શર્લિન ચોપરા પોર્ન વીડિયો કેસમાં રાજ કુન્દ્રાની ધરપકડ બાદથી સતત ચર્ચામાં છે. તેણે શિલ્પા શેટ્ટી અને રાજ કુન્દ્રા વિશે ઘણા નિવેદનો આપ્યા હતા. જેના કારણે શિલ્પા અને રાજ તરફથી તેમની સામે 50 કરોડનો માનહાનિનો કેસ દાખલ કરવામાં આવ્યો હતો. હવે આ મામલામાં શર્લિન ચોપરાએ નોટિસનો જવાબ આપ્યો છે. તેણે તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પરથી તેના જવાબનું પહેલું અને છેલ્લું પેજ શેર કર્યું છે.
નોટિસની કોપી
શર્લિને નોટિસની કોપી સાથે ટ્વીટ કર્યું કે, ‘રિપુ સુદન ઉર્ફે રાજ કુન્દ્રા અને શિલ્પા શેટ્ટી કુન્દ્રાની માનહાનિની નોટિસના જવાબમાં મારી કાનૂની ટીમે 23 ઓક્ટોબર 2021ના રોજ જવાબ મોકલ્યો છે. આ રહ્યું મારી કાઉન્ટર નોટિસનું પ્રથમ અને છેલ્લું પેજ છે.
કોઈ રોકી શકતું નથી
આ સાથે શર્લિને એક પછી એક અનેક ટ્વીટ કર્યા અને ક્રમશઃ સિકવન્સ શેર કર્યા. પોતાના એક ટ્વિટમાં તેણે એક નોટ શેર કરી છે જેના પર લખ્યું છે, ‘હિંમતનો અર્થ એ નથી કે તમે ડરશો નહીં, પરંતુ હિંમતનો અર્થ એ છે કે કોઈ ડર તમને રોકી શકશે નહીં.’
Here are the first & last pages of my Reply Notice, sent by my Legal Team on Oct 23, 2021 to Ripu Sudan alias Raj Kundra and Shilpa Shetty Kundra with reference to their Defamation Notice. pic.twitter.com/ucjhT7fadx
— Sherlyn Chopra (शर्लिन चोपड़ा)🇮🇳 (@SherlynChopra) October 25, 2021
શર્લિને તેના ટ્વીટમાં લખ્યું છે કે ‘આ ફરિયાદોનો ઘટનાક્રમ છે. 14 એપ્રિલે મેં જુહુ પોલીસ સ્ટેશનમાં રાજ કુન્દ્રા વિરુદ્ધ જાતીય શોષણની ફરિયાદ નોંધાવી હતી. 19મી એપ્રિલે રાજ કુન્દ્રા મારા ઘરે આવ્યો હતો અને મને અંડરવર્લ્ડના નામની ધમકી આપી કેસ પાછો ખેંચવાની વાત કરી હતી.
