખ (Mention of the film ‘Karan Arjun’)કરતા કહે છે કે જે ડ્રામા અને ટ્વિસ્ટ તેમાં જોવા મળ્યો હતો, તેવો જ કાઈંક માહોલ હવે બિગ બોસના ઘરમાં પણ જોવા મળશે.
6 સપ્ટેમ્બરથી થશે પ્રસારણ
મેકર્સ દ્વારા આપેલી માહિતી અનુસાર, આ નવો શો આવનારી 6 સપ્ટેમ્બરથી જિયો હોટસ્ટાર અને કલર્સ ટીવી પર ટેલિકાસ્ટ કરવામાં આવશે. આ વખતે 20મી સીઝન હોવાના કારણે તેમાં સ્પેશિયલ ટ્વિસ્ટ ઉમેરવામાં આવ્યો છે. ચર્ચાઓ મુજબ આ સીઝનમાં ‘જોડીઓ’ અથવા ‘ટ્વિન્સ’ (જોડિયા ભાઈ-બહેન) ની એન્ટ્રી થઈ શકે છે, જે રમતને વધુ રસપ્રદ બનાવશે.
કોણ બનશે સ્પર્ધકો? ફેન્સમાં ભારે ઉત્સુકતા
જોકે સોશિયલ મીડિયા પર ઘણા જાણીતા કલાકારોના નામ ઉમેદવાર તરીકે સામે આવી રહ્યા છે, પરંતુ સ્થાનિક સંયોજકો અને મેકર્સ તરફથી હજુ સુધી સ્પર્ધકોની કોઈ સત્તાવાર (કન્ફર્મ) યાદી જાહેર કરવામાં આવી નથી. ગ્રાન્ડ પ્રીમિયર નજીક આવતા જ તમામ સ્પર્ધકોના ચહેરા પરથી પડદો ઉચકાશે.
આ પણ વાંચો :‘સાથે સૂઈશ, પણ કામ નહીં આપું…’ આંચલ ખુરાનાનો બોલિવૂડની કડવી હકીકત પર ચોંકાવનારો ખુલાસો
આ પણ વાંચો :બોલીવુડ અભિનેત્રી તબુ પહોંચી દિલ્હી હાઈકોર્ટ; જાણો શું હતું કારણ!
આ પણ વાંચો :દિગ્ગજ અભિનેતા પ્રદીપ રાવતનું 74 વર્ષની વયે નિધન: કેન્સર સામે જંગ હાર્યા
