અજય દેવગનની આગામી ફિલ્મ ‘ભુજ :ધ પ્રાઇડ ઓફ ઈન્ડિયા’થી નોરા ફતેહીનો ડાન્સ નંબર ‘ઝાલીમા કોકા કોલા’ હવે રિલીઝ કરવામાં આવ્યું છે. આ ટ્રેકને વર્ષનું પાર્ટી નંબર કહેવામાં આવી રહ્યું છે અને તેમાં નોરા ડાન્સ કરતી જોવા મળી રહી છે, ગીતમાં નોરાનો ડાન્સ તેના જૂના હિટ ગીત ‘દિલબર’ ની યાદ અપાવે છે.
આ પણ વાંચો :રાજ કુંદ્રાના HotShots કનેક્શન અંગે સેલિના જેટલીએ કહ્યું – મારો સંપર્ક કરવામાં આવ્યો હતો પરંતુ …
અગાઉ ફિલ્મના ટ્રેલરમાં બતાવ્યા પ્રમાણે, નોરા આ ફિલ્મમાં એક જાસૂસની ભૂમિકા નિભાવતી જોવા મળી છે, જે માહિતી એકત્રિત કરવા પાકિસ્તાન જાય છે, તેથી સંભવ છે કે આ ડાન્સ નંબરનો ઉપયોગ કોઈક પ્રકારની વાતો તરીકે ઉપયોગમાં લેવામાં આવશે. ‘ઝાલીમા કોકા કોલા’ માં તનિષ્ક બગચીનું સંગીત છે અને ગીત વાયુનું છે અને શ્રેયા ઘોષાલે ગાયું છે.
આ પણ વાંચો :રાજ કુંદ્રાની કંપની પર વધુ એક કેસ, 4 પ્રોડ્યુસર અને ગેહના વશિષ્ઠ સામે નોંધાઈ FIR
નોરા ફતેહીનો યુટ્યુબ પર આ વીડિયોના રિલીઝ થયાના 1 કલાકનો સમય પણ નથી થયો અને આ વીડિયોને અત્યાર સુધી 5 લાખ વ્યૂ મળી ચૂક્યા છે. જ્યાં આ ગીતને પણ 72 હજારથી વધુ લાઈક્સ મળી છે. સોશિયલ મીડિયા અને આ ગીતની વધુ રીલ્સ બાનાવવાનું શરૂ થયું છે. નોરાનું આ ગીત જોવા માટે ખૂબ જ જૂનું લાગે છે. આ જોઈને, એવું લાગે છે કે આ ગીત પહેલાથી જ શૂટ કરવામાં આવ્યું છે અને તે હવે રીલિઝ થઈ રહ્યું છે. નોરાએ ટીસી્રિજ માટે ઘણાં મ્યૂઝિક વીડિયોને શૂટ કરીને રાખ્યા છે. જેને તે ધીરે ધીરે રિલીઝ કરી રહી છે.
પ્રિતેક ગાંધી સાથે પણ શૂટ કરવામાં આવ્યો વીડિયો
અહેવાલ છે કે ખૂબ જ ટૂંક સમયમાં નોરા ફતેહીનું બીજું ગીત રિલીઝ થશે જેમાં આપણે પ્રિતિક ગાંધી પણ જોશું, આ ગીતને આ જોડીએ ખૂબ પહેલા શૂટ કર્યું છે પરંતુ આ ગીત અંગે હજી સુધી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. આપને જણાવી દઈએ કે, નોરા ખૂબ જલ્દી તેની ફિલ્મ ભુજમાં જોવા મળશે, આ અભિનેત્રીના જીવનની સૌથી મોટી ફિલ્મ બનવાની છે. આ ફિલ્મમાં આપણે નોરા સાથે અજય દેવગન, સંજય દત્ત સહિત ઘણા મોટા કલાકારો જોશું.
આ પણ વાંચો :બોમ્બે હાઇકોર્ટમાં રાજની જામીન અરજી પર સુનવણી ટળી , આવતીકાલે હાથ ધરાશે
